________________
श्रीकल्पसूत्रम्
દીક્ષા
પ્રભુ ત્રીશ વરસ ગૃહસ્થાવાસમાં આવી રીતે રહ્યા-શ્રમણ ભગવાન્ મહાવીરની ઊંમર અઠ્યાવીસ વરસની થઇ ત્યારે તેમનાં માતા-પિતા સ્વર્ગવાસી થયાં. આવશ્યક સૂત્રના અભિપ્રાય મુજબ પ્રભુના માતા-પિતા માહેન્દ્ર નામના ચોથે દેવલોકે ગયાં, અને આચારાંગ સૂત્રના અભિપ્રાય મુજબ અચ્યુત નામના બારમા દેવલોકે ગયાં. પ્રભુએ ગર્ભાવાસમાં પ્રતિજ્ઞા લીધી હતી કે ‘માતા-પિતા જીવતાં દીક્ષા નહિ લઇશ' તે પ્રતિજ્ઞા પૂરી થઇ, તેથી દીક્ષા માટે પોતાના વડિલ બંધુ નંદિવર્ધનની અનુમતિ માંગી. નંદિવર્ધને જણાવ્યું કે-“ભાઇ! માતા-પિતાના વિયોગથી હજુ હું પીડાઉં છું, હજુ તો તે દુઃખ વિસારે પડયું નથી તેવામાં વળી તમે દીક્ષાની વાત કરો છો, આવે સમયે તમારો વિરહ ધા ઉપર ક્ષાર નાખવા જેવો વિશેષ સંતાપ કરનારો થશે, માટે અત્યારે તમારે મને છોડીને ન જવું જોઇએ’’. વૈરાગ્ય રંગથી ભીંજાએલા પ્રભુ બોલ્યા કે−‘આર્ય! આ સંસારમાં દરેક જીવોએ માતા-પિતા, ભાઇ, બહેન, ભાર્યા, પુત્ર વિગેરે સંબંધો ઘણી વખત બાંધ્યા, તો કોને માટે પ્રતિબંધ ક૨વો અને કોને માટે ન ક૨વો? તાત્ત્વિક દૃષ્ટિથી જોતાં કોઇ કોઇનું નથી, માટે શોક-સંતાપ છોડી દ્યો’'. રાજા નંદિવર્ધને કહ્યું કે-‘“ભાઈ! તમે કહો છો તે હું પણ જાણું છું, પણ પ્રાણપ્રિય વહાલા બન્ધુ! તમારો વિરહ મને અત્યન્ત સંતાપ કર થશે, માટે આ વખતે દીક્ષા ન લ્યો, મારા આગ્રહથી હજુ બે વરસ ઘેર રહો’. પ્રભુએ કહ્યું કે-‘નરેશ્વ૨! ભલે તમારા આગ્રહથી હું બે વરસ ઘેર રહીશ, પણ મારે માટે હવેથી કોઇપણ પ્રકારનો આરંભ ન કરશો, હું પ્રાસુક આહાર-પાણી વડે શરીરનો નિર્વાહ કરીશ'. નંદિવર્ધન રાજાએ પણ પ્રભુનું વચન સ્વીકાર્યું, ત્યાર પછી પ્રભુ બે વરસ વધારે ગૃહસ્થાવાસમાં રહ્યા. જો કે બે વરસ સુધી પ્રભુ વસ્ત્રો અને આભૂષણો વડે અલંકૃત રહેતા, પમ નિરવદ્ય આહાર કરતા, જળ પણ અચિત્ત પીતા. તે બે વરસ સુધી પ્રભુ અચિ જળથી પણ સર્વસ્નાન નહિ કરતાં, કેવળ લોકવ્યવહારથી હાથપગ અને મોઢું ધોતા. ત્યારથી જિંદગી સુધી બ્રહ્મચર્ય પાળ્યું. પ્રભુએ જ્યારે દીક્ષા લીધી ત્યારે તો તેમણે સચિત્ત જળથી સ્નાન કર્યું હતું. કારણ કે તીર્થંકરોનો તેવો આચાર છે. પ્રભુ જ્યારે જન્મ્યા હતા ત્યારે ચૌદ મહાસ્વપ્નથી સૂચિત હોવાથી, ‘નિશ્ચયથી આ ચક્રવર્તી રાજા થશે’ એ પ્રમાણે લોકોની વાત સાંભળી શ્રેણિક ચંડપ્રદ્યોત વિગેરે રાજકુમારોને તેમનાં માતા-પિતાએ પ્રભુની સેવા માટે મોકલ્યા હતા, પણ જ્યારે પ્રભુને મહાવૈરાગી અને દીક્ષા લેવા માટે તત્પર જોયા ત્યાર ‘આ ચક્રવર્તી નથી' એમ જાણી તે રાજકુમારો પોતપોતાને ઘેર ઘયા.
આવી રીતે એક તરફથી પ્રતિજ્ઞા સમાપ્ત થયેલી હોવાથી પ્રભુ પોતે જ દીક્ષા લેવાને તૈયાર હતા, અને બીજી તરફથી લોકાંતિક દેવોએ દીક્ષાને એક વરસ બાકી રહ્યું, ત્યારે એટલે પ્રભુની ઓગત્રીશ વરસની ઉંમર થઇ ત્યારે પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા વિનંતી કરી; તે સૂત્રકાર કહે છે
(પુન્ગરવિ તોબંતિ િનીવઞપ્પિન્હેં પેવેöિ) વળી જીત એટલે અવશ્યપણે તીર્થંકરોને દીક્ષાનો અવસર જણાવવાનો છે કલ્પ એટલે આચાર જેઓને એવા બ્રહ્મલોકનિવાસી નવ પ્રકારના લોકાન્તિક દેવો (તાહિં) તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી વાણી વડે બોલ્યા. તે વાણી કેવી છે?- ( દાહિં નાવ વમૂર્ત્તિ) ઇષ્ટ એટલે પ્રભુને વલ્લભ લાગે એવી, યાવત્-જેને સાંભળવાની હમેશાં ઇચ્છા થાય એવી, અને તેથી જ પ્રિય એટલે તે વાણી ઉપર દ્વેષ ન આવે એવી, મનને ને વિનોદ કરાવનારી, અતિશય સુંદર હોવાથી મનમાં બરાબર ઠસી જાય એવી, સુંદર ધ્વનિ, મનોહર વર્ણો અને સ્પષ્ટ ઉચ્ચારવાળી, સમૃદ્ધિને કરનારી, તેવા પ્રકારના વર્ણો વડે યુક્ત હોવાથી ઉપદ્રવોને હરનારી,
115
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org