SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અઅઅઅઅઅઅઅઅકસ(શ્રીવત્પન્મ ****** * ** ગુણોનું વર્ણન કરી ઇન્દ્ર તુરત બ્રાહ્મણનું રૂપ ધરી જયાં પંડિતનું ઘર હતું ત્યાં આવ્યો. ત્યાર પછી પંડિતે યોગ્ય આસન પર પ્રભુને બેસાડી ઇન્દ્ર પ્રભુને એવા તો પ્રશ્નો પૂછયા કે, જે વ્યાકરણમાં અધિક કઠિન હોવાથી તેઓની સિદ્ધિ પંડિત પણ કરી શકતો ન હતો. પોતાના મનમાં ઘણા વખતથી રહેલાં સંદેહ પૂછેલો જોઈ પંડિત વિચારવા લાગ્યો કે - “લાંબા સમયથી શાસ્ત્રોનો અભ્યાસ કરવા છતાં જે સંદેહોનું નિરાકરણ મારાથી થઈ શક્યું નથી તેઓના ઉત્તર આ બાળક કેવી રીતે આવી શકશે? આપી રીતે લોકો પણ વિચારવા લાગ્યા કે, આવા કઠિન પ્રશ્નોના ઉત્તર આ બાળક કેવી રીતે આવી શકશે? આવી રીતે પંડિત તથા લોકો વિચારમગ્ન થઈ બેઠા હતા, અને ઉત્તરની રાહ જોઇ રહ્યા હતા, તેવામાં પ્રભુએ તે દરેક પ્રશ્નોના ઉત્તર સારી રીતે આપ્યા. પંડિતના મનમાં જે જે બાબતના સંદેહ હતા, તે દરેક સંદેહ ઇન્દ્ર અવધિજ્ઞાનથી જાણીને ભગવાનને પૂછયા, પ્રભુએ તે દરેક સંદેહના ઉત્તર સારી રીતે આપ્યા, ત્યારથી “જૈનેન્દ્ર” નામનું વ્યાકરણ થયું. આવી રીતે પ્રભુએ આપેલા ઉત્તર સાંભળી સકળ લોકો વિસ્મય પામ્યા કે- અહો! વર્ધમાનકુમાર બાળક હોવા છતાં આટલી બધી વિદ્યા કયાં ભણ્યા? આશ્ચર્યમાં ગરકાવ થયેલો પંડિત પણ વિચારવા લાગ્યો કે-“બાલ્યાકાળથી પણ મારા જે સંશયોનું મોટા મોટા પંડિતોએ પણ નિરાકરણ કર્યું નહોતું તે સકળ સંશયોને આ બાળક હોવાછતાં તેણે દૂર કર્યા!. વધારે આશ્ચર્ય તો એ છે કે, આવા વિદ્યાવિશારદ હોવા છતાં તેની કેવી ગંભીરતા છે! અથવા આવા મહાત્મા પુરુષનું તો આવું આચરણ હોવું યુક્ત જ છે, કારણ કે- જેમ શરદઋતુમાં ગર્જના કરતો મેઘ વરસતો નથી, પણ વરસાદ ઋતુમાં ગર્જના ન કરતો મેઘ વરસે છે, તેમ મોટી મોટી બડાઇની વાતો કરતો હલકો માણસ કાંઈ કરી શકતો નથી, પણ ન બોલતો ઉત્તમ માણસ ધારેલું કામ પાર પાડે છે. અસાર પદાર્થનો પ્રાયઃ મોટો આડંબર હોય છે, પણ સાત્ત્વિક પદાર્થમાં આડંબર હોતો નથી; કેમકે જેવો કાંસાનો આવાજ થાય છે તેવો સોનાનો આવાજ થતો નથી.” ઈત્યાદિ વિચાર કરતાં પંડિતને શક્રેન્દ્ર કહ્યું કે-“હે વિપ્ર! તમારે પોતાના ચિત્તમાં આ બાળકને મનુષ્યમાત્ર ન જાણવા, પણ આ મહાત્માને તો ત્રણ જગતના નાયક અને સકળ શાસ્ત્રોના પારગમી એવા શ્રીવીરજિનેશ્વર સમજવા.” ઇત્યાદિ પ્રકારે શ્રીવર્ધમાન કુમારની સ્તુતિ કરી ઇન્દ્ર પોતાને સ્થાને ગયો, ભગવાન પણ જ્ઞાતકુળના સકળ ક્ષત્રિયોથી પરિવરેલા પોતાને ઘેર આવ્યા. આવી રીતે બાલ્યાવસ્થા ગયા બાદ પ્રભુ અનુક્રમે યૌવન અવસ્થા પામ્યા, ત્યારે માતા-પિતાએ તેમને ઉમ્મર લાયક અને ભોગસમર્થ જાણી શુભ તિથિ નક્ષત્ર અને મુહૂર્તમાં સમરવીર નામે રાજાની યશોદા નામની કન્યા સાથે પરણાવ્યા. યશોદા સાથે સાંસારિક સુખ ભોગવતા પ્રભુને પ્રિયદર્શના નામે પુત્રી થઇ. પ્રિયદર્શનાને પોતાના ભાણેજ જમાલિ સાથે પરણાવી, તેણીને શેષવતી નામે પુત્રી થઇ. હવે ભગવાનના પરિવારનાં નામ સૂત્રકાર પોતે વર્ણવે છે समणस्स णं भगवो महावीरस्स पिया कासवगुत्ते वओणं, तस्स णं, तओ नामधिजा ए वमाहिजनित; तं जहा-सिद्धत्थे इ वा, सिजंसे इ वा जसंसे इ वा। समणस्स णं भगवओ महावीरस्स माया वासिट्ठी गुत्तेणं तीसे तओ नामधिजा एवमाहिञ्जन्ति; तं जहा-तिसला इ वा, विदेहदिन्ना इवा, पीइकारिणी इ वा। समणस्स णं भगवओ महावीरस्स पित्तिने सुपासे, जिढे भाया नंदिवद्धणे, भगिणी सुदंसण, भारिया जसोया कोडिन्ना गुत्तेणं। समणस्स णं भगवओ महावीरस्स धूआ कासवी गुत्तेणं, तीसे दो नामधिजा एवमाहिज्जन्ति; तं जहा अणोज्जा इ वा, पियदंसमा इ वा। समणस्स णं भगवओ महावीरस्स नत्तुई कोसिया गुत्तेणं, तीसे णं दो नामधिन्जा एवामाहिजन्ति तं जहा-सेसवई इ वा जसवई इ वा ॥ ५। १३।१०९। * ********* (113) * * * * *અ રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy