SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગટ કર્યું, અને સઘળો આગળનો વૃતાંત કહી સંભળાવી બોલ્યો કે, “હે પરમેશ્વર! ઇન્દ્ર દેવસભામાં આપના ધર્યગુણની જેવી પ્રશંસા કરી તેવું ધર્ય મેં પ્રત્યક્ષ જોયું. હે સ્વામી! મેં પરીક્ષા માટે આપને બીવરાવવા પ્રયત્ન કર્યા, તે અપરાધની ક્ષમા કરો.” આવી રીતે પ્રભુ પાસે પોતાના અપરાધની વારંવાર ક્ષમા યાચી, પ્રભુને નમસ્કાર કરી, તે દેવ પોતાને સ્થાનકે ગયો. તે વખતે સંતુષ્ટ થયેલાં ઇન્દ્ર પ્રભુને બાલ્યાવસ્થામાં પણ મહાનું પરાક્રમી દેખીને ધર્યશાળી પ્રભુનું ‘વીર' એ પ્રમાણે નામ પાડયું. - હવે પ્રભુ આઠ વરસ કાંઈક અધિક ઉંમરના થયા. જો કે પ્રભુ તો જન્મથી જ ત્રણ જ્ઞાનના ધણી હતા., છતાં તે સમયે પરમ હર્ષિત થયેલાં માતા-પિતાએ મોહથી સામાન્ય પુત્ર પેઠે ભણાવવા માટે પાઠશાળાએ મોકલવા વિચાર કરી, શુભ મુહૂર્ત અને શુભ લગ્ન મહોત્સવપૂર્વક સર્વ પ્રકારની તૈયારી કરી. સગાં-સંબંધીઓનો હાથી ઘોડા વિગેરે વાહનોથી, હાર, મુગટ , કુંડળ, બાજુબંધ, કંકણ વિગેરે આભૂષણોથી, અને પંચવર્ણી રમણીય રેશમી વસ્ત્રોથી આદરપૂર્વક સત્કાર કર્યો. ભણાવનાર પંડિતને યોગ્ય મહામૂલ્યવાળાં, ઘરેણાં, વિવિધ પ્રકારનાં વસ્ત્રો, અને શ્રીફળ વિગેરે ઉત્તમ વસ્તુઓ તૈયાર કરી. પાઠશાળાના વિદ્યાર્થીઓને વહેંચવા માટે સોપારી, સાકાર, બાદામ, દ્રાક્ષ, ચારોળી, મીઠાઈ અને વિવિધ પ્રકારનાં વસ્ત્રો મંગાવ્યાં. સુવર્ણ રત્ન અને રૂપાથી જડેલાં પાટી, ખડિયો, લેખણ વિગેરે ભણવાનાં ઉપકરણો તૈયાર કર્યા. સરસ્વતી દેવીની પ્રતિમાની પૂજા માટે કિંમતી રત્નો અને મોતીથી જડેલું સુવર્ણનું મનોહર આભૂષણ તૈયાર કર્યું. કુળની વૃદ્ધ સ્ત્રીઓએ પ્રભુને પવિત્ર તીર્થજળ વડે સ્નાન કરાવી, ચંદન કપૂર વિગેરે સુગંધી પદાર્થોથી વિલેપન કર્યું. ત્યાર પછી ઉત્તમ વસ્ત્રો,દિવ્ય આભૂષણો અને પુષ્પમાળા વડે અલંકૃત થયેલા પ્રભુને સુવર્ણની સાંકળથી શોભી રહેલા. ઉત્તમ હાથી ઉપર બેસાડ્યા. સેવકોએ પ્રભુના મસ્તક ઉપર રમણીય છત્ર ધારણ કર્યું, ચંદ્રનાં કિરણો જેવાં સફેદ ચામરો વીંઝવા લાગ્યા, વાજિંત્રો મધુર સ્વરે વાગવા લાગ્યાં, વિવિધ પ્રકારના મનોહર નાચ થવા લાગ્યા, યાચકોને ઇચ્છિત દાન આપવા લાગ્યા, ચતુરંગી સેનાથી પરિવરેલા શ્રી વર્ધમાન કુમાર આવી રીતે મહોત્સવ પૂર્વક પંડિતને ઘેર પધાર્યા. પંડિત પણ લલાટાદિમાં ચંદનનાં તિલક કરી, પર્વ દિવસે પહેરવાનાં ઉત્તમ અને સ્વચ્છ વસ્ત્રો પહેરી આભૂષણોથી અલંકૃત બની, શ્રીવર્ધમાન કુમારના આગમનની રાહ જોઈ પ્રથમથી તૈયાર થઈને બેઠો હતો. પ્રભુ પાઠશાળામાં આવી યોગ્ય સ્થાને બેઠા. હવે આ વખતે વાયુથી ઉડતી પતાકા, સમુદ્રમાં સંક્રમેલ ચન્દ્રમાનું પ્રતિબિંબ, મદોન્મત્ત હાથીના કાને, સ્ત્રીનું ચિત્ત, પીપળાનું પાન અને કપટીના ધ્યાનની જેમ, ઇન્દ્રનું સિંહાસન પ્રભુના પ્રૌઢ પ્રભાવથી ચલાયમાન થયું. પોતાનું અચળ પણ સિંહાસન આવી રીતે અકસ્માત્ ચલાયમાન થયેલું જોઈ ઇન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી પ્રભુનો સંબંધ જાણી અતિશય વિસ્મય પામ્યો, એ દેવોની સમક્ષ બોલ્યો કે-“હે દેવો, જુઓ તો ખરા!ત્રણ જ્ઞાનના ધણી અને સર્વ શાસ્ત્રોના પારગામી તીર્થંકર પ્રભુને પણ માતા-પિતાએ મોહવશ થઇ અલ્પ વિદ્યાવાળા એક સાધારણ મનુષ્ય પાસે ભણવા મોકલ્યા! આ તો ઠીક થતું નથી, કારણ કે આંબા પર તોરણ બાંધવું, અમૃતમાં મીઠાશ લાવવા બીજી ચીજો નાખવી, સરસ્વતીને ભણાવવી, અને ચન્દ્રની અંદર સફેદ ગુણનું આરોપણ કરવું જેમ નકામું છે, તેમ તીર્થંકર પ્રભુ સ્વયં જ્ઞાની હોવા છતાં તેમને પાઠશાળામાં ભણવા માટે મોકલવાનું કાર્ય નિરર્થક છે. પ્રભુ આગળ જે વચનોનો આડંબર કરવો તે માતા આગળ મામાનું વર્ણન કરાવ જેવું, લંકાનિવાસી મનુષ્ય આગળ સમુદ્રના કલ્લોલનું વર્ણન કરવા જેવું, અને સમુદ્ર આગળ લવણનું ભેટથું મૂકવા જેવું નિરર્થક છે; કારણ કે-જિનેશ્વરો તો ભણ્યા વિના જ સર્વ શાસ્ત્રોના પારગામી, દ્રવ્ય વિના પણ પરમેશ્વર, અને આભૂષણો વિના પણ મનોહર હોય છે. માટે મારી ફરજ છે કે, પ્રભુનો અવિનય ન થવા દેવો જોઇએ.” આ પ્રમાણે દેવસભામાં પ્રભુના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy