SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ************(શ્રવણ ભૂ મિ અ************ દેવાએ પ્રભુનું નામ વીર કેવી રીતે પડ્યું? તે સંબંધમાં આ પ્રમાણે સંપ્રદાય છે દેવો, અસુરો અને નરેશ્વરોએ કર્યો છે જન્મોત્સવ જેમનો એવા પ્રભુ દાસ-દાસીઓ વડે પરિવરેલા અને સેવકો વડે સેવાતા બીજના ચન્દ્રમા પેઠે તથા કલ્પવૃક્ષના અંકુરા પેઠે દિવસે દિવસે વધવા લાગ્યા. પ્રભુ બાળક હતા તે સમયે પણ મહાન્ તેજસ્વી, ચંદ્રમા સરખા મનોહર મુખવાળા, સુન્દર નેત્રવાળા, ભ્રમર સમાન શ્યામ કેશવાળા, પરવાળા જેવા લાલા હોઠવાળા, હાથીની ગતિ જેવી મનોહર ગતિવાળા, કમળ જેવા કોમળ હાથવાળા, સફેદદાંતવાળા, સુગંધ વાસવાળા, દેવો કરતાં પણ અધિક રૂપવાળા, જાતિસ્મરણયુક્ત ત્રણ જ્ઞાન વડે શોભતા, નિરોગી, ધર્ય, ગાંભીર્યાદિ ગુણોના નિધિ, અને જગતને વિષે તિલક સમાન હતા. હવે આવી રીતે મોટા થતાં પ્રભુ આઠેક વરસના થયા. ત્યારે પોતે રમ્મત-ગમ્મતમાં આસક્તિરહિત હોવા છતાં પણ સરખી ઉંમરના કુમારોના અતિ આગ્રહથી તેઓ સાથે ક્રીડા કરતા આમલકી ક્રીડા કરવા માટે એટલે વૃક્ષ પર ચડવાની તથા વૃક્ષની ડાળીઓ ટપવાની રમ્મત કરવા માટે નગર બહાર ગયા. ત્યાં પ્રભુ તથા બીજા કુમારો વૃક્ષ પર ચડવું-કૂદવું પ્રમુખ રમ્મત કરવા લાગ્યા. હવે આ વખતે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં પ્રભુના ધર્મગુણની પ્રશંસા કરવા લાગ્યો કે-“હે દેવો? હમણાંના કાળમાં મનુષ્યલોકમાં શ્રીવર્ધમાન કુમાર બાળક હોવા છતાં મહાપરાક્રમી છે, તેમને ઇન્દ્રાદિ દેવો પણ બીવરાવાને અસમર્થ છે, અહા ! નાની ઉંમરમાં પણ કેવા પરાક્રમી છે? બાળક હોવા છતાં પણ કેવા ધર્યશાળી છે.” આવાં સૌધર્મેન્દ્રનાં વચન સાંભળી કોઈ મિથ્યાષ્ટિ દેવ વિચારવા લાગ્યો કે-“અરે! ઇન્દ્રને પોતાની ઠકુરાઇના ગર્વથી નિરંકુશ વચનોની ચતુરાઇ આવી હોય એમ લાગે છે. રૂના પુમડાથી નગરને દાટી દેવા જેવા આવા મૂર્ખાઈ ભરેલાં વચનોની કોણ બુદ્ધિમાનું શ્રદ્ધા કરે. એક પામર કીડા સરખા માનવીને દેવો કરતાં પણ કેટલી હદે ચડાવી દે છે. શું એક માનવી-બાળકનું ધર્ય દેવો પણ ચલાયમાન ન કરી શકે એ માનવા યોગ્ય છે, નહિ નહિ, માટે હું હમણાં જ ત્યાં જઈ તે કુમારને બીવરાવી ઇન્દ્રનું વચન જૂઠું પાડું.” આ પ્રમાણે વિચાર કરી તે દેવકુમારો રમી રહ્યા હતા ત્યાં આવ્યો, અને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા ચળકતા મણિવાળા ભયંકર ફૂંફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, ક્રૂર આકૃતિવાળા, અને વિસ્તૃત ફણાવળા, આવા પ્રકારના મોટા સર્પનું રૂપ બનાવીને તેણે ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આવો ભયંકર સર્પ જોઇ ભયભીત બનેલા બધા કુમારો રમત પડતી મૂકી ત્યાંથી નાસી ગયા, પરંતુ મહાપરાક્રમી ધર્યશાલી શ્રીવર્ધમાન કુમારે જરા પણ ડર્યા વગર પોતે ત્યાં જઇ તે સર્પને પોતાને હાથે પકડી દૂર ફેંકી દીધો. આવી રીતે સર્પને દૂર ફેંકી દીધેલો જોઈ નિર્ભય બનેલા કુમારો પાછા એકઠા થઈ ગયા, અને રમ્મત ચાલુ કરી દીધી. તે દેવે વિચાર્યું કે - વર્ધમાન કુમાર આવી રીતે તો ન ડર્યા, માટે બીજી રીતે બીવરાવું.' આ વખતે એકઠા થયેલાં કુમારો દડાની રમ્મત કરી રહ્યા હતા, દેવ પણ કુમારનું રૂપ વિદુર્વાતિઓ સાથે ભળી ગયો, અને તેઓ સાથે રમવા લાગ્યો. દડાની રમ્મતમાં તેઓએ એવી શરત કરી હતી કે-જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમાર બનેલો તે દેવ શ્રીવર્ધમાનકુમાર સાથે દડાથી રમતો થકી હારી ગયો, ત્યારે હું હાર્યો અને વર્ધમાન કુમાર જીત્યા' એમ બોલતો તે કુમાર બનેલો દેવ શ્રીવર્ધમાન કુમારને પોતાના ખભા ઉપર બેસાડી પ્રભુને બીવરાવવા માટે દેવશક્તિથી સાત તાડ જેટલાં ઉંચા શરીરવાળો થઇ ગયો. પ્રભુએ તે સ્વરૂપ જાણીને વજ જેવી કઠોર મુષ્ટિથી તેની પીઠ પર એવો પ્રહાર કર્યો કે, જે પ્રહારની વેદનાથી ચીસ પાડતો અને પીડાએલો તે દેવ મચ્છરની જેમ સંકોચાઈ ગયો. પ્રભુનું આ પરાક્રમ અને ધર્મ પ્રત્યક્ષ દેખી ઇન્દ્રના વચનને સત્ય માનતા તે દેવે પોતાનું સ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy