SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ *************( વટખૂણમ રે અમર કરે (તe of સે સિદ્ધયે CI) હવે તે સિદ્ધાર્થ રાજા (ઇવડા વડ્ડમાળ) દસ દિવસ સુધીની મહોત્સવરૂપ કુળમર્યાદા પ્રવર્તતી હતી, ત્યારે (સ$ H Is Mવાહરણ આ ગાણ 1,) સેંકડો, હજારો અને લાખો પરિમાણવાળા યાગોને એટલે જિનપ્રતિમાની પૂજાઓને પોતે કરે છે તથા બીજાઓ પાસે કરાવે છે. અહીં યાગ શબ્દનો ‘જિનપ્રતિમાની પૂજા’ એ પ્રમાણે જ અર્થ કરવો, કારણ કે મહાવીરનાં માતા-પિતા પાર્શ્વનાથ પ્રભુનાં સંતાનીય શ્રાવક હતાં, એમ આચારાંગસૂત્રમાં કહ્યું છે. આ પ્રમાણે આચારાંગ સૂત્રની શાખે તેઓ શ્રાવક હોવાનું નિશ્ચિત હોવાથી અને શ્રાવકને બીજા યાગોનો અસંભવ હોવાથી, અહીં યાગ શબ્દનો “જિનપ્રતિમાની પૂજા' એવો જ અર્થ કરવો. વળી ‘યાગ' શબ્દમાં ‘ય’ ધાતુનો અર્થ પૂજા થાય છે, તેથી યોગ શબ્દથી “જિનપ્રતિમાની પૂજા' એવો અર્થ સમજવો. (વા માટે 4) પર્વાદિ દિવસે કાઢેલ દ્રવ્યનું તથા મેળવેળ દ્રવ્યના ભાગનું દાન (ડવમાને જવવામાને ) પોતે આપે છે તથા બીજાઓ પાસે અપાવે છે. (જરૂણ આ સાહસિંહ અસવાસણ નંમે) વળી સેંકડો, હજારો અને લાખો વધામણાંને (ડિમાને ) પોતે ગ્રહણ કરે છે (TdSામાને ) તથા બીજા નોકર વિગેરે પાસે ગ્રહણ કરાવે છે. (ર્વ વા વિર) આવી રીતે દસ દિવસ સુધી કુળમર્યાદાને કર્યા પછી સિદ્ધાર્થ રાજા વિચરે છે. ૧૦૩. तएणं समणस्स भगवओ महावीरस्स अम्मा-पियरो पढमे दिवसे ठिइवडियं करेन्ति।तइए दिवसे चंदसूरदंसणियं करेन्ति। छठे दिवसे धम्मजागरियं जागरेन्ति। एक्कारसमे दिवसे विइक्वंते निव्वत्तिए असुइजम्मकम्मकरणे, संपत्ते बारसाहे दिवसे विउलं असण-पाणखाइम-साइमं उवक्खडावेन्ति।उवक्खडावित्ता मित्त-नाइ-नियग-सयण-संबंधि परिजणं नाए अखत्तिए अ आमंतेन्ति।आमंतित्ता, तओ पच्छा व्हाया, कयवलिकम्मा, कयकोउय-मंगलपायच्छित्ता, सुद्धप्पावेसाई मंगल्लाइं पवराई वत्थाई परिहिया, अप्पमहग्याभरणालंकियसरीरा, भोअणवेलाए भोअणमंडवंसि सुहासणवरगया, तेणं मित्त-नाइ-नियगसयण--संबंधि-परिजणेणं नाएहिं खत्तिएहिं सद्धिं तं विउलं असणं पाणं खाइमं साइमं आसाएमाणा, विसाएमाणा, परिभुजेमाणा परिभाएमाणा, एवं वा विहरन्ति॥ ५।८।१०४॥ (તi સમક્ષ માવો મહાવીરૂ અ-fપવો) હવે શ્રમણ ભગવાન મહાવીરના માતા પિતા (૫તમે દિવસે) પ્રભુના જન્મને પહેલે દિવસ (વિડિä »ન્ત) કુળમર્યાદા કરે છે, અર્થાત્ પુત્રજન્મને ઉચિત એવી કુળક્રમથી આવેલી ક્રિયા કરે છે. (તવિસે) ત્યાર પછી ત્રીજે દિવસે (વંદ્ર-સૂરવંવંન્તિ ) ચન્દ્રમા અને સૂર્યના દર્શનરૂપ ઉત્સવ વિશેષ કરે છે. તેનો વિધિ આ પ્રમાણે- પુત્રજન્મથી બે દિવસ ગયા બાદ ત્રીજે દિવસે વડિલ, ગૃહસ્થ એવો ગુરુ અરિહંત પ્રભુની પ્રતિમા આગળ સ્ફટિક અથવા રૂપાની બનાવેલી ચન્દ્રમાની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી- પૂજી વિધિપૂર્વક સ્થાપન કરે. ત્યાર પછી સ્નાન કરેલી અને વસ્ત્રો તથા આભૂષણોથી વિભૂષિત થયેલી એવી પુત્રસહિત માતાને ચન્દ્રનો ઉદય થતાં પ્રત્યક્ષ ચન્દ્રની સન્મુખ લઇ જઇને “વન્દ્રોડક્ષિ, નિશદિરોડલિ, નક્ષત્રપતિ, સુઘહિરો, ગૌષધનમાઁfa, Sચ વૃદ્ધિ કુરુ કુરુ સ્વાહા” ઇત્યાદિ ચન્દ્રની મંત્ર ઉચ્ચારતો વડિલ માતાને તથા પુત્રને ચન્દ્રનું દર્શન કરાવે, અને પુત્ર સહિત માતા વડિલને નમસ્કાર કરે ત્યારે ૧. જુઓ શ્રીઆચારાંગસૂત્ર, દ્વિતીય શ્રુતસ્કંધ, ચૂલિકા, પંદરમું અધ્યયન, પત્ર ૪૨૨, (પ્રકાશક-શ્રીઆગોદય સમિતિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy