SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रम् લઇ પૂર્વદિશા સન્મુખ બેઠો. આ વખતે દસ વૈમાનિક, વીશ ભવનપતિ, બત્રીશ વ્યંતર, અને બે જ્યોતિષ્ક, એ પ્રમાણે ચોસઠ ઇન્દ્રો પ્રભુના ચરણ સમીપે એકઠા થયા. ત્યાર પછી અચ્યુતેન્દ્ર આભિયોગિક દેવો પાસે-સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, રત્ન અને રૂપાના, સુવર્ણ રત્ન અને રૂપાના, તથા માટીના; એવી રીતે એક યોજનના મુખવાળા આઠ જાતિના ક્ળશો, પ્રત્યેક જાતિના એક હજારને આઠ આઠ સંખ્યાના મંગાવ્યા. વળી ભંગાર એટલે કળશવિશેષ, દર્પણ, રત્નના કરંડિયા, સુપ્રતિષ્ઠ એટલે ભાજનવિશેષ થાળ, પાત્રી એટલે ભાજનવિશેષ, અને પુષ્પોની છાબડી વિગેરે પૂજાનાં ઉપકરણો કળશની પેઠે દરેક આઠ આઠ જાતિનાં અને પ્રત્યેક જાતિનાં એક હજારને આઠ આઠ સંખ્યાનાં મંગાવ્યાં. વળી માગધ વિગેરે તીર્થોની માટી જળ, ગંગા વિગેરે મહાનદીઓનાં કમળ અને જળ, પદ્મહૃદ વિગેરેનાં કમળ અને જળ, તથા ક્ષુહિમવંત વર્ષધર વૈતાઢ્ય વિજય અને વક્ષસ્કારાદિ પર્વતો ઉપરથી સરસવ પુષ્પો, સુગંધી પદાર્થો અને સર્વ પ્રકારની ઔષધીઓને મંગાવી લીધી. આભિયોગિક દેવોએ પ્રભુને સ્નાન કરાવવા માટે સર્વ કળશો ક્ષીરસમુદ્રાદિ જળથી ભરીને તૈયાર રાખ્યા હતા. આવી રીતે અનેક તીર્થોના જળથી ભરેલા કળશો રાખેલા છે વક્ષ:સ્થળ પાસે જેઓએ એવા તે દેવો જાણે સંસાર સમુદ્રને ત૨વા માટે ઘડા ધારણ કર્યા હોયની એવા શોભવા લાગ્યા. હવે આ અવસરે ભક્તિથી કોમળ ચિત્તવાળા શક્રને શંકા ઉત્પન્ન થઇ કે ‘‘લઘુ શરીરવાળા પ્રભુ આટલો બધો જળનો ભાર શી રીતે સહન કરી શકશે?’' આ પ્રમાણે ઇન્દ્રને થયેલો સંશય દૂર કરના માટે પ્રભુએ પોતાના ડાબા પગના અંગૂઠાના અગ્રભાગથી મેરુ પર્વતને દબાવ્યો, એટલામાં તો પ્રભુના અતુલ બળથી આખો મેરુ પર્વત કંપી ઉઠ્યો, પર્વતના શિખરો ચોતરફથી પડવા લાગ્યા, પર્વત કંપાયમાન થતાં પૃથ્વી પણ કમ્પી ઉઠી, સમુદ્ર ખળભળી ગયો, બ્રહ્માંડ ફૂટી જાય એવા ઘોર શબ્દ થવા લાગ્યા, અને દેવો પણ ભયવિહ્રલ બની ગયા. આ વખતે ઇન્દ્રને ક્રોધ ચડ્યો કે, અરે! આ પવિત્ર શાન્તિક્રિયા સમયે કોણે ઉત્પાત કર્યો? એવી રીતે વિચારતા ઇન્દ્રે જ્યારે અવધિજ્ઞાનથી જોયું ત્યારે પ્રભુના પરાક્રમની લીલા તેના જાણવામાં આવી. પછી ઇન્દ્રે પ્રભુને કહ્યું કે, “હે નાથ! અસામાન્ય એવું આપનું માહાત્મ્ય મારા જેવો સામાન્ય પ્રાણી શી રીતે જાણી શકે? અહો! તીર્થંકરનું અનન્ત બળ મેં ન જાણ્યું, માટે મેં જે આવું વિપરીત ચિંતવ્યું તે મારું મિથ્યા દુષ્કૃત હોજો, હે પ્રભુ! હું આપની પાસે મારા અપરાધની ક્ષમા માંગુ છું.’’ આ પ્રમાણે ઇન્દ્રે પ્રભુ પાસે ક્ષમા માગી. ત્યાર પછી પહેલાં અચ્યુતેંદ્ર પ્રભુને સ્નાન કરાવ્યું, અને પછી અનુક્રમે બીજા ઇન્દ્રો યાવત્ છેક ચન્દ્ર સૂર્યાદિકે પ્રભુને સ્નાન કરાવ્યું. ત્યાર પછી શક્ર પોતે ચાર વૃષભનું રૂપ કરીને તેઓનાં આઠ શીંગડાઓમાંથી પડતાં જળ વડે પ્રભુને અભિષેક કર્યો. દેવોને જે વિબુધ-પંડિત કહ્યા છે તે સત્ય જ છે, કારણ કે તેઓ ચરમ તીર્થંકરને જળ વડે સ્નાન કરાવતાં પોતે નિર્મલ બન્યા. પછી દેવોએ મંગળદીવો અને આરતી ઉતારીને નાચ ગાયન વાજિંત્રાદિકથી વિવિધ પ્રકારે મહોત્સવ કર્યો. ત્યાર પછી ઇન્દ્ર ગંધાકાષાયી નામના દિવ્ય વસ્ર વડે પ્રભુના શરીને લૂંછી, ચંદાનાદિ વડે વિલેપન કરી, પુષ્પાદિ વડે પૂજા કરી. ત્યાર બાદ પ્રભુની સન્મુખ રત્નના પાટલા પર રૂપાના ચોખાએ કરીને-દર્પણ, વર્ધમાન, કળશ, મત્સ્યયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક, નન્દાવર્ત અને સિંહાસન, એ અષ્ટમંગળ આલેખીને પ્રભુની સ્તુતિ કરી. ત્યાર પછી ઇન્દ્રે પ્રભુને માતા પાસે લાવીને મૂક્યા અને પોતાની શક્તિથી પ્રભુનું પ્રતિબિમ્બ તથા અવસ્વાપિની નિદ્રા સંહરી લીધી. ત્યાર પછી ઇન્દ્રે ઓશીકા નીચે બે કુંડલ અને રેશમી કપડાંની જોડી મૂકી, પ્રભુની દૃષ્ટિને વિનોદ આપવા માટે ઉપરના રૂપની વૃષ્ટિ કરી. ત્યાર પછી ઇન્દ્રે આભિયોગિક દેવો પાસે મોટા સાદે આ પ્રમાણે ઉદ્ઘોષણ કરાવી કે- પ્રભુ અને પ્રભુની માતાનું જે કોઈ અશુભ ચિંતવશે 3535 1024* Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy