SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ મમમમમ શ્રીવલ્પસૂત્રમ્ ચિત્ર ચિત્રકનકા શતેરા અને વસુદામિની, એ નામની ચાર દિમારીઓ રુચક પર્વતની વિદિશાઓ થકી આવીને હાથમાં દીપક લઇ ઈશાન વિગેરે વિદિશાઓમાં ઉભી રહે છે. ૫૨. રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી, એ નામની ચાર દિક્કુમારીઓએ રુચકદ્વીપ થકી આવીને ભગવંતાના નાળને ચાર અંગુલથી છેદે છેદીને ખોદેલા ખાડામાં દાટી તથા તે ખાડાને વૈસૂર્ય રત્નોથી પૂરીને તે ઉપર પીઠ બનાવ્યું, અને તે દૂર્વાથી બાંધ્યુ. ૫૬. ત્યાર પછી તે દિક્કુમારીઓ જિનેશ્વર પ્રભુના જન્મઘરની પૂર્વ દિશા કે દક્ષિણ દિશા અને ઉત્તર દિશામાં કેળના ત્રણ ઘર બનાવે છે, તેઓમાંથી દક્ષિણદિશા તરફના ઘરમાં સિંહાસન ઉપર પ્રભુને તથા માતાને બેસાડી બન્નેને સુગંધી તેલથી મર્દન કરે છે, ત્યાર પછી પૂર્વદિશા તરફના કેળના ઘરમાં લઇ જઇને સ્નાન કરાવી વિલેપન કરી કપડાં તથા આભૂષણો પહેરાવે છે, ત્યાર પછી ઉત્તર દિશામાં બનાવેલા કેળના ઘરમાં લઇ જઇને ભગવંતને તથા માતાને સિંહાસન ઉપર બેસાડી, અરણિનાં બે કાષ્ટો ઘસીને તેમાંથી અગ્નિ નીપજાવી ઉત્તમ ચંદન વડે હોમ કરી, તે અગ્નિ રાખ વડે દિક્કુમા૨ીઓ પ્રભુને તથા માતાને હાથે રક્ષા પોટલી બાંધે છે. ત્યાર પછી તે દિર્કીમારીઓ રત્નના બે ગોળાઓ અફળાવતી ‘“તમે પર્વત જેટલાં દીર્ઘાયુષી થાઓ,’’ એમ કહીને પ્રભુને તથા માતાને જન્મસ્થાનકે મૂકીને પોતપોતાની દિશામાં રહી ગતિમાન કરે છે. એ પ્રત્યેક દિક્કુમારી સાથે ચાર હજાર સામાનિક દેવો, ચાર મહત્તરાઓ, સોળ હજાર અંગરક્ષકો, સાત સેનાઓ, સાત સેનાપતિ તથા બીજા પણ મહર્ષિકો દેવો હોય છે. વળી તે દિક્કુમારીઓ આભિયોગિક દેવોએ બનાવેલા યોજન પ્રમાણ વિમાનોમાં બેસીને જન્મ મહોત્સવ કરવા આવે છે. એવી રીતે દિક્કુમારીઓએ મહોત્સવ કર્યો. ત્યાર પછી સૌધર્મેન્દ્રનું પર્વત સમાન નિશ્છલ પણ શક્ર નામનું સિંહાસન ચલાયમાન થયું, ત્યારે ઈન્દ્રે અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકી ચ૨મ જિનેશ્વરનો જન્મ થયેલો જાણ્યો. ત્યાર પછી ઇન્દ્ર હરિણગમેષી દેવ પાસે એક યોજન પરિમંડલવાળો સુધોષા નામનો ઘંટ વગડાવ્યો, અને તેથી સર્વ વિમાનોમાં રહેલાં ઘંટ વાગવા લાગ્યા. પોતપોતાના વિમાનમાં થતા ઘંટનાદથી દેવો ઇન્દ્રનું કાર્ય જાણી એકઠા થયા, ત્યારે હરિણેગમેષીએ ઇન્દ્રનો હુકમ સંભળાવ્યો. તીર્થંકરનો જન્મ મહોત્સવ કરવાને જવા માટે ઇન્દ્રનો હુકમ સાંભળી તે દેવો હર્ષવંત થયા અને ચાલવાની તૈયારી કરવા લાગ્યા. હવે પાલક નામના દેવે બનાવેલા અને લાખ યોજનના પ્રમાણવાળા પાલક નામના વિમાન ઉપર ચડીને ઇન્દ્ર સિંહાસન ઉપર બેઠો. તે પાલક વિમાનમાં ઇન્દ્રના સિંહાસનની સન્મુખ ઇન્દ્રની આઠ અગ્રમહિષીઓના આઠ ભદ્રાસન હતાં. ડાબી બાજુમાં ચોરાશી હજાર ભદ્રાસન હતાં. જમણી બાજુમાં અત્યંતર પર્ષદાના બાર હજાર ભદ્રાસન, મધ્યમ પર્ષદાના ચૌદ હજાર દેવોના ચૌદ હજાર ભદ્રાસન અને બાહ્ય પર્ષદાના સોળ હજાર ભદ્રાસન હતાં. ફળના ભાગમાં સાત સેનાપતિઓનાં સાત ભદ્રાસન હતાં. અને ચારે દિશાઓમાં પ્રત્યેક દિશાને વિષે ચૌરાશી હજાર આત્મરક્ષક દેવોનાં ચોરાસી હજાર ભદ્રાસન હતાં. આ પ્રમાણે પોતાના પરિવારના દેવોથી અને બીજા પણ કરોડો દેવોથી પરિવરેલો, તથા ગવાતા છે ગુણો જેના એવો તે ઇન્દ્ર ત્યાંથી ચાલ્યો; તથા બીજા પણ દેવો ત્યાંથી ચાલવા લાગ્યા. કેટલાક દેવો ઇન્દ્રના હુકમથી ચાલ્યા, કેટલાક મિત્રના વચનથી, કેટલાક પોતાની પ્રિયાની પ્રેરણાથી, કેટલાક આત્મિકભાવથી, કેટલાએ કૌતુકથી બેસીને કેટલાએ અપૂર્વ આશ્ચર્યથી અને કેટલાએ ભક્તિથી, આવી રીતે સર્વ દેવો વિવિધ પ્રકારના વાહન ઉપર બેસીને ચાલવા લાગ્યા. તે વખતે વાગી રહેલા ભિન્ન-ભિન્ન જાતિના વાજિંત્રોથી, ઘંટનાદોથી, અને દેવોના કોલાહલથી આખું બ્રહ્માંડ શબ્દમય બની ગયું. તેઓમાંથી સિંહની Jain Education International $44$ 100 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy