SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रम् ॥ अथ पञ्चमं व्याख्यानम् ॥ समभवं महावीरे जाए सा णं रयणी बहूहिं देवेहिं देवीहिं य ओवयंतेहिं उप्पयंतेहि य उप्पिजलमाणभूया कहकहगभूया आवि हुत्था ॥ ५ । १।९७॥ (નંદ્યખિત્તળ) જે રાત્રિને વિષે (સમળે માંમહાવીરે ઝા) શ્રમણ ભગવાન મહાવીર જન્મ્યા (સાળંરાળી) તે રાત્રિ (વદ્ધિ ટેવેર્તિ તેવીદિ ય ોવયંàહિં ઝપ્પદંતેહિ દ્ય) પ્રભુના જન્મોત્સવ માટે નીચે ઉતરતા અને ઉંચે ચડતા એવા ઘણા દેવો અને દેવીઓથી (મ્પિંગલમાળમૂવા મૂવા આવિ હત્યા) જાણે અતિશય આકુળ થઇ હોયની! તથા આનંદથી ફેલાઇ રહેલા હાસ્યાદિ અવ્યક્ત શબ્દોથી જાણે કોલાહલમય બની ગઇ હોયની! એવી થઇ. આ સૂત્ર વડે, દેવતાઓએ પ્રભુનો જન્મોત્સવ વિસ્તાર સહિત કર્યો એમ સૂચવ્યું, તે વિસ્તાર આ પ્રમાણેપ્રભુના જન્મ સમયે અચેતન પણ દિશાઓ જાણે હર્ષિત થઇ હોયની! એવી રમણીય દેખાવા લાગી, વાયરો સુખકર અને મંદ-મંદ વાવા લાગ્યો, ત્રણે જગત ઉદ્યોતમય થઇ ગયાં, આકાશમાં દુંદુભિના કર્ણપ્રિય નાદ થવા લાગ્યા, પૃથ્વી ઉચ્છ્વાસને પામી, અને દુઃખવ્યાસ નારકીના જીવોને પણ તે સમયે આનંદ પ્રવર્તો. તીર્થંકરના જન્મના સૂતિકર્મ માટે પહેલાં તો છપ્પન દિક્કુમારીઓ આવીને પોતાનો શાશ્વત આચાર કરે છે. તે આ પ્રમાણે શ્રીમહાવીર પ્રભુના જન્મ સમયે છપ્પન દિક્કુમારીઓનાં આસન કંપવાથી અવધિજ્ઞાનથી શ્રી અરિહંત પ્રભુનો જન્મ થયેલો જાણી તે છપ્પન દિક્કુમારીઓ હર્ષપૂર્વક સૂતિકાઘરને વિષે આવી. તેઓમાં- ભોગંકરા ભોગવતી સુભોગા ભોગમાલિની સુવત્સા વત્સમિત્રા પુષ્પમાળા અને અનિદિતા, એ નામની આઠ દિક્કુમારીઓએ અધોલોક થકી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરીને ઈશાન દિશામાં સૂતિકાઘર બનાવ્યું, તથા તે સૂતિકાઘરથી એક યોજન સુધી ચારે તરફ જમીનને સંવર્ત વાયુ વડે શુદ્ધ કરી ૮. મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિયેણા, અને બલાહિકા, એ નામની આઠ દિક્કુમારીઓ ઊર્ધ્વલોક થકી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમન કરીને સુગંધી જળ તથા પુષ્પોની વૃષ્ટિ કરી .૧૬. નંદા, ઉત્તરાનંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી, અને અપરાજિતા, એ નામની આઠ દિક્કુમારીઓ પૂર્વદિશાના રુચક પર્વત થતી આવીને મુખ જોવા માટે આગળ દર્પણ ધારણ કરે છે .૨૪. સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા એ, નામની આઠ દિક્કુમારીઓ દક્ષિણ દિશાના રુચક પર્વત થકી આવીને સ્નાન માટે જળથી ભરેલા કળશોને ધારણ કરી ગીતગાન કરે છે. ૩૨. ઇલાદેવી, સુરાદેવી, પૃથિવી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા એ નામની આઠ દિક્કુમારીઓ પશ્ચિમ દિશાના રુચક પર્વત થકી આવીને પ્રભુને તથા માતાને પવન નાખવા માટે હાથમાં વીંઝણા લઇને ઉભી રહે છે. ૪૦. અલંબુસા, મિતકેશી, પુંડરિકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને ટ્ટી, એ નામની આઠ દિક્કુમારીઓ ઉત્તર દિશાના રુચક પર્વતથી આવીને ચામર વીંઝે છે. ૪૮. Jain Education International 99 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy