SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ***********(જીવDWખૂણમ ************* (ત સાતિના વત્તિવાળો) ત્યાર પછી તે ત્રિસલા ખત્તિયાણીએ સ્નાન કર્યું. (ાવતમ્મા) ત્યાર બાદ કર્યું છે બલિકર્મ એટલે ઇષ્ટદેવનું પૂજન જેણીએ એવી, (વેવડ-મંગલપવિડિત્તા) સકળ વિઘ્નોનો વિનાશ માટે કર્યા છે તિલક વિગેરે કૌતુકો અને દહીં, ધ્રો, અક્ષત વિગેરે મંગળરૂપ પ્રાયશ્ચિત્તો જેણીએ, એવી (સલ્વાનંછા વિસૂલવા) અને સર્વ અલંકારો વડે વિભૂષિત થઇ છતાં (તં ગમે) તે ગર્ભનું નીચે બતાવેલા પ્રકારના આહારદિથી પોષણ કરે છે (નામીણfé) અતિ ઠંડા નહિ, ( નાહિં ) અતિ ગરમ નહિ, (નાવડુfé) અતિ મીઠા નહિ, (નાનિcfk) અતિ ચીકાશવાળા નહિ, (નાળુdવેડિં) અતિ લૂખા નહિ, (નાઈજેéિ) અતિ લીલા નહિ, (નાફસુવfé) અતિ શુષ્ક-સૂકા નહિ, આવા પ્રકારના આહારાદિ વડે ત્રિશલા ક્ષત્રિયાણી ગર્ભનું પોષણ કરે છે. અતિ ઠંડા, અતિ ગરમ, વિગેરે પ્રકારના આહારાદિગર્ભને હિતકારી નથી; કારણ કે તેમાં કેટલાક વાયુ કરનારા, કેટલાએક પિત્ત કરનારા, અને કેટલાએક કફ કરનારા છે. વાગભટ્ટ નામના વૈદ્યક ગ્રંથમાં કહ્યું છે કે “વાર્તક મવેતાર્મ યુન-ડધ-દ-વામિન:પિત્તલૈ રવતિ. ઉપર, famg: Blfમઃ ? अति लवणं नेत्रहरं, अतिशीतं मास्तं प्रकोपयति। अत्युष्णं हरति बलं, अतिकामं जीवितं हरति ॥२॥" “ગર્ભવતી સ્ત્રી જો વાયુ કરનારા પદાર્થો ખાય તો ગર્ભ કૂબડો એટલે ખૂંધવાળો, આંધળો, જડબુદ્ધિવાળો એટલે મૂર્ખ, અને વામન ઠીંગણો થાય છે, પિત્ત કરનારા પદાર્થો ખાવાથી ગર્ભ ટાલવાળો અથવા પીળા વર્ણવાળો થાય છે, તથા કફ કરનારા પદાર્થો ખાવાથી ગર્ભ સફેદ કોઢવાળો અથવા પાંડુ રોગવાળો થાય છે. ૧. ગર્ભવતી સ્ત્રી જે અતિખારા પદાર્થ ખાય તો ગર્ભના નેત્રને હરણ કરનારા થાય છે. અતિ ઠંડો આહાર ગર્ભને વાયુનો પ્રકોપ કરે છે, અતિ ગરણ આહાર ગર્ભના બળને હરે છે, અને અતિ વિષયસેવન ગર્ભના જીવિતને હરે છે.. વળી-મૈથુન સેવન, પાલખી વિગેરે જાન પર બેસીને મુસાફરી કરવી, ઘોડો, ઊંટ વિગેરે વાહન પર બેસવું, માર્ગમાં ઘણું ચાલવું, ચાલતાં ખૂલન પામી-લચકાવું, પડી જવું, દબાવું, પેટ મસળાવવું, અથવા પેટમાં પીડ આવવી, અતિ દોડવું, અથડાવું, ઉચાંનીચું સૂવું, ઊંચી-નીચી જગ્યાએ બેસવું, સાંકડા સ્થાનમાં બેસવું, અથવા ઉભડક બેસવું, ઉપવાસ કરવા, વેગનો વિઘાત પામવો, અતિ લૂખો આહાર કરવો, અતિ કડવા પદાર્થો વાપરવા, અતિ તીખા પદાર્થ વાપરવા, અતિશય ભોજન કરવું, અતિ રાગ કરવો, અતિ શોક કરવો, અતિ ખારા પદાર્થો વાપરવા, અતિસાર રોગ થવો એટલે ઝાડા થવા, ઉલટી થવી, જુલાબ લેવો, હીંચકા ખાવા, અજીર્ણ થવું વિગેરે કારણોથી ગર્ભ પડી જાય છેગળી જાય છે. તેથી તે ત્રિશલા ક્ષત્રિયાણી ઉપર બતાવેલાં કારણોને નહિ સેવતાં ગર્ભને પોષે છે. વળી કેવા પ્રકારના આહારાદિથી ગર્ભનું પોષણ કરે છે? તે કહે છે (GઘૂમવમાસુfÉ મોવUT-S5aSાવળ-ગંઘ-મલ્જર્કિં) સર્વ ઋતુઓમાં સેવાતાં જે જે સુખકારી એટલે ગુણકારી એવા પ્રકારના ભોજન, વસ્ત્ર, સુગંધી અને પુષ્પમાળાઓ વડે તે ત્રિશલા ક્ષત્રિયાણી ગર્ભનું પોષણ કરે છે. કહ્યું છે કે " वर्षासु लवणममृतं, शरदि जलं गोपयश्च हेमन्ते। शिशिरे चामलकरसो, धृतं वसन्ते गुडश्चाऽन्ते॥१॥" વર્ષાઋતુમાં એટલે શ્રાવણ અને ભાદરવા માસમાં લવણ અમૃત સમાન છે, શરદ ઋતુમાં એટલે આસો અને કાર્તિક માસમાં જળ અમૃત સમાન છે. હેમંત ઋતુમાં એટલે માગસર અને પોષ માસમાં ગાયનું દૂધ અમૃત સમાન છે શિશિર ઋતુમાં એટલે મહા અને ફાગણ માસમાં ખાટો રસ અમૃત સમાન છે, વસંત ઋતુમાં એટલે ચૈત્ર અને વૈશાખ માસમાં ઘી અમૃત સમાન છે, અને ગ્રીષ્મ ઋતુમાં એટલે જેઠ અને અષાઢ માસમાં ગોળ અમૃત સમાન છે. ૧.” આવા પ્રકારના ગર્ભને હિતકારી એવા આહારાદિ વડે ગર્ભને પોષતાં ત્રિશલા ક્ષત્રિયાણી (વવવ -સોનુમોહ-મા-પરિસમા) દૂર થયા છે જવર વિગેરે રોગ ઇષ્ટ વિયોગાદિથી થતાં શોક, મોહ એટલે મૂર્છા, ભય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy