________________
ST
ભાષણાદિ ધર્મ લક્ષણમાં સાધુ હોય તેને અન્નાદિ પદાર્થ આપવા અને તેમની પાસેથી વિદ્યા લેવી ઈત્યાદિ તીર્થ કહેવાય છે.
ઇતિ સત્યાર્થ પ્રકાશ. / એકાદશ સમુલ્લાસઃ in પ્રશ્ન પ૪મું-ખરૂં તીર્થ કયું માનવું ?
ઉત્તર–ખરું તીર્થ અને ખરૂં સ્વરૂપ પૂર્વે સારી રીતે વિસ્તારથી કહેવાય ગયું છે, તે પણ ખરૂં તીર્થ જાણવાની ઈચછા હોય તે પ્રથમ તમારાજ મતના આધારે “અતિત્ય પુરાણ” માં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે અહિંયાં જણાવું છું. સાંભળો લેક:--
जंगमं स्थावरं चैव, द्विविधि तीर्थ मुच्यते;
जंगमं ऋषय स्तीथै, स्थावरं तं निषेवते ॥१॥ અહિયાં બે પ્રકારે તીર્થ કહેવામાં આવ્યાં છે. એક જંગમ તીર્થ અને બીજું સ્થાવર તીર્થ. જંગમ તીર્થ તે ઋષિઓ પતે; અને સ્થાવર તીર્થ તે ત્રાષિઓ જેનું સેવન કરે છે તે.
પ્રશ્ન પપ મું–જંગમ તીર્થનું સ્વરૂપ જણાવશે ?
ઉત્તર–સાંભળે-આવા ગુણવાળાને જંગમ તીર્થ કહેવામાં આવે છે.–કલેક--
अहिंसा सत्य मस्तेयं, ब्रह्मचर्य सुसंयमः ।। भिक्षावृती रताये च, तं तीर्थ जंगमं स्मृतं ॥२॥
અહિંસા, સત્ય, અદાવત, બ્રહ્મચર્ય. ઉત્તમ પ્રકારને સંયમ અને ભિક્ષાવ્રતિને વિષે રકત આટલા ગુણવાળા હોય તેને જંગમ તીર્થ કહીયે. પ્રશ્ન પ૬ મું—સ્થાવર તીર્થનું સ્વરૂપ શું ? ઉત્તર–
अगाध विमले शुद्धे सत्य शील समं हृदे :
स्थातव्य जंगम स्तीर्थे, ज्ञानार्जवदयावरै : જંગમ તીર્થના હૃદયરૂપી દ્રહમાં અગાધ નિર્મળ અને શુદ્ધ સત્ય. શીલ, સમ, જ્ઞાન, આર્જવ અને દયારૂપી સંપુર્ણ જળે સ્થાએં કહેતાં ભરેલ તેને સ્થાવર તીર્થ કહીયે.
એટલે જંગમ તીર્થ તે કૃષિ અને તેમાં રહેલા ગુણો તે સ્થાવર તીર્થ, અર્થાત સત્ય, શીલ, અમદમ, જ્ઞાનાર્જવ અને દયારૂપ જળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org