________________
क्षौरं मन्जन चारु चीर तिलकं गात्रं सुगंधा चिनं, कर्णे कुंडल मुद्रिका च मुकुटं पादौ च चर्मोचितौ; हस्ते खड्ग पटंबरे कटी छूरी विद्याविनोदं मुख,
तांबूलं मति शीलता चतुरता शृंगार तेषोडषः ॥२।।
આ પ્રકારે પુરૂષના સોળ શૃંગાર કહ્યા છે. તેમાં એટલું જ જાણવાનું છે કે સ્ત્રી અને પુરૂષના સેળ શૃંગારમાં આગેવાનપણામાં સ્નાન મુખ્યત્વે કહેલું છે, તે સ્નાનથી માંડી સોળે શણગાર મદને ઉત્પન્ન કરનાર અને કામને દીપાવનારદીપ્ત કરનાર, જેમ અગ્નિમાં વૃત્ત નાખવાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે તેમ વિષયાશકત સ્ત્રી પુરૂષને સ્નાનાદિ સેળે શણગાર કામરાગને, વિષયને પ્રદીપ્ત કરે છે, માટે યતિ- સાધુ-ત્યાગી-બ્રહ્મચારીને સ્નાન સર્વથા વર્જિત છે.
. પ્રશ્ન ૫૧ મું-સ્નાનથી કામ દીપ્ત થાય છે. મદને ઉત્પન્ન કરે છે એ શાસ્ત્રોકત દાખલે હોય તે જણાવશે ?
ઉત્તર જુઓ, જૈન સૂત્ર સૂયગડાંગજી અધ્યયન ૭ મે ગાથા ચૌદમીની ટાકામાં-બાબુવાળા છાપેલ પાને ૩૩૯ મે કહ્યું છે કે
यतीनां ब्रह्मचारिणा मुदकस्नानं दोपायैव ॥ तथा चोक्तं स्नानं मद दर्पकरं कामांगं प्रथमं स्मृतं;
तस्मान्कामं परित्यज्य न च स्नांति दमे रताः ॥१॥ યતિ–સાધુ અને બ્રહ્મચારીને ઉદક-જળ સ્નાન જે છે તે દોષ ભરેલું છે. કારણ કે સ્નાન તે કામ અને મદને દીપ્ત કરતા છે. કામના સળ અંગ છે તેમાં સ્નાન પહેલું અંગ કે જે કામની સ્મૃતિને કરનાર છે, તેટલા માટે કામને તજવાવાળાએ નચસ્નાન સ્નાન કરવું નહિ. પરંતુ ઇન્દ્રિઓને દમવામાં રક્ત રહેવું. કહો હવે કાંઈ કહેવાનું છે? ત્યાગીઓને કે બ્રહ્મચારીને સ્નાન કરવું કઈ પ્રકારે ઉચિત ગણાય તેમ છે? જૈન ધર્મના ત્યાગીઓ અને અન્ય ધર્મના ત્યાગીઓ, બ્રહ્મચારીઓ, બ્રહ્મચર્ય વ્રતના પાળવાવાળા ગમે તે મતના હોય તેને સ્નાન દ્રષ્ય અને ભાવે દોષિત કર્તા છે, એમ બંને પક્ષના શાસ્ત્રોથી સિદ્ધ થાય છે, તમામ ધર્મનાં શાસ્ત્રો સ્નાનનો નિષેધ કરે છે. એમ આપણે ઘણુ દાખલા-દલીલથી નિર્ણય કર્યું, તે પણ પ્રશ્નારને જે શંકા હોય તે પ્રગટ કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org