________________
પ્રશ્ન ૪૪ મું–જનના સાધુ જ્યારે દ્રવ્ય સ્નાન (જળ સ્નાન) કરતા નથી તે ભાવ સ્નાન કેવી રીતે કરે છે? એક તે તે જણાવે ?
ઉત્તર–જૈનના સાધુ ભાવ સ્નાન બે પ્રકારે કરે છે. એક દેશ સ્નાન ને બીજું સર્વ સ્નાન ?
પ્રશ્ન ૪૫ મું -દેશ સ્નાન કેવી રીતે ને સવ સ્નાન કેવી રીતે કરે છે તે તે જણાવે ?
ઉત્તર—જ્યારે ભિક્ષાર્થે કે દેહ ચિંતાદિ કારણે પિતાના મુકામથી બહાર જઈને પાછા આવે ત્યારે જતાં આવતાં અજાણપણે (કીડી કુંડું અદિની વિરાધના થઈ હોય ) પાપ લાગ્યું હોય તે પાપને ટાળવાને માટે ઈરિયાવહીનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અને લાગેલાં પાપના પ્રાય શ્ચિત ગમનાગમનની ચિતવણરૂપ ઈરિયાવહીના પાઠને કાઉસગ્ગ–એટલે કાયાને થતા ઉપસર્ગ સહન કરવાને તપ. તે એ રીતે કે અમુક સમય સુધી અડેલ વૃતિ એ ધ્યાનારૂઢ બની–શરીરને હલાવ્યા ચલાવ્યા વિના સ્થિર-સ્થાય વૃર્તિ એ આત્મ ચિતવણા કરી લાગેલા પાપની માફી મ ગવી તે જીની ક્ષમા ચાહવી. અને આત્માની સાક્ષીએ પરમાત્મા સિદ્ધ ભગવંત યા તીર્થકર દેવ યા ગુરૂ મહારાજની સમક્ષ બે હાથ જોડી લાગેલાં પાપની આલેચના કરી લાગેલાં પાપરૂપ મળને ત્યાગ કરવારૂપ દેશ સ્નાન જાણવું. દૃષ્ટાંત તરીકે -જેમ વ્યવહારમાં હાથપગાદિ કે અમુક અંગને છેડા જળથી સાફ કરવામાં આવે છે. અને વ્યવહારમાં શુદ્ધ ગણાય છે. તેમ અપ વખતનું અ૫ પાપ ટાળવાને માટે ઇરિયાવહીના પ્રત્તિકમણરૂપ દેશસ્નાન કહ્યું
પ્રશ્ન ૪૬ મું–જનના સાધુને ભાવથી સર્વ સ્નાન કરવાની વિધી કેવા પ્રકારની છે તે પણ જણાવશે ?
ઉત્તર–જનના સાધુને ભાવનાને હંમેશાં બે વખત કરવામાં આવે છે. એટલે આખા દિવસની અંદર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં પોતાના વ્રત નિયમ સંયમ ધર્મને વિષે મન, વચન ને કાયા વડે અતિચારાદિક દેષ લાગેલા હોય, અથવા હલણ ચલણાદિ ક્રિયાથી કઈ પણ જીવની વિરાધના થઈ હોય ઉપગ શૂન્યથી યા પ્રમાદને વશ કે પોતાની બેદરકારીથી કાંઈ પણ પાપ. અજાણપણે સેવાનું હોય તેની શુદ્ધિને માટે સાયંકાલ–સંધ્યા સમય પ્રતિક્રમણ કરી રાશી લક્ષ જીવોની માંહેલા કેઈ પણ જીવને અપરાધ કર્યો હોય તેની અનંતજ્ઞાનીની સાક્ષીએ માફી માગી આત્માને નિર્મળ કરે તે જૈન ધર્મના મુનિઓને સાયંકાળનું સ્નાન જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org