________________
૧
ઉત્તર—અશુચિ પણ ચાર પ્રકારે કહી છે તે એ કે લેક:अशुचिकरुणाहीनं, अशुचि नित्य मैथुनं;
अशुचि परद्रव्येषु, अशुचि परनिंदा भवेत् ॥ १ ॥
દયાહીન-દયા રહિત પુરૂષ ૧ નિત્ય મૈથુનના સેવવાવાળા ૨ પર દ્રવ્યના લુંટારા-યા પર દ્રવ્યના ઇચ્છનારા ૩ અને પારકી નિંદાના કરનારા ૪ આ ચારે પુરૂષો સદાય અશુચિમય-અપવિત્રજ છે.
પ્રશ્ન ૪૨ મું—શોચ કેટલા પ્રકારે થાય છે તે જણાવશે ? ઉત્તર—શૌચ પાંચ પ્રકારે કહ્યું છે તે સાંભળેા શ્ર્લોકઃ-~ सत्य शौचं तपः शौचं, शौचमिद्रियनिग्रहः સર્વભૂતયા શૌર્જ, નછ શૌન તુ વૈષમ || ? |
ઇતિતીર્થાધિકારે ( પુરાણુસાર હુંડી ) (૧) સત્ય, (ર) તપ, (૩) ઇંદ્રીયાના નિગ્રહ, અને સર્વાં પ્રાણી-ભૂતપર દયા (૪) અને પાંચમું જળ શૌચ, આ પાંચ પ્રકારના શૌચમાં પહેલા ચાર ભાવ શૌચ છે, ને પાંચમે જળ શૌચ કહ્યો તે દ્રવ્ય શૌચ છે.
પ્રશ્ન ૪૩ મું-દ્રવ્ય શૌચ અને ભાવ શૌચમાં શું તફાવત ? ઉત્તર—સાંભળેા-દ્રવ્ય શૌચ અને ભાવ શૌચ નીચે પ્રમાણે છે, શ્લોક
जलस्नाने मलत्यागो मंत्रस्नाने सदा शुचि
तपनाने कर्मन्नति ज्ञानस्नाने परं पदः ॥ १ ॥
જળના સ્નાન વડે માત્ર શરીર ઉપરના મેલનાજ ત્યાગ થાય છે, ભગવત્ સ્મરણરૂપ -પરમેષ્ઠિના ધ્યાનરૂપ મંત્રના સ્નાન વડે બાહ્યાભ્યંતર સદાઝુચિ–સદા પવિત્રજ હાય છે, તપરૂપી સ્નાન કરવાથી કર્મોના નાશ થાય છે. અને જ્ઞાનરૂપી સ્નાન વડે પરમપદની પ્રાપ્તી થાય છે. જળ સ્નાન તે દ્રવ્ય સ્નાન છે. બાહ્ય સ્નાન છે તેથી તે શરીર ઉપરના મેલનાજ ત્યાગ થાય છે, તેથી કાંઇ આત્મા પવિત્ર થતા નથી. આત્માની પવિત્રતા માટે તા ભાવ સ્નાન કે જે ભગવત્ સ્મરણ મંત્ર સ્નાન ( કોઇ લેાકમાં મંત્ર ને ઠેકાણે શીલ સ્નાન પણ કહે છે) તપ સ્નાન અને જ્ઞાન સ્નાન એજ આત્માને શુદ્ધ કરનાર-પવિત્ર કરનાર-નિર્મળ કરનાર કહ્યાં છે. દ્રવ્ય સ્નાન તે ક બંધનો હેતુ છે. અને ભાવ સ્નાન તે કર્મ બંધથી મુક્ત થવાના હેતુ છે. દ્રવ્ય શૌચ અને ભાવ શૌચમાં આટલા તફાવત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org