________________
મતક મુંડેલ, અને ભાવથી મન મુંડેલ, વળી જેનાં રેમ- (કક્ષાદિકના) અને નખ દીર્ઘ પણાને પામેલા હોય, અને મૈથુનવૃત્તિ જેની ઉપશાંત થયેલ હોય અર્થાત્ મૈથુનથી ઉપશમ્યા હોય, એવા યોગીઓને સ્નાનાદિક વિભૂષાનું શું કાર્ય ? જેને શરીરની દરકાર નથી તેવા ત્યાગી, તેવા ત્યાગી પુરૂષને વળી સ્નાનાદિક વિભૂષાની જરૂર હોયજ શાની? અર્થાત–નજ હોય. એટલેથી નહિ અટકતાં અને ત્યાગી ગમે તે મતને હોય તે સ્નાનાદિ વિભૂષાનાં ફળ માઠાંજ જાણે.
પ્રશ્ન ૬ હું–સ્નાનાદિકને અર્થ તે આપણે સમજીએ છીએ કે ન્હાવું, પણ વિભૂષાને અર્થ એ છે કે-બીજે કઈ થાય છે ?
ઉત્તર—ઘણે ભાગે બન્નેને એકજ અર્થમાં સમાવેશ થાય છે. વિભૂષા શબ્દમાં સ્નાન પહેલુંજ હોય છે. સ્નાન કર્યા પછી તેના અંગે શરીરની થતી ક્રિયા ચંદનાદિકના વિલેપનાદિક તે વિભૂષા કહેવાય છે. તે ગાથા
सिणाणंह अदुवा कक लोद्रं पउमग्गणिय; ।
गायसु कट्टणठाए नायरंति कयाइवि ॥६४॥
સ્નાન અથવા અનેક પ્રકારનાં દ્રવ્યથી શરીરનું ઉવટણ કરવું અથવા શરીરને ઉગવાને અર્થે શરીરને દીપાવવાને અર્થે અનેક પ્રકારનાં દ્રવ્ય લગાવવાં અથવા સ્નાન કર્યા પછી ચંદનાદિકે શરીરને દીપાવવું–આનું નામ વિભૂષા કહેવાય છે. તે ત્યાગી પુરૂષો આચરે નહિ. કદાચિત કઈ વખત પણ તેને સ્વીકાર કરે નહિ. આનો પરમાર્થ એ છે કે- સ્નાન અને શરીરની શોભા વિભૂષા શબ્દમાં સમાઈ જાય છે.
પ્રશ્ન ૭ મું–વિભૂષા કરવાવાળાને શું ફળ પ્રાપ્ત થાય છે ? ઉત્તર-સાંભળો–
विभूसा वित्तियं भिक्खु कम्मं बंधइ चिक्कणं;
संसारसायरे घोरे जेणं पडइ दुरुत्तरे ॥ ६६ ॥ જે કઈ ભિક્ષુ વિભૂવાને વિષે વળગ્યા રહે છે. અર્થાત્ વિભૂષામાંજ તેની વૃત્તિ સદાકાળ રહ્યા કરે છે. એવા ભિક્ષુ-સાધુને ચીકણું કર્મને બંધ થાય છે. એવા નિવડ કર્મના બંધને લઈને સંસારરૂપ ઘેર સમુદ્રમાં પડેલા જીવને તરીને પાર પામવું દુષ્કર હોય છે. એમ અનંત જ્ઞાની તીર્થકર મહારાજનું કહેવું છે.
પ્રશ્ન ૮ મું -કેઇ એમ કહે છે. આ વાત જૈનશાસ્ત્રની છે. અને જૈનના સાધુ સ્નાન કરતા નથી. તે કારણે પણ સમજાયું કે શાસ્ત્ર જ્ય રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org