________________
३४
પ્રશ્ન ૯૪ મું–તો પછી આ પ્રવૃત્તિ ચલાવવાને કઈક પણ હેતુ હોવું જોઈએ ?
ઉત્તર–હેતુ બીજે કાંઈ નથી માત્ર આજ્ઞા માગવાનેજ છે. તેમાં ભેદ એટલે કે-એક ચેટી રાખી તો એકે દાઢી રાખી તેમાં હેતુ છે જેવાને હોય ?
પ્રશ્ન ૯૫ મું–ઉપરના હેતુમાં અમે કાંઈ સમજ્યા નથી ; માટે મંધરસ્વામીની આજ્ઞા માગવાના સંબંધમાં સમજી શકીએ તેવે ખુલાસો મળવું જોઈએ ?
ઉત્તર–ખુલાસો તે સૂત્રના ન્યાયે એટલેજ છે કે જ્યાં સુધી તીર્થકર મહારાજ બીરાજતા હતા ત્યાંસુધી તીર્થકર મહારાજની આજ્ઞાએજ ધર્મ સંબંધીની પ્રવૃત્તિ ચાલતી હતી. તીર્થકર મહારાજ એક્ષે ગયા પછી શાસનાચાર્ય–શાસનના અધિકારી સુધર્મ ગણધરની આજ્ઞા પ્રવર્તતી ત્યારબાદ કેટલાક કાળ સુધી પાટાનપાટે શાસનાધિકારીની આજ્ઞાએજ ધર્મપ્રવૃત્તિ સરખીજ ચાલતી. કાળાંતરે એક મહાવીરના શાસનમાં અનેક ફાંટા થયા, અનેક ગ૭ નીકળ્યા, અનેકથી માન્યતાઓ જુદી જુદી થઈ, કેઈએ કેવા પ્રકારની આજ્ઞા સ્વીકારી છે કેઈએ એથી બીજા જ પ્રકારની આજ્ઞાને સ્વીકાર કર્યો.
આને પરમાર્થ એ છે કે, એકે આચાર્ય અને સાધુની આજ્ઞા તે અખંડ રાખી પણ બંનેની ગેરહાજરીએ આચાર્યની સ્થાપના કરી. તેની આજ્ઞા માગવાની પ્રવૃત્તિ ચલાવી ત્યારે બીજા વર્ગે સાધુની ગેરહાજરીમાં શ્રીમંધરસ્વામીની આજ્ઞા માગવાની પ્રવૃત્તિ ચલાવી.
પ્રશ્ન ૯૬ મું—આ બે પ્રશંસનીય કયું ગણાય ?
ઉત્તર—એ ખુલાસે તો વાચક વર્ગોએ પોતાની મેળેજ સમજવાને છે એ કે સ્થાપનાની આજ્ઞા માગી ત્યારે બીજાએ ભલે મહાવિદેહમાં રહેલા પણ તીર્થકરની આજ્ઞા માગી. આ બેમાં તીર્થકરની આજ્ઞા માગનાર પહેલા પક્ષથી ચડી જાય કારણકે કેવલપદે વિચરતા તીર્થકરની આજ્ઞા માગી, માટે સ્થાપનાચાર્ય માં કાંઈ આચાર્યના ગુણ નથી અને તેની આજ્ઞા માગવી તેમ કરવા કરતાં તીર્થકરની આજ્ઞા માગવામાં વિશેષ વિરૂદ્ધ જાણતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org