________________
પ૩૩
અર્થ—કેવળ જ્ઞાન અને કેવળ દર્શનના ગે રહેલે જે આત્મા તેને શાસ્ત્રમાં પરમ નામ ઉત્કૃષ્ટ આત્મા કહેવાય છે. તે પરમ ફાતિ એટલે ઉત્કૃષ્ટી ક્ષત્તિ કે જેણે સેળ કષાય એને નવનેકષાય એ પચીસ ચારિત્ર મેહનીની પ્રકૃતિને સર્વથા ત્યાગ કરી ઉત્કૃષ્ટી ક્ષાન્તિ નામ ક્ષમા પ્રાપ્ત કરી પરમ અહિંસા રૂપ ક્ષાયક યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરે તેજ પરમાત્મા કહેવાય છે. અર્થાત્ તેમને જ પરમાત્મા કહેલ છે. ઈત્યર્થ
પ્રશ્ન ૮૧ મું–કેવળ જ્ઞાનનું સ્વરૂપ કેવી રીતે જાણવું ? ઉત્તર-કેવળ જ્ઞાનનું સ્વરૂપ “આત્મસિદ્ધિ” માં નીચે પ્રમાણે કહ્યું છે.
કેવળ નિજ સ્વભાવનુ, અખંડ વતે જ્ઞાન,
કહિયે કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, ૧ પ્રશ્ન ૮૨ મું-જ્ઞાની કેને કહિએ ને જ્ઞાનીનું સ્વરૂપ શું ? ઉત્તર–જ્ઞાનીનું સ્વરૂપ “આત્મસિદ્ધિ” માં નીચે પ્રમાણે કહ્યું છે.
કેટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય
તેમ વિભાવ અનાદિને જ્ઞાન થતા દૂર થાય. ૧ પ્રશ્ન ૮૩ મું-જ્ઞાનીની દશા કેવી હોય ? ઉત્તર–જ્ઞાનની દશા નીચે પ્રમાણે કહી છે. સાંભળો
મેહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હેય પ્રશાંત તે કહિયે જ્ઞાની દશા, બાકી કહિયે ભ્રાંત. ૧ સકળ જગત્ તે એઠવત; અથવા સ્વપ્ર સમાન; તે કહિયે જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. ૨
(આત્મસિદ્ધિ.) પ્રશ્ન ૮૪ મું-જ્ઞાનીનું લક્ષણ શું ?
ઉત્તર–શ્રી ઉપદેશ સાગરમાં-પાને ૧૦૧ મે-ઉપદેશ શતકમાં શ્લેક ૭૭ મે-જ્ઞાનીનાં દશ લક્ષણ નીચે પ્રમાણે કહ્યાં છે. લેક
अक्रोध वैराग्य जितेंद्रियत्वम्, क्षमा दया सर्व जनः प्रियतम् । निलोभ दाता भय शोक हर्ता, ज्ञानि नराणाम् दश लक्षणानी. १
ભાવાર્થ...કોધ રહિત હોય, વૈરાગ્યવાન હોય, જિતેંદ્રિય હોય, ક્ષમાવાન હોય, દયાળુ હોય, સર્વને પ્રીયકારી હોય, નિર્લોભી હોય, દાતાર હાય, ભય રહિત હોય, અને શોક રહિત હોય એ દશ લક્ષણે કરીને જ્ઞાની પુરૂષ સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org