________________
૫૩૨
प्रशांत दर्शनं यस्य, सर्व भूताऽभयप्रदं; मांगल्यं च प्रशस्तंच, शिवस्तेन विभाव्यते. १
અ—પ્રશાંત જેવું દર્શન છે અર્થાત્ જેની શાંત મૂર્તિ રહી છે એવા, અને સર્વ પ્રાણી ભૂત જીવ સત્યને અભયદાનના દેવાવાળા, સર્વ માંગલ્યમાં શ્રેષ્ટ મંગળ-આત્મ કલ્યાણના કરવાવાળા ઉપદ્રવ્ય રહિત પ્રશસ્ત ગુણુ પ્રગટ કરી શિવ પદને પામેલા અર્થાત્ અચલ પદને પામેલા તે શિવ કહેવાય.
પ્રશ્ન ૭૮ મું—ત્રિવિધ શિવ સ્વરૂપ કહ્યું છે તે કેવી રીતે ? ઉત્તર—ત્રિવિધ શિવ સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે
परमात्मा सिद्धि संप्राप्तो, बाह्यात्मा तु भवान्तरे. અન્તરામાં મવેવેદ, રૂત્યેવ, ચિવિધઃ શિવઃ
અð:—શિવ પદની પ્રાપ્તિ થનાર જીવને ત્રણ સ્વરૂપ થાય છે. પ્રથમ ( શિવપદ પ્રાપ્ત થયા પહેલા) ભવના આંતરે બ્રાહ્માત્મા-અહિરાભા હાય છે, અને મોક્ષ પ્રાપ્ત થવાવાળા જીવને તદ્ભવે રહેલા દેહને વિષે રહેલો આત્મા તે અંતરાત્મા કહેવાય છે, અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયે સિદ્ધિ ગતિ-સિદ્ધ પદ પ્રાપ્ત થાય ત્યાંસુધી પરમાત્મા કહેવાય છે. અર્થાત સિદ્ધિ પદ પ્રાપ્ત થયે પણ પરમાત્મા કહેવાય છે. એ પ્રકારે શિવ સ્વરૂપ ત્રિવિધ શિવ કહેવાય છે.
પ્રશ્ન ૭૯ મું—જીવ અને શિવમાં તફાવત કેટલે ?
ઉત્તર---જીવ અને શિવમાં તફાવત નીચે પ્રમાણે કહેલ છે.
जिव शि शिव जिव, नान्तरं जिव शिवयो; कर्मवध्वे भवेत् जीव, कर्ममुक्तो सदाशिवः १
અર્થ જીવ એજ શિવ છે અને શિવ જીવ છે, જીવ શિવમાં અંતર નથી. માત્ર અંતર એટલોજ છે કે-જ્યાંસુધી કમના અંધનમાં હોય ત્યાંસુધી જીવ અને કર્માંથી મુકત એટલે સદાકાળ શિવ. એટલે સિદ્ધ ગતિને પ્રાપ્ત થાય તે જીવ શિવ કહેવાય છે.
પ્રશ્ન ૮૦ મું-પરમાત્મા કેને કહીએ ને તેનુ સ્વરૂપ શું ? ઉત્તર--પરમાત્માનું સ્વરૂપ નીચે પ્રમાણે કહેલ છે. दर्शन ज्ञान योगेन, परमात्मायमव्ययः ; परा क्षान्ति अहिंसाच, परमात्मा सउच्चते. १
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org