________________
પર૭
ઉત્તર–હે અલખ ! એટલે નું સ્વરૂપ કોઈ પ્રકારે લખ્યામાં આવે નહિ તેને અલખ કહિયે. ૩
પ્રશ્ન પ૭ મું–ચિઘન કેને કહીયે?
ઉત્તર–હે ચિઘન ! એટલે ચિત્ કહેતાં જ્ઞાન તેને ધન કહેતા સમૂહ એવું જેનું સ્વરૂપ તેને ચિદૂઘન કહીયે. ૪
પ્રશ્ન પ૮ મું–ચિદાનંદ કેને કહીએ ?
ઉત્તર–હે ચિદાનંદ ! ત્યાં ચિત્ એટલે જ્ઞાન અને આનંદ એટલે ચારિત્ર, એટલે જ્ઞાન અને ચારિત્રમય જેનું સ્વરૂપ છે તેને ચિદાનંદ કહીયે. ૫
પ્રશ્ન ૫૯ મું–નિરંજન એટલે શું?
ઉત્તર–હે નિરંજન! એટલે જેના આત્મ પ્રદેશને વિષે કર્મ રૂપ અંજન નથી તેને નિરંજન કહીયે. ૬
પ્રશ્ન ૬૦ મું–વીતરાગ કેને કહીયે?
ઉત્તર–હે વીતરાગ ! એટલે વાત કહેતાં વીત્યા છે રાગ અને દ્વેષ જેના તેને વીતરાગ કહિયે. ૭
પ્રશ્ન ૬૧ મું–સચિદાનંદ કેને કહેવા?
ઉત્તર–હે સચ્ચિદાનંદ! એટલે (સત્ કેટ) દર્શન અને ચિદુ કે) જ્ઞાન તથા (આનંદ કે.) ચારિત્ર એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્રમય જેહનું સ્વરૂપ છે તેને શિવાનંદ કહિયે. ૮
પ્રશ્ન ૬૨ મું—અરિહંત કેને કહિયે?
ઉત્તર–હે અરિહંત ! એટલે (અરિ કેટ) કર્મ વેરી તેને દ્રવ્ય થકી અને ભાવ થકી જેણે (હંત કે.) હણ્યા છે તેને અરિહંત કહિયે. ૯
પ્રશ્ન ક મું–તીર્થકર કેને કહિયે?
ઉત્તર–હે તીર્થકર ! એટલે (તીર્થ કે૦) સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિક રૂપ ચતુર્વિધ સંઘ, તેની સ્થાપનાના (કર કેટ) કરનાર તેને તીર્થ કર કહિયે. ૧૧
પ્રશ્ન ૬૪ મું– પરમાત્મા કેને કહિયે?
ઉત્તર–હે પરમાત્મા ! એટલે (પરમ કેટ) ઉત્કૃષ્ટ ત્રણ જગતને પૂજવા ગ્ય છે આત્મા જેને (અથવા પરમ નામ ઉત્કૃષ્ટ કેવળ જ્ઞાન કેવળ દર્શનમય આત્મા છે જેને) તેને પરમાત્મા કહીએ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org