________________
પ્રશ્ન ૪૨ મું–હર્મન જેકોબ આ સંબંધે કાંઈ વિશેષ જણાવે છે?
ઉત્તર–ઉપરોક્ત ગ્રંથમાં પ્રસ્તાવનામાં પૃષ્ટ ૪૨ થી-૪૬ સુધીમાંનીચે પ્રમાણે જણાવે છે કે
પૃષ્ઠ ૩૦ થી–ડો. હર્મન જેકેબીની જૈન સૂત્ર પરની પ્રસ્તાવનાના બીજા ભાગને સાર-(તેમાં ડેહર્મન જેકેબી લખે છે કે-).
જૈન સૂત્રોના મારા ભાષાંતરના પ્રથમ ભાગને પ્રગટ થએ દશ વર્ષ થયાં. તે દરમ્યાન–પ્રો. લ્યુમન, પ્રો. હર્નલ, હેટપેટબુલ્હર, ડોકુહરર, એમ. એ. બાથ. મિ. લેવીસ રાઈસ, આદિ યુરોપિયન અનેક વિદ્વાન દ્વારા જૈન સૂત્રોનાં ભાષાંતર શિલાલેખો વિગેરે બહાર પડવાથી, જૈન ધર્મ અને તેના ઈતિહાસ વિષયક આપણું જ્ઞાનમાં ઘણા મહત્વને વધારે થયે છે. હવે માત્ર કલ્પનાને-આ વિષયમાં જ અવકાશ રહેશે.
અહીં કેટલાક વિવાદ ગ્રસ્ત મુદાઓનું સપષ્ટીકરણ કરવા ઈચ્છું છું.
જેઓ જૈન અથવા આહુતના નામથી પ્રસિદ્ધ છે. તેઓ જ્યારે બૌદ્ધ ધર્મ સ્થપાઈ રહ્યો હતો, ત્યારે એક મહત્વશાલી સંપ્રદાય તરીકે કયારનાએ પ્રસિદ્ધ થઈ ચુક્યા હતા. આ વિષયની સિદ્ધિમાં બૌદ્ધનાજ પ્રાચીનમાં પ્રાચીન ગણાતા ૧ અંગુત્તરનિકાય, ૨ મહાવચ્ચ, ૩ દીધનીકાય, ૪ બુદ્ધઘષની ટકા આદિ અનેક ગ્રંથોના ઉદાહરણ આપી, સર્વ પ્રકારથી સિદ્ધ કરીને બતાવ્યું છે. જેમકે બૌદ્ધ ગ્રંથમાં લખ્યું છે કે “નાતપુતસર્વ જ્ઞાન અને સર્વ દર્શન પ્રાપ્ત કરવાને દેવે કરે છે એ પ્રકારનું જે કથન છે. તેને પ્રમાણ આપવાની જરૂર નથી. કારણ કે-આ જન ધર્મનું ખાસ એક મૌલિક મંતવ્ય જ છે.
પાપ આચરનાર બૌદ્ધના આશય વિષે જનેનો અભિપ્રાય ડે હર્મન જેકેબીએ સારો આપે છે.
પ્રશ્ન ૪૩ મું—પાપ આચરનાર બૌદ્ધ વિશે શું કહ્યું છે ?
ઉત્તર–બીજા ભાગના પૃ. ૪૧ માં લખ્યું છે કે-“પાપ” એ આચરનારના આશય ઉપર આધાર રાખે છે. બૌદ્ધના આ એક મહાન સિદ્ધાંતને જએ મિથ્યા કલ્પિત અને મૂર્ખતા પૂર્ણ ઉદાહરણ સાથે મેળવી ઉપહાસ્યપાત્ર બનાવી દીધો છે.
અને પાને (૪૩) ગ્રંથકર્તાએ કુટનેટમાં પાપ સંબંધી જણાવ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org