________________
પ૧૩ શિવપુરાણમાં ઉપર પ્રમાણે જિન ધર્મની વ્યાખ્યા છે ખરી અને જૈન ધર્મને સનાતન ધર્મ માન્ય છે.
પ્રશ્ન ૨૬ મું–શિવપુરાણ અને શ્રી માલપુરાણમાં કહેલા ગૌતમ અને જૈન ધર્મમાં કહેલા ગૌતમ એક છે કે જૂદા છે? - ઉત્તર–પુરાણે પુરાણના ગૌતમની વ્યાખ્યાં મળતી નથી તે પછી જૈનધર્મના ગૌતમની વ્યાખ્યા પૂરાણ સાથે મળેજ કયાંથી? પરાણવાળાએ ગાયને વધને આપ મૂકેલે અને અહલ્યા સ્ત્રીવાળ ગૌતમ કહ્યો છે, અને જૈન ધર્મના ગૌતમ વિષે શાસ્ત્રમાં એથી બીજીજ વ્યાખ્યા છે. આ ગૌતમ તે શંકરાચાર્ય એટલે શ્રીપાદ પદવીના ધણી હતા, તે સ્ત્રી પરણ્યા હતાજ નહિ. સન્યાસવ્રત પાળતા હતા, અખંડ બ્રહ્મચારી હતા, પતે ત્રણ ભાઈ સહિત અગ્યાર શ્રીપાદ પદવીવાળા–અપાપા નગરીમાં યજ્ઞાથે મળેલા તેમણે મહાવીરને કેવળ ઉત્પન્ન થયાને બીજે દિવસે તેજ નગરીના પરિર આવ્યા જાણીને તેમની સાથે વિવાદ કરતા તથા તેમના દરેકના હૃદયને શંસય દૂર થતા વેદવાકય પ્રમાણે જૈને અહંતે જાણી અગ્યારે જણ પિતાપિતાના શિષ્યના ચુંમાલીસૅના પરિવાર સહિત મહાવીરની પાસે દીક્ષા લીધી તેમાં પહેલા શિષ્ય ઇદ્રભૂતિ, કે જે ગૌતમનાં નામથી ઓળખાય છે અને મહાવીરના ચૌદ હજાર શિષ્યાના પરિવારમાં જેમણે અપદ ભગવ્યું અને છેવટે મોક્ષપદ મેળવ્યું તે ગૌતમ જુદા અને પુરાણમાં કહેલા ગૌતમ પણ જૂદા.
ઉપરના વેદ અને પ્રાણના દાખલાથી એટલું તે સિદ્ધ થયું કેજૈનધર્મ કષભદેવ ભગવાનથી ચાલ્યા આવ્યા છે, અને પ્રાણમાં કહેલા ગૌતમે પણ મહાવીરની પાસે દિક્ષા લીધી છે ને આ શાસન પણ મહાવીરનું ચાલે છે, માટે જૈનધર્મ ગૌતમે ચલાળે આ વાત કપિત છે.
પ્રશ્ન ર૭ મુંકે એવી કલ્પના કરે છે કે-એન ધર્મ બૌદ્ધ ધર્મમાંથી નીકળે છે તેનું કેમ?
ઉત્તર—એ વાત તે કલ્પના માત્ર છે. પ્રથમ વેદ પુરાણના દાખલાથી સિદ્ધ કરી આપ્યું છે કે-જૈન ધર્મ શ્રી રાષભદેવ ભગવાનના વખતથી ચાલ્યો આવે છે, પરંતુ તીર્થકર મહારાજાઓના બંધારણ પ્રમાણે દરેક તીર્થકર ચાર તીર્થનું સ્થાપન કરનારા હોવાથી ધર્મની આદિના કરનાર કહેવાય છે, એટલે થઈ ગયેલા તીર્થંકરના શાસનમાં કંઈ ઢીલાશ યા ફેરફાર થઈ ગયેલ હોય તે જ્યારે તીર્થકરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org