________________
४७८
પ્રશ્ન ૮૦ મું–કદાપિ કેઈ એમ કહે કે-યજ્ઞાદિ અર્થે પશુવધ તથા માંસાદિક ભક્ષણ કરવાને નિષદ્ધ નથી. તેનું કેમ?
ઉત્તર-દરેક ધર્મ દયાને ઉપદેશ કરે છે-હિંસાને નિષેધ કરે છેહિંસા માટે તિરસ્કાર બતાવે છે. હિંદુ ધર્મમાં દયા દાન દમન એને મુસલમાન ધર્મમાં બેર-મેર ને બંદગી, કહેલ છે. એમ સૌ કોઈ જાણે છે. છતાં તેજ ધર્મના ઉપદેશકે અમુક અમુક નિમિત બતાવીને હિંસાની છુટ આપે અરે ! હિંસાને આદેશ કરે તે કેવી સંતાજનક વાત? આ કેવળ સ્વધર્મની હલકાઈ કરાવવાનું કામ નહિ તે બીજું શું ? અહિંસાના પાયા ઉપર ચણાયેલા ધર્મો ધર્મ ખાતરજ હિંસા કરવાનું ફરમાવે એવું શું કોઈ વિચારવાન મનુષ્ય માની શકશે? શું એવા ફરમાન કાઢી બતાવનાર જનોને ગત સ્વાર્થ છાને રહેશે.
બન્યું છે એમ કે-કેટલાંક ઉપદેશકોએ અજ્ઞાનતાથી, ધર્મ પુસ્તકને મર્મ બરાબર નહિ સમજવાથી, અર્થને અનર્થ કર્યો છે અને કેટલાક ઉપદેશકે એ માંસ મદિરાની લાલચથી બીજાઓ તેનખાય અને ગુરૂ ખાય તેથી પિતાની હલકાઈ કહેવાય-નિંદા થાય અને માન દ્રવ્ય આદિ મળતું બંધ થાય તેમ સમજીને-ધર્મપુસ્તકમાં પાછળથી અમુક શબ્દો ઉમેરી દીધા હોય તે ના કેમ કહી શકાય?
ધર્મ અર્થે હિંસા (દાખલા તરીકે યજ્ઞ, બકરી ઈદ આદિ) કરવા સંબંધમાં તે ધર્મો ખુદ પિતે શું મત આપે છે તે હું તમને કહીશ. આપના કેટલાક બ્રામ્હણ બંધુએ અશ્વમેઘ, ગેમેધ, અજમેઘ, વિગેરે યજ્ઞોની હિમાયત કરે છે તે સ બંધમાં શ્રીમદ્ ભાગવત્ કે જે તેમનું પવિત્ર પુસ્તક ગણાય છે, અને માણસ મરી ગયા પછી તેને કલ્યાણ અર્થે જે પુસ્તક વંચાવવામાં આવે છે, તેમાં જે હકીક્ત છે તે ખાસ જાણવા ગ્ય છે.
પ્રશ્ન ૮૧ મું- ભાગવતમાં શું કહ્યું છે? તે જણાવશે?
ઉત્તર–શ્રીમદ્ ભાગવત પુરાણ કે જે પ્રમાણભૂત પુસ્તક ગણાય છે તેના ૪ સ્કલના ૨૫ મા અધ્યયનના ૭-૮ મા કલેકમાં કહ્યું છે કે
પ્રાચીન બહી નામના રાજાએ પિતાની ઈચ્છા પરિપૂર્ણ કરવા સારૂ ય કરી હુજારે પશુઓને મારેલાં તે જે તે પ્રમાણે ન કરવા શ્રી નારદજીએ તે રાજાને કહ્યું કે
भो भो प्रजापते राजन्, पशून् पश्यत्वयाध्वरे; संज्ञा पिता जीवसंधान, निर्धणेन सहस्रशः.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org