________________
૪૭૭
ઉત્તર–સાંભળે-મહાભારતમાં માંસના ત્યાગીને માટે નીચે પ્રમાણે
याव जीवं च यो मांग, विषवत् परीवर्जयेत,
विसीष्टो भगवानाह, स्वर्गलोकेस्य संस्थिति. ॥१॥ અર્થ– શ્રીકૃષ્ણ ભગવાન વિશિષ્ટ પ્રત્યે કહે છે કે-વિશિષ્ટ! જે મનુષ્ય જીવિતપર્યત માંસ ને વિષ સમાન જાણી તેને ત્યાગ કરે તે મનુષ્ય સ્વર્ગલેકમાં જાય છે અર્થાત્ તે પુરૂષને વાસ સ્વર્ગમાં થાય છે. એ માંસ ત્યાગનું ફળ કહ્યું. ( પુરાણ સાર.)
પ્રશ્ન ૭૯ મું–કેઈએ પેલું માંસ ખાધું હોય અને પછી ત્યાગ કરે તેને કઈ ફળ ખરું કે કેમ? ઉત્તર–એજ અધિકારે નીચે પ્રમાણે કહ્યું છે. સાંભળે
यो भक्षयित्वा सांसानि, पश्चादपि निवत्तत यमस्वामि रुवाचेदं, स्तोपि स्वर्गति मान्पुयात्. ॥२॥
અર્થ—અજ્ઞાનપણે કોઈએ પેલું માંસ ખાધું હોય અને પછી તે માંસથી નિવર્સે તે યમ સ્વામી જે વિષ્ણુ ભગવાન એમ કહે છે કે–તે. પણ સ્વર્ગને પાસે. (પુરાણસાર)
માંસ ભક્ષણથી અળગાં રહેતાં આ દુનિયામાં આપણી પ્રશંસા થાય છે. અને પહેલી દુનિયામાં સ્વર્ગ અને મુક્તિ મેળવી શકાય છે, એમ શાસ્ત્રકાર જણાવે છે
આચારાંગ સૂત્રના ભાષાંતરમાં-પરિહાર્ય મિમાંસામાં પાને (૪૧) મે
श्रुत्वादुःख परंपरा मतिघृणां मांसाशिनां दुर्गति, ये कुवैति शुभोदयेन विरति मांसादन स्यादरातः सदीर्घायु रदूषितं गदरुजा संभाव्य यास्यंतिते,
मर्येषद्भट भोग धर्ममतिषु स्वर्गापवर्गेषु च માંસ ખાઉઓની દુઃખમય અને કરૂણ જનક વર્ગતિ (દુરવસ્થા તથા નરક પ્રાપ્તી) થતી સાંભળીને જે ભાગ્યશાળી પુરૂષ હિમ્મત ઘર માંસ ભક્ષણને ત્યાગ કરે છે, તેઓ નીરોગી રહીને લાંબુ આયુષ્ય પુરૂં કરી વળતા જન્મમાં સખી બર્મિક અને બુદ્ધિશાળી કુટુંબમાં અવતરશે અને અનુક્રમે સ્વર્ગ તથા મોક્ષ મેળવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org