SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ કર્યો છે અને તે અશક વૃક્ષની નીચે પૂઢવી શિલ્લાપટ્ટ સિંહાસનને આકારે વર્ણવેલ છે. આ ઉપરથી એમ જણાય છે કે, ભગવંત પૃથ્વી શિલ્લાપટ્ટ ઉપર અશોક વૃક્ષની નીચે બેસી ઉપદેશ દેતા હોય એમ જણાય છે. પ્રશ્ન ૮ મું—એ કોઈ, સૂત્ર પાઠે ઉઘાડે દાખેલે છે કે-ભગવતે પુઢવી શિલાપટ્ટ ઉપર બેસી ઉપદેશ દિધે ? ઉત્તર–હા, છ, સાંભળો-શ્રી દશાસુતસ્કંધ સૂત્રના પાંચમાં અધ્યયામાં શ્રી ગણધર મહારાજે ખુલ્લું જણાવ્યું છે કે-શ્રી ભગવંત મહાવીર દેવ પુઢવી શિલ્લાપટ્ટ ઉપર બેસી ઉપદેશ દેતા. એમ મૂળ પાઠથી સિદ્ધ થાય છે. જુઓ નીચેને પાઠ વાણીજ્યગ્રામ નગરને ઇશાન કોણે દૂતિ પલાસ નામ ચૈત્યવન કહ્યો, જિતશત્રુ રાજા તેની ધારણી રાણી કહી. एवं सव्वं समोसरणं भाणियब्वं जाव पुढवी सिला पट्टए सामि समो सढे परिसा निग्गया धम्मो कहिओ. . એમ સર્વ સમેસરણને અધિકાર કહેતા યાવત્ પૃથ્વી શિલાપટ્ટ ઉપર શ્રી મહાવીર સ્વામી સમસઢી–બીરાજી આવેલી પરિષદા પ્રત્યે ધર્મઉપદેશ કહ્યો. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે-કાંઈ પણ અલંકાર વિના પૃથ્વી શિલ્લાપટ્ટ ઉપર બેસી ભગવંત મહાવીર દેવ ઉપદેશ દેતા એ વાત સત્ય છે. પ્રશ્ન ૯ મુ–અહિયાં કઈ એમ કહે કે-ત્રગડાગઢ આદિ જે સમવસરણની રચના તિર્થંકર મહારાજના અતિશયથી થાય છે તે કાયમને માટે નહિ પણ જ્યાં મિથ્યાવીનું જોર હોય ત્યાં જગન્ય ત્રણ વાર, મઝમ સાત વાર, અને ઉત્કૃટું બાર વાર આખી જીંદગીમાં થાય. તેનું કેમ ? ઉત્તર–આ વાત કોઈ સિદ્ધાંતમાં નથી. ચેત્રીશ અતિશયની વાત સમવયંગજી સૂત્રમાં કહી છે તે તે કાયમને માટે જણાય છે પણ ત્રિગડાગઢની કે ફટક રત્નના સિંહાસન ઉપર બેસવાની કે ભગવંતને માથે મુગટ કાને કુંડળ વગેરે અલંકારની શોભા વગેરેની ગ્રંથવાળા ગમે તેવી રીતે ભગવંતના મહાભ્યની વાત કરે પણ જે વાત સૂત્રમાં ન હોય તે વાત પ્રમાણમાં આવે નહિ. વળી જે આ દુનીયામાં ઉત્કૃષ્ટ પદે ત્યાગી ગણતા હોય તેને અલંકારી ઘટના કરવી તે પણ સૂત્રના ન્યાયે તે વિરૂદ્ધજ ગણાય. માટે સિદ્ધાંત કહે તે સત્ય. ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy