________________
૧૫
તુંબડીને માટીનો લેપ અને કાથીના ભીડાનું દ્રષ્ટાંત આપી જણાવ્યું છે કે તુંબડીને આઠ માટીના લેપ અને આઠ કાથીના ભીડા વડે ભારે થયેલી તુંબડીને જળાશયના તળે જઈને બેસવાને સ્વભાવ છે. લેપ અને ભીડાથી મુકત થયેલી તુંબડીના સ્વભાવેજ "ચી જળને અગ્રભાગે રહેવાના સ્વભાવ છે તેમ ચાર ગતિરૂપ સ`સાર સમુદ્રમાં આઠ કર્મોના લેપે મિથ્યાત્વાદિ નિવડ ગાંડયાના ભારે કરી આત્મા તળે જઇ બેસે છે. તેજ આત્મા જ્યારે કર્માદ્રિકથી નિર્લેપ થાય છે ત્યારે તુ ંબડીની પેઠે લાકા૨ે જઇ ઠરે છે. અર્થાત્ કર્મ રહિત આત્માની નિલે ́પ તુ ંબડીની પેઠે ઉર્ધ્વગતિજ હેાય છે. વગેરે ભગવતીજી સૂત્રમાં સિદ્ધ પરમાત્માની ઊધ્વગતિને માટે અનેક ન્યાય દૃષ્ટાંતો આપ્યાં છે.
પ્રશ્ન ૪૩ મુ. જવના કમશ્રણ કરવાનો સ્વભાવ છે તે મૂલના સ્વભાવને છોડીને સિદ્ધ કેવી રીતે થાય ?
ઉત્તર--જીવના અને કર્મના જો કે મૂલના [અનાદિ ] સંબધ છે તાપણુ તથા પ્રકારની સામગ્રી મળવાથી કર્મ ગ્રહણ કરવાનું છોડીને જીવ શિવપણું પામી સિદ્ધ થાય છે
પ્રશ્ન ૪૪ મું—આ સંબંધી કાંઇ દૃષ્ટાંત છે ?
ઉત્તર--હા જી, સાંભળે. પારાના મૂળ સ્વભાવ ચંચળ અને અગ્નિમાં અસ્થિર રહેવાને [ઉડી જવાના છે, પણુ તથા પ્રકારની ભાવના દેવાથી પારા વહ્નિમાં સ્થિર રહે છે. અગ્નિમાં દાહકતાના મૂલ સ્વભાવ છે, પણ તથા પ્રકારના પ્રયાગથી મત્રયેગ અથવા ઔષધિ વડે આંધવાથી અગ્નિમાં પ્રવેશ કરનારને અગ્નિ દહન કરતા નથી, તથા સત્ય શિયલના પ્રભાવે પણ અગ્નિ કહન કરતા નથી. અગ્નિનું ભક્ષણ કરનાર ચાર પક્ષીને અગ્નિ પોતાના સ્વભાવ બદલી જવાથી દહન કરતા નથી. તેમ જ અભ્રક, સુવર્ણ, રત્ન કખલ અને સિદ્ધ પારાને અગ્નિ દહન કરતા નથી. એવે વખતે અગ્નિમાંની મૂલ દાહકતા કયાં જાય છે : લાચુમ્બક પાષાણમાં લેહ ગ્રહણ કરવાનો સહજ સ્વભાવ છે, પણ જ્યારે અગ્નિ થી તે મૃત [ ભસ્મીભૂત થાય છે, અથવા તેના દ(પ્રભાવ ) ને હરણ કરનારી બીજી ઔષધિથી તેને સંયુકત કરવામાં આવે છે ત્યારે તેના લેહ ગ્રહણ કરવાને સ્વભાવ નષ્ટ થાય છે. તેજ પ્રમાણે સિદ્ધોમાં કર્મ ગ્રહણ કરવાના યોગ સ્વભાવ જતા રહે છે. ધાન્ય પ્રમુખનુ બીજ જ્યાંસુધી તેના મૂલ સ્વભાવમાં વિકાર થયા હોતા નથી, ત્યાંસુધી તેના ધાન્યાંકુરની ઉત્પત્તિ કરે છે, પણ જ્યારે તે ખીજ બળી જાય છે ત્યારે અંકુરાતિ થતી નશ્રી, તેવીજ રીતે સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org