________________
જગ્યાએ એક બે રાત્રી રહે. એ પાંચ કારણે આચાર્યને પ્રવર્તતા દોષ નહિ અનેરને આજ્ઞા નહિ. વિશેષ ભાવ અધિકાર વાંચવાથી જણાશે.–અને સાતમે ઠાણે બે વધારી-૬ અતિશય-ઉપકરણ અતિશય, તે શેષ સાધુથી પ્રધાન અને ઉજળા વસ રાખે, ૭ સાતમે ભક્ત પાન અતિશય–તે આહાર પાણી સરસ દૂધ સાકરાદિ પ્રધાન આહાર જમાડે. સુંદર આહારે સૂત્રાર્થ સ્થિર રહે શિષ્યને વિનયકારી ગુરૂની પુજા અને બહુ માન થાય. દાનના દાતારને પણ શ્રદ્ધા વધે. આચાર્યને પણ બળ બુદ્ધિ વધે. ઇત્યાદિ ગુણ ઉપજે માટે ભક્ત પાન અતિશય સાતમે જાણ. ૭ )
પ્રશ્ન ૭૨ મું–આચાર્ય વસ્ત્ર પાત્રાદિકનો સંગ્રહ કરે કે કેમ?
ઉત્તર–ઠા. ઠા. ૭મે–આચાર્ય વસ્ત્ર પાત્ર મેળવે, રક્ષણ કરે, સંગ્રહ કરે, એમ કહ્યું છે. એક વૃદ્ધ સાધુ પાસે સાંભળ્યું છે કે સૂત્રમાં સંગ્રહ સ્થાન કહ્યું છે એટલે સૂત્રમાં એકી સાથે હજારે સાધુના સંથારા ચાલ્યા છે તેને વસ પત્ર યહરણ વગેરે હજારે ઉપગરણનું સંગ્રહસ્થાન હોવું જોઈએ, જે સંસારીના હાથ પડે તે તેને ગેરઉપયોગ થાય. સંથારાવાળા સાધુના લંડ ઉપગરણ ગુરૂ પાસે પાછા લાવી સેંપવાનું સૂત્રમાં ચાલ્યું છે. માટે ઉપર વિષે કાંઈ કહેવું જેઉએ.
પ્રશ્ન ૭૩ મું–ત્રીજા આરાને છેડે ત્રણ દંડ કહ્યા તે હકાર, મકાર, ને ધિક્કાર, તે ઋષભદેવને વારે કયા પ્રકારને દંડ વર્તતે હશે?
ઉત્તર–ઠાણાંગાણે ૭મે-સાત પ્રકારની દંડ નીતિ કહી છે. તેમાં ત્રણ તે હકારાદિક કહી છે. અને એથી અપરાધી પ્રત્યે કેપે કરી–મજાઈશ એમ કહેવું તે ૪ અને એટલી ભૂમિકા થકી બાહિર મજાઈશ ૫. એ બે રાષભદેવને વારે હતી. અને છઠી ભાક્ષીમાંહી નાખવું , ને સાતમી નાશીકાદિકનું છેદવું છે. એ બે ભરત મહારાજાને વારે હતી.
વળી કોઈ એમ પણ કહે છે કે-પર કુલગર થયા તેમાં પહેલાં પાંચ કુલગર સુધી હકાર, બીજા પાંચ સુધી મકાર, ને ત્રીજા પાંચ સુધી ધિક્કાર. અને ચોથીથી માંડી સાતમી સુધી ભારતને વાર હતી. તત્વ કેવળી ગમ્ય.
પ્રશ્ન ૭૪ મું –ઠા. ઠા. ૧૦મે દશ અચ્છેરા થયા કહ્યું છે તે તેમાંના મહાવીરને વારે કેટલા થયા?
ઉત્તર–છ અચ્છેરા મહાવીરને વારે અને ચાર અચ્છેરા ૨૩ તિર્થકરને વારે સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org