________________
३१७
ઉત્તર–ઠા. ઠા. મે-ઉ. ૩જે-ચારિત્રિયાને પાંચ નેશ્રાના સ્થાનક આધારભૂત કહ્યા છે, તે એ કે-છકાયની નેશ્રાએ સાધુને સંયમ પાળે, એટલે સંયમને ચકાયને આધાર ૧, બીજે ગચ્છને આધાર ૨, રાજાને આધાર ૩, ગૃહસ્થને આધાર તે ઉપાશ્રયાદિકને દાતાર ૪, શરીર નીરોગી હોય તે તે પણ આધાર ૫. એ પાંચની નિશ્રાથી સંયમ શુદ્ધ અને સારી રીતે પળે છે.
પ્રશ્ન કદ મું–નારકી દેવતાનું અવધિ કેવી રીતે હેય? -
ઉત્તર–ઠા. ઠા. ૬ઠે-નારકી, જોતિષીનું અવધી ત્રીછું હોય, ભવનપતિ અને વ્યંતરનું અવધિ ઉંચે હોય, વૈમાનિકનું અવધિ નીચું (હઠું) હોય. એ ભવ પ્રત્યય આશ્રી જાણવું.
પ્રશ્ન ૨૭ મું–પ્રતિક્રમણ કેટલા પ્રકારનાં-ક્યાં કયાં કારણે પ્રતિ ક્રમણ કરવું જોઈએ ?
ઉત્તર–ઠા. ઠા. ૬ઠે-છ પ્રકારનાં પ્રતિક્રમણ કહ્યાં છે. તે એ કે૧ ઉચાર કાર્ય નીવારીને-પરાઠવીને ઈરિયાવહી પડિકમવીતે ઈરિયાવહીનું પડિકમાણું, ૨ એમ પાસવણનું પડિકમણું, ૩ દેવશીરાઈનું પડિકમણું, તે સ્વલ્પકાળ, ૪ જાવ જીવનું જે મહાવ્રત ઉચ્ચારરૂપ સાવધ જોગથી નીવર્તવું તે પડિકમણું, ૫ જે કાંઈ વિપરીત આચર્યું તે મિથ્યા કરવું તે એટલે મિચ્છાદુકૃત દેવું તે પણ પ્રતિક્રમણ, સુતા ઉઠયા પછી સાધુ ઇરિયાવહી પડિકમે-તથા સ્વમામાંહી આશ્રવ સેવ્યાને કાઉસગ્ગ ૪ ચાર લેગસ્સને કર-ટીકામાં ઈરીયાવહી તથા આઉલ માઉલને કાઉસગ કરે કહ્યો છે)
પ્રશ્ન ૬૮ મું–સામાયિક ચારિત્રની અને છેદે સ્થાપનીયની કલ્પ સ્થિતિમાં શું તફાવત?
ઉત્તર–ઠાઠા૬ ઠે-સામાયિક ચારિત્રિયાની કલ્પ સ્થિતિ બે પ્રકારે કહી છે, તે અવસ્થિત કલ્પવાળા, અને અનવસ્થિત કલ્પવાળા તેમાં ૧ સેજ્યાંતર પિંડ, ૨ ચાર મહાવત, ૩ પુરૂષ જેષ્ટ એટલે સાધવી વાંદે, ૪ વંડરને વાંદણા દેવી. એ ચાર અવસ્થિત કલ્પ તે બાવીસ તિર્થ કરના સાધુને અવશ્ય કાને કલ્પ અને અનવસ્થિત કપ તે અચેલ તથા પરમાણપત ૧, ઉદેશક ૨, સપડિકમણ ૩, રાજ્યપિંડ , માસકલ્પ પ, પર્યુષણ દ. એ છ અનવસ્થિત કપ તે પહેલા છેલ્લા તિર્થંકરના સાધુને એ કલ્પ અવશ્ય હોય એમ નહિ. તેને કલ્પ જઘન્ય સાત દિનને, મધ્યમ ચાર માસને, ને ઉત્કૃષ્ટ છ માસને કહ્યો છે, માટે અનવરિથત કહ્યો. એ સામાયિક ચારિત્રિયાને કહ૫ કહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org