________________
પ્રશ્ન ૪૪ મું–વિનયવાદીના ૩ર મતનું સ્વરૂપ શી રીતે છે?
ઉત્તર–વિનયવાદી એમ કહે છે કે-૧ સૂર્યને વિનય, ૨ રાજાને વિનય, ૩ જ્ઞાનિને વિનય, ૪ વૃદ્ધને વિનય, ૫ માતાને વિનય, ૬ પિતાને વિનય, ૭ ગુરૂને વિનય, ૮ ધર્મને વિનય એ આઠને મનવડે ભલા જાણે ૧, વચનથી ગુણગ્રામ કરે ૨, કાયાથી નમસ્કાર કરે ૩, અને માનપૂર્વક ભક્તિ કરે ૪.એ આઠ ચેક બત્રીસ ૩૨ ભેદ વિનયવાદીને જાણવા.
એ વિનયવાદી એમ માને જે સર્વ માંહે વિનયજ શ્રેષ્ઠ છે માટે સર્વને નમતા રહેવું. આપણે તે સર્વ એકજ છીએ, કેઈને પક્ષને નિંદ નહિ. એહ અનભિગ્રહિક મિથ્યાત્વી જે જાણુ. ઈતિ વિનયવાદી મત
એ પ્રમાણે કિયાવાદીના ૧૮૦ મત અકિયાવાદીના ૮૪ મત અને અજ્ઞાન વાદીના ૬૭ મત, ને વિનયવાદીના ૩૨–મત એવં ૩૬૩ મતનું સ્વરૂપ જણાવ્યું.
પ્રશ્ન ૪૫ મું-શિષ્ય-પૂર્વ અને ઉત્તર દિશા પવિત્ર કહી–ધર્મક્રિયા પણ એ બે દિશા સન્મુખ રહીને કરવા કહેલ છે તેનું શું કારણ? અને બે દિશા નિષેદ્ધવાનું પણ શું કારણ?
ઉત્તર–ઠાણગઠાણે-ર જે-ઉદેશે ૧ લે-કહ્યું છે કે-પૂર્વ અને ઉત્તર એ બે દિશાએ દીક્ષા દેવાદિક ૧૮ બેલ જાવત્ સંથારે પ્રમુખ કરવા કહ્યા છે તે બે દિશા વ્યવહારથી, શુદ્ધ જણાય છે. પણ દક્ષિણ અને પશ્ચિમ એ બે દિશા “નેકપઈએ પાઠ નથી માટે નજ કપે એ નિષેદ્ધ જણાતું નથી. પણ વ્યવહાર શુદ્ધિને માટે પૂર્વ અને ઉત્તર એ બે દિશા
જ્યારે સૂત્રકારે ધર્મકિયાને વિષે શુદ્ધ ગણી સ્વીકારી તેમાં કોઈ રહસ્ય હેવું જોઈએ. તેને વિચાર કરતાં એમ લેવું જોઈએ કે-ઈશાન કેણ અને વાયવ્ય કેણમાં તીર્થકર મહારાજને સદાય વાસ હોય છે તેમાં પણ વિશેષ કરીને પૂર્વ અને ઉત્તર દિશાની વચમાં રહેલી ઇશાન કેણ તેને વિશેષ પવિત્ર ગણી છે. લકત્તર પક્ષમાં ઇશાન કેણે શ્રીમંધરસ્વામીને વાસ કહે છે, અને લૌકિક પક્ષે ઇશાન કેણમાં મહાદેવને વાસ કહેલ છે. ઇત્યાદિ કારણેને લઈને પૂર્વ અને ઉત્તર દિશા ઉત્તમ ગણેલ છે.
પ્રશ્ન કદ મું–ઠાઠ ઠા૨ જે-ઉ૦ ૩ જે-સાધુને સામાયિક કહી તેનું શું કારણ ?
ઉત્તર–બે પ્રકારની સામાયિક કહી છે, સાધુની અને શ્રાવકની તેમાં સાધુની સામાયિક સર્વવિરતીની, અને શ્રાવકની દેશ વિરતીની, એ પ્રમાણે કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org