________________
३१०
સાથે ગુણતાં વિશ નવા એક ને એંશી થયા ૧૮૦ એટલે ક્રિયાવાદીના ૧૮૦ મતનું સ્વરૂપ સમજવું–કિયાવાદીના મતવાળા-એહ આત્માને પુન્ય પાપરૂપ ક્રિયા લાગે છે એમ માને છે. તેથી કરી ઈહલેક પરલેકના આસ્તિક છે. તે માટે સદાય કિયાના વખાણ કરે છે. કિયાવાદીઓ એકાંત ક્રિયા માંહીજ રચ્યા પચ્યા રહે છે અને જ્ઞાનાદિ ગુણેને ઉત્થાપન કરે છે. ધતિ ક્રિયાવાદીના ૧૮૦ મતનું સ્વરૂપ કહ્યું.
પ્રશ્ન ૪ર મું–અકિયાવાદીના ૮૪ મતનું સ્વરૂપ શી રીતે છે?
ઉત્તર–ઉપર મુજબ પાંચ સમવાય કહ્યા છે અને છ ઇચ્છાથી ઉત્પન્ન થયે જે “ક” એ છે પિતા આશ્રી, અને એ છે પરઆશ્રી, એવં ૧૨ થયા. એહ બાર ને પુન્ય અને પાપ એ બે તત્વ વરજી ને શેષ સાત તત્વ સાથે ગુણતાં બાર સતા ૮૪ મત થયા એ મતવાળા પુન્ય અને પાપને માનતા નથી. તેનું કારણ જે પુન્ય પાપની ક્રિયા તે સ્થિર વસ્તુ હોય તેને જ લાગે છે, અને આ જગતમાં સર્વ પદાર્થ ચરાચર છે તે એહને ક્રિયા કેમ લાગે માટે પુન્ય પાપ વરછ સાત તત્વજ લાભે. આ નાસ્તિક મતી જાણવા
પ્રશ્ન ૪૩ મું–અજ્ઞાન વાદીના ૬૭ મતનું સ્વરૂપ શું ?
ઉત્તર–અજ્ઞાન વાદી એવું કહે છે કે-૧ જીવ છતા છે, ૨ જીવ અછતા છે, ૩ જીવ છતા અછતા બને છે, જજીવ છતા છે પરંતુ કહેવાય નહિ, પ જીવ અછત છે પણ કહેવાય નહિ, ઇ જીવ છતા અછતા બન્ને છે પરંતુ કહેવાય નહિ, ૭ જીવ છતા પણ નહિ અછતા પણ નહિ. એ સાત રીતે અજ્ઞાનવાદી વિકલ્પ કહી બતાવે છે. એ સાતને નવ તત્વ સાથે ગુણતા સાત નવા શઠ ૬૩ અને એડમાં ૧ સાંખ્યમતી, ૨ શીવમતી, ૩ વેદમતી, ૪ વિષ્ણુમતી એ ચાર મત કઈ કઈ પક્ષને ગ્રહણ કરીને તે સાથે મળ્યા એટલે સડસઠ ૬૭ ભેદ થયા.
અજ્ઞાન વાદી એમ કહે છે કે-જ્ઞાન ખોટો છે કેમકે જ્ઞાન વિવાદી હોય છે. વિવાદમાં પ્રતિપક્ષીની પેટી ચીંતવણું કરવી પડે છે એટલે પાપ લાગે છે, વળી જ્ઞાનને પગલે પગલે પાપને ડર લાગે છે એટલે એ પ્રાણી હરવખત કર્મ બાંધતે રહે છે. તે માટે અમે અજ્ઞાનીજ ભલા છીએ જાણતા પણ નથી અને તાણતા પણ નથી, વિવાદ કરતા નથી, કેઈને ખોટા ખરા કહેતા નથી, પાપ પુન્યમાં સમજતા નથી એટલે અમને કઈ પ્રકારને દેષ લાગતું નથી, એવી અજ્ઞાન વાદ્રીની માન્યતા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org