________________
૩૫૯
પ્રશ્ન ૩૯ મું–ઉધમવાદીના મતનું સ્વરૂપ શું ?
ઉત્તર–ઉધમવાદી ગર્વમાં આવી કર્મવાદીને ધિક્કારી બેલવા લાગ્યા કે કર્મ તે રંક છે પરંતુ મારૂ જેર કેટલું છે તે તે સાંભળો. સર્વ કાર્યની સિદ્ધિ ઉદ્યમ વડેજ છે. જેમક પુરૂષની ૭૨ કળા સ્ત્રીની ૬૪ કળા ઉદ્યમ વડેજ આવડે છે. અન્ન વસ્ત્રાભૂષણ ઉદ્યમથી જ પ્રાપ્ત થાય છે ઉદ્યમ વડેજ ધરતી માંહેથી હીરા, માણેક, સોનું, રૂપું આદિ નીકળે છે. સ્ત્રી પુરૂષના સંગ રૂપ ઉદ્યમે પુત્ર પ્રાપ્તિ થાય છે અને તે પુત્ર પૃથ્વી પર રહેલ પ્રાણીઓને ઉદ્યમ વડેજ ઉદ્ધાર કરે છે. બિલ્લી ઉદ્યમ કરે તે દૂધ પીએ. ઉદ્યમે જેટલી વગેરે અન્ન પાકે. ઉદ્યમે રાવણને મારી સીતાજીને પાછી લાવ્યા ઉદ્યમ વડે અર્જુન માળી દ્રઢ પ્રહારી વગેરેએ મોક્ષ મેળવ્યું હતું. ઉદ્યમે સ્વર્ગ ઉદ્યમે મેક્ષ માટે દરેક કાર્યમાં ઉદ્યમની પ્રથમજ જરૂર છે.
એ પ્રમાણે પાંચે મતવાળા મહેમણે ઝગડામાં પડી સ્વકૃત્ય ભૂલે છે. અને એ પાચે એક એક બોલ માનવાવાળા મિથ્યાત્વીજ છે એ જૈન સિદ્ધાંતનો અભિપ્રાય છે.
પ્રશ્ન ૪૦ મું–શિષ્ય-કદિ કોઈ એમ કહે કે...જેનીએ કર્મને જ કર્તા માને છે માટે તે કર્મવાદીમાં ભળે કે કેમ? તેને શું કહેવું?
ઉત્તર–ગુરૂ-હે ભાઈ, જૈન શાસ્ત્ર એકાંતવાદી નથી, તે તે અનેકાંત છે, સ્યાદ્વાદ છે, કર્મને કર્તા પણ આત્મા છે અને આત્મા વડેજ સર્વ કામની સિદ્ધિ થાય છે અને મહાવીર પરમાત્માએ પણ ઉઠ્ઠાણ, કમ્મ, બળ વિર્ય, પુરૂષાકારને પ્રાક્રમ વડેજ સર્વ કાર્યની સિદ્ધી કહી છે, જૈનીઓ કર્મવાદી નથી પણ પિત પિતાના આત્મ વડે કરેલાં કર્મથી સુખ દુઃખાદિ ફળ ભેગવાય છે વગેરે જૈન શાસ્ત્રનું જ્ઞાન હોય તે એકાંતવાદમાં નહિ જાતા પાચે. સમવાયનું સ્વરૂપ જાણી જ્યારે જ્યાં જેની જરૂર હોય ત્યાં તેની વ્યાખ્યા કરે પણ એકાંતવાદમાં ઉતર નહિ. એકાંતવાદની પક્કડ કરે નહિ. સમદષ્ટિથી સમ્યક પ્રકારે અનેકાંત સ્યાદ્વાદ અને સત્ય સ્વરૂપ પ્રકાશે. ઇત્યર્થ:
પ્રશ્ન ૪૧ મું–કિયાવાદીના ૧૮૦ મત છે, તેનું શું સ્વરૂપ ?
ઉત્તર–ઉપર મુજબ જે કાળ, સ્વભાવ, નિયત, પૂર્વક અને ઉદ્યમ એ પાંચ સમવાય કહ્યા તે પાંચ સ્વઆત્માથી અને પાંચ પરઆત્માથી એમ ૧૦ ભેદ થયા. એ દશ શાસ્વતા અને દશ અશાસ્વતા એમ ૨૦ ભેદ, એ વીશને નવ પદાર્થ જે ૧ જીવ, ૨ અજીવ, ૩ પુન્ય, 8 પાપ પ અશ્રાવ, દ સંવર, ૭ નિર્જ, ૮ બંધ, અને ૯ મેક્ષ એ નવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org