________________
છે, એ વિધિ શ્રી જદ્ર ભગવતે ભવ્ય જીવને ઉદ્દેશીને કહી છે, એમ વિચક્ષણ ભવ્ય જીવે નિશ્ચ સમક્તિનું લક્ષણ સમજવું.
આને પરમાર્થ એ છે કે જિદ્ર દેવે કહેલાં તને વ્યવહારથી જાણે ને સદંહે તેને વ્યવહારથી સમક્તિ અને નિશ્ચયથી જાણે સદંહે તેને નિશ્રયથી સમક્તિનું લક્ષણ માનવું.
પ્રશ્ન ૭ મું–જેને નિશ્ચય સમકિત પ્રાપ્ત થાય તેને વ્યવહારથી કરણી કરવાની જરૂર ખરી કે કેમ? ઉત્તર–તે વિષે નીચેના સવૈયામાં ચેકનું કહ્યું છે. સાંભળે
સર્વ–૨૩ સોન્ગ जाकै निसचे प्रगटभये गुन, सम्यक दर्शन आदि अपार; ताकै हि हृदै गई विकलता, प्रगट रही करनी विवहार; जहां विवहार होइ तहां निश्चै, होय न होय उभै परकार; जहां विवहार प्रगट न दीसै, तहां न निश्चे गुन निरधार. १ .
જેને નિશૈથી સમ્યક્દર્શનને ગુણ પ્રગટ થાય છે એટલે જેને આતિ અનંત એવું ક્ષાયક સમક્તિ પ્રાપ્ત થાય છે તેના હૃદયમાં વિકલતા રહેતી નથી. તેને કોઈ જાતની ભ્રમણ રહેતી નથી સુખ દુઃખ આવ્યે પોતાનાં પૂર્વકૃત કર્મનું ફળ માને-જેને નિશ્ચય સમક્તિ પ્રગટ થયું હોય તેને શુદ્ધ વ્યવહાર કરણી બાકી રહી છે તે કરણી કરવા પ્રયત્ન કરે. તે કરણીમાં પ્રવર્તે ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યું કે--જ્યાં શુદ્ધ વ્યવહાર કરી હોય ત્યાં નિશ્ચય સમક્તિ માનવું ? ગુરૂ કહે હે ભાઈ ! જ્યાં શુદ્ધ વ્યવહાર કરણી હોય ત્યાં નિશ્ચ ગુણ હોય અને ન પણ હોય એમ બન્ને પ્રકાર રહ્યા છે, પરંતુ જ્યાં શુદ્ધ વ્યવહાર પ્રગટપણે ન દીસે ત્યાં નિશ્ચય ગુણ-નિશ્ચય સમકિત હોયજ નહિ. એમ આ સર્વેયે જણાવે છે.
પ્રશ્ન ૮ મું–સમિતિની રીતિ કેવી હોય ? ઉત્તર–સમક્તિ દષ્ટિની રીતિ પ્રવૃત્તિ નીચે પ્રમાણે હેય.
દેહરે – શત્રુ મિત્ર દ સમ હૈ, નહિ પુદ્ગલ પ્રીત;
આપ સમ જાણે અવેર, એ સમકિતની રીત. ૧ પ્રશ્ન ૯ મું–શ્રાવકમાં કેવા ગુણ હોવા જોઈએ, અને કેવા ગુણવાળાને શ્રાવક માનવા ? .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org