________________
૩૩૦
ગ્રંથી તે ગ્રંથીને શી રીતે ભેદે ? કે ગિરિવર જે પર્વત તે ભેદવાને જેમ વજ બળવાન છે, તેમ અપૂર્વ કરણ પરિણામ રૂપે ઉગ્ર વજી ધારાએ કરીને જીવ ગ્રંથી ભેદતે અંતર મુહૂર્ત કાળમાં અનિવૃત્તિ કરણે ગયે, પછી તે અનિવૃત્તિ કરણે ગયે કે જે કરે તે કહે છે.
પ્રતિ સમયે એટલે સમય સમય પ્રત્યે વિશુદ્ધમાન પરિણામિ થકો ત્યાં બહુલાં કર્મોને ખપાવે, તે વખતે જે મિથ્યાત્વનાં દલિયાં ઉદય આવ્યાં, તેને ક્ષય કરે અને જે ઉદય ન આવ્યાં ઉદયાભિમુખ ન થયાં તે દલિયોને ઉપશમાવે, એટલે ઉદીરણાદિક કરણ બળે પણ વિપાકેદય અથવા પ્રદેશદય જે થઈ શકે નહિ તેને ઉપશમાવ્યા કહીએ. એમ અહિં અનિવૃત્તિ કરણે કેટલાંક મિથ્યાત્વનાં દલિયાં ખપાવ્યાં અને કેટલાંક ઉપશમાવ્યાં, અને મિથ્યાત્વ સ્થિતિના બે ભાગ કરી વચમાં અંતર કર્યું.
પ્રશ્ન ૯૦ મું–અંતર કરણ કર્યા પછી શું થયું?
ઉત્તર–અંતર કરણ કરતાં જે થયું તે કહે છે. પૃષ્ઠ ૫૯૨મે-જેમ કેઈક પંથી જન ગ્રીષ્મ કાળમાં મધ્યાહ્ન સમયે નિર્જળ વનમાં સૂર્યના પડેલા કિરણને પરિતાપે પડેલા લૂત અજડ તાપે કરી અતિ વ્યાકુલ થયે હોય, તેને કઈ શીતલ સ્થાનક મળે વળી ત્યાં કઈ બાવન ચંદનનું ર છાટે તે વારે તે પંથી શાતા પામે કે આનંદમગ્ન હોય ?
તેમ અહિં ભવ્ય જીવ રૂ૫ પંથી અનાદિ કાળને સંસાર રૂપ ઉગ્ર ગ્રીષ્મ કોળે જન્મ મરણાદિ રૂપ નિર્જળ વનમાં કષાય રૂપ ઉગ્ર તાપે પડ્યો રેગ શેકાદિ રૂપ લૂ અજડ એટલે લુખ તેણે કરી અલુ (દગ્ધ થયેલે) અને તૃષ્ણ રૂપ મેટી પીપાસા તેણે કરી પરાભ થશે ભવ્ય પંથી તે અનિવૃત્તિ કરણ રૂપ શુદ્ધ સરલ માર્ગ પામી દૂરથી અંતર કરણ રૂપ શીતલ સ્થાનક દેખી હર્ષવંત થકે ધસી ત્યાં પહોંચે એટલે ગોશીષ જે બાવન ચંદન તેને જે રસ તેની પશીતલ અતિશય પરમ ઉત્કૃષ્ટ અનિવૃત્તિ કરણ પરમ સુખ શાતા કરણ એવું તે અનિવૃત્તિ કરણને અંતે અને અંતર કરણને પ્રથમ સમયે ઘનસારવત્ શીતલ સમ્યકત્વ પામે તે વારે અનંતાનુબંધી તથા મિથ્યાત્વ કૃત પરિતાપ સર્વ મટી જાય, ગાહ તૃષ્ણ પીપાસા મટી જાય. અહિં અનાદિ કાળનું પરમ શત્રુ પરમ દુઃખદાતા રૂપ એવા મિથ્યાત્વનું દુઃખ અંતર્મુહૂર્તા સુધી દફે થાય ( દૂર થાય) અનાદિને પ્રથમ દુઃખાંત અહિં થયે. (એટલે ઉપશમ સમક્તિ અંતમુહૂરની સ્થિતિવાળું પ્રથમ પ્રાપ્ત થયે અનાદિ મિથ્યાત્વને અંત આવી ગયે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org