________________
ઉત્તર–અનિવૃત્તિ કરણે ગયે થકો જીવ જે કરે તે કહે છે. તે જીવને ત્યાં અનિવૃતિ કરણે અતિ વિશુદ્ધ પરિણામના જોરથી મિથ્યાત્વ મેહનીયન પુજની સ્થિતિ બે થાય. તેમાં પહેલી સ્થિતિ અંતર્મુહૂર્ત વેવ એટલે એક અંતર્મુહૂર્તમાં ખપી જાય, એટલી સ્થિતિનાં મિથ્યાત્વ મેહનીય નામ કર્મના દલીયાં તે મોટી સ્થિતિ જે કડાકોડી સાગરોપમમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન છે તે સ્થિતિમાંથી નજીક ખેંચી લે, એટલે બીજી પાપ મને અસંખ્યાતમે ભાગે યૂન એક કડાકડી સાગરોપમ પ્રમાણ હતી તેમાંથી અંતમુહૂર્ત પ્રમાણ વેદ નીચી ખેંચીને જૂદી કીધી. બાકી શેષ રહી તેને મેટો પુજ અલગે રાખે એટલે હાની સ્થિતિ તથા મેટી સ્થિતિને વચમાં અંતર પડ્યો તે વારે એ બેઉ સ્થિતિની વચમાં જે ખાલી જગા રહી તેને અંતર કરણ કહીએ, એમ અહિં અનિવૃત્તિ કરણને જોરથી અંતર કરણ કરે.
પ્રશ્ન ૮૯ મું—અનિવૃત્તિ કરણમાંથી જીવ અંતર કરણમાં આવે ત્યારે શું કરે ?
ઉત્તર–પૃષ્ઠ ૫૯૧મે-કહ્યું છે કે પ્રથમ સ્થિતિ ગત દલિયાને અંતમુહૂર્તમાં ખપાવે અને મોટી સ્થિતિમાંથી આવતાં દલિયાને ઉપશાવે વિર્ષાભિત ઉદય કરે અંતર્મુહૂર્ત ઉદય ન આવે એવાં કરે.
એટલે અનિવૃત્તિકરણે બે કાર્ય કરે. એક તે મિથ્યાત્વ સ્થિતિના બે ભાગ કરી અંતરકરણ કરે અને બીજું અંતમુહૂર્ત વેવ પ્રથમ લઘુ સ્થિતિને ખપાવે એટલે અનિવૃત્તિ કરણને કાળ પૂરો થાય તે વારે આગળ અંતર કરણમાં ધસે, દોડી જાય, પ્રવેશ કરે, તે વારે ત્યાં અંતર કરણને પ્રથમ સમયે હે નાથ ! તમારે પ્રસાદે ક્ષાયિકાદિકની પરે વિશિષ્ટ તે નહિ પણ સામાન્યપણે અલ્પકાલીને ઉપશમ નામ સમક્તિ પામે. તે શી રીતે પામે તેની ઉપમા કહે છે, જેમ સુભટ હોય તે રણને વિષે વેરીને
જીતવાથી પરમાનંદ પામે, તેમ અનાદિન જે રાગ દ્વેષ રૂપ મોટા શત્રુ તનિત ગુરૂ કર્મ સ્થિત્યાદિ અનંતાનુબંધિયા ચાર વેરીને જીતવાથી પરમાનંદ સરખું સમ્યકત્વ જીવ પામે.
એટલે અનાદિ કાળને સંસાર ચક્રમાં ભમતે થકે જીવ, મિથ્યાત્વ મોહનિયાદિક કર્મોને ખપાવીને તે યથા પ્રવૃત્તિ કરણે કરીને કર્મો ખપાવે, તેનું દૃષ્ટાંત પૂર્વોત નદીના પ્રવાહને પાષાણ, તેના દwતે ખપાવે, પછી પૂર્વે કઈ વારે ભેદી નથી એવી જે રાગ દ્વેષ પરિણતિમયી મિથ્યાત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org