________________
૩૧૯
એ ચતુર્ગતિ બ્રમણ રૂપ સંસાર, તેજ જાણીએ એક ઘેર કાંતાર એટલે ભયાનક અટવી, તેને વિષે મિહનીયાદિક આઠે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના વિપાક વેદવાના પરવશપણા થકી એ જીવ ભ્રમણ કરે છે. સર્વ જીની મૂળ સ્થિતિ એવી છે કે અનાદિ નિગદ જે સૂક્ષમ વનસ્પતિકાય જાતિ નિગોદ, તેમાં ખાણ સંપન્ન કનકપલ ન્યાયે અનાદિના રહે છે, એ સર્વ જેની મૂળ સ્થિતિ છે, તેમાં અંગુલને અસંખ્યાતમે ભાગે શરીર હોય, અને બસ છપન્ન આવલિકાનું આયુ હોય. એટલે રેગ રહિત મનુષ્યના એક શ્વાસોચ્છાસ માંહે સત્તર જીવ ઝાઝેરા કરે, એમ કેવળ તુચ્છ આયુષ્ય વૈદતાં ક્ષુલ્લક ભવ રૂપે અનાદિ નિગદમાં ચય ઉપચય એટલે ત્યાંજ જન્મ મરણ કરતા રહે છે, એ રીતે સર્વ સંસારી જી ને નિગદમાં ભટકતા અનંતાનંત પુદ્ગલ પરાવર્તાન વીતી ગયા.
પ્રશ્ન દ૯ મું–જ્યારે નિગદમાં અનંતાનંત પુદ્ગલ પરાવર્તનકાળ કાઢયે ત્યારે જીવને સમક્તિની પ્રાપ્તિ થયા યેગ્ય કયારે થયે ગણ?
ઉત્તર–જ્યારે જીવ નવઘાટી એલંઘીને આવે એટલે સૂફ નિદણમાંથી અધ્યવસાયની તારતમ્યતાએ કઈ જીવ કઈ વખત હલુકમી
એટલે કમેં ઘસાતે ઓછા કર્મવાળો થાય, એટલે સૂક્ષ્મ નિગદમાંથી બાદર નિગદમાં આવે ત્યાં છેદન ભેદનાદિ અકામ નિર્જરાના વેગે પ્રથિવ્યાદિ પાંચે સ્થાવર કોયમાંથી બેરિંદ્રિયાદિક વિકલે ક્રિયાદિકમાં તથા અસંસી પંચેદ્રિયપણું પ્રાપ્ત થયે અનેક પ્રકારનાં દુઃખ સંકટો સહન કરતાં અકામ નિર્જરને યોગે ઉપર કહેલી નવ ઘાટી એલંઘી સંજ્ઞી પંચંદ્રિયપણું પામે. એમ અનેક પ્રકારનાં શુભાશુભ કર્મના મેગે શુભાશુભ ગતિ નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવતાને ભવ રૂપ ચાર ગતિ રૂપ ચક્રવાળમાં ભવ બ્રમણ કર્યા કરે છે, ને કરશે. પણ સમક્તિ પ્રાપ્ત થવું મહા દુર્લભ કહ્યું છે.
પ્રશ્ન ૭૦ મું–શિષ્ય-જ્યારે આપ કહો છે કે જીવ અનંત શક્તિને ધણું છે તે પછી તેને ભવ ભ્રમણ શા માટે કરવા પડે ?
ઉત્તર–હે ભાઈ ! તારું કહેવું ખરું છે અને અનંત શકિતને ધી છે એ વાત સત્ય છે પણ જ્યાં સુધી જીવ રાગદ્વેષના બંધને બંધાયેલે છે ત્યાં સુધી તેના ઉપર આઠ કર્મરૂપ શત્રુઓ હમલા કર્યા કરે છે કે જેથી તેના બંધનથી મુક્ત થવાને શક્તિવાન થઈ શકતા નથી.
પ્રશ્ન ૭૧ મું-અનંત શક્તિવાન જીવને કર્મના બંધનમાં આવવાનું શું કારણ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org