________________
૩૧૬
ઉત્તર–ઉપર કહેલા આઠ બેલના અલ્પ બહુમાં પૃચ્છા સમય, અનંતના ત્રણ બેલમાં કેવળીથી મતિ શ્રત અજ્ઞાની અનંત ગુણા કો તે નિગદના જીવ આશ્રી સિદ્ધના જીવથી નિગદના જીવ અનંત ગુણ કહ્યા છે તેને બે અજ્ઞાન જ લાભે તે આશ્રી.
અને જે સત્તા આશ્રી ગણીએ તે મિક્ષ જવાવાળા ભવ્ય જીવથી ત્રણ કાળમાં મોક્ષ નહિ જવાવાળા કે જેને સત્તામાં સમક્તિજ નથી એવા અભવ્ય અને ભવ્ય જીવ અનંત ગુણ છે. તે સત્તામાં રહેલા કેવળ જ્ઞાનથી પણ મતિ શ્રત અજ્ઞાની અનંત ગુણ હેય.
ભવ્ય જીવ કેવળ જ્ઞાનને યોગ્ય છે એમ તે ચોકખું લખે છે તે પછી ભવ્ય જીવને કેવળ જ્ઞાન સત્તામાં છે એમ કહેતાં શું વાંધો આવે જે વસ્તુ સત્તામાં હોય તેજ વસ્તુ પ્રગટ થાય.
દાખલા તરીકે કે સર્વ મનુષ્ય રાજ યોગ્ય હોતા નથી પણ રાજ એ મનુષ્યના અભ્યત્તર ગુણ અને ચિહ્ન જુદાજ હોય છે. જેમ દેવગતિને પ્રાપ્ત ... મનુષ્ય ભવ્ય દ્રવ્ય દેવ ગણાય છે તેમ સિદ્ધ ગતિને પ્રાપ્ત ... જીવ ભવ્ય સિદ્ધિયા ગણાય છે. તેનામાં સત્તાએ સિદ્ધ ગતિને પ્રાપ્ત થવા યોગ્ય ગુણ અને લક્ષણ પણ હોય છે.
ભવ્ય જીવ અને અભવ્ય જીવની ઓળખાણને માટે શ્રીસમવાયાંગજી સૂત્રનું ૨૬મું-ર૭મું-ને ૨૮મું-સમવાયંગ ચેકનું જણાવે છે કે-સત્તામાં જેને સમક્તિ મોહનીય અને મિશ્ર મેહનીય નથી તે અભવ્ય જીવ. તેને સત્તામાં સમકિત અને કેવળ જ્ઞાન પણ નથી. અને જેને એક સમક્તિ મોહનીય સત્તામાં નથી એવા ભવ્ય જીવને સત્તામાં સમક્તિ અને કેવળ જ્ઞાન પણ નથી. અને જેને અઠ્ઠાવીશે પ્રકૃતિ સત્તામાં છે એવા ભવ્ય જીવને સત્તામાં સમક્તિ છે ને કેવળ જ્ઞાન પણ છે. એમ સૂત્રના ન્યાયથી સાબીત થાય છે. વિશેષ બુલાસાને માટે જુઓ પહેલાં લખાયેલે ભાગ ૬૩.
એક પક્ષ એમ જણાવે છે કે સર્વ જીવ સિદ્ધ સમાન છેમાટે સર્વ જીવને સત્તામાં કેવળ જ્ઞાન છે. ત્યારે બીજો પક્ષ એમ કહે છે કેજે જીવને મોક્ષ પ્રાપ્ત થવાનું છે એવા ભવ્ય જીવને કેવળ જ્ઞાન સત્તામાં હેય બીજા ને ન હેય. મોક્ષ પ્રાપ્ત ભવ્ય જીવ સિવાય બીજા પાસે સમક્તિ રૂપ બીજક નથી માટે. ત્યારે ત્રીજો પક્ષ ચકખું લખે છે કે સર્વ જીવને સત્તાએ કેવળ જ્ઞાન નથી. કેવળ તે જીવને નવું ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org