________________
૩૧૫
આદિ કહી છે. એટલે સત્તામાં રહેલી વસ્તુની સ્થિતિ ગણી નથી તેનું કારણકે જે સમયે જે જીવને જે વસ્તુ પ્રગટ પણે પ્રકાશમાં આવતી હોય-પરિ ભાગમાં આવતી હોય અને જેના તાબામાં જીવ પ્રવર્તતે હોય તેજ ખાતાને તે જીવ ગણાય. અને એકના તાબામાંથી છૂટી બીજાના તાબામાં જાય ત્યારે તેના ઘરને જીવ ગણાય, માટે દરેક જીવનું માતૃ સ્થાનક-શ્રી ભગવતીજીમાં વનસ્પતિ કહેલ છે. એટલે દરેક જીવનું મૂળ ઘર નિગેદ છે. તે અનાદિ નિગદ ને અનાદિ અજ્ઞાનને ભાગે સૂત્રમાં કહે તેનું શું આશ્ચર્ય ? તેમાંથી પણ જ્યારે અકામ નિરાએ ઉચે આવે ને પિતાની આત્મ શકિત-આત્મ ત્રદ્ધિ-આત્મ લબ્ધિ જે અવરાઈ ગયેલી-દબાઈ ગયેલી હતી તેને આત્મા પિતે પોતાની સત્તામાં રહેલી વસ્તુને પ્રગટ કરે ત્યારે અજ્ઞાન ખસે એટલે જ્ઞાન પ્રગટ થાય. મિથ્યાત્વ ખસે એટલે સમકિત પ્રગટ થાય. અર્થાત્ જ્ઞાનાવરણીય જે જ્ઞાનને આવરણ કરનાર કર્મ તે ખસે એટલે જ્ઞાન પ્રગટ થાય. અને મોહનીય કર્મનું આવરણ ખસે ત્યારે સમકિત અને ચારિત્ર પ્રગટ થાય. એટલે જીવની પાસે સત્તામાં જ્ઞાન દર્શનને ચારિત્રને પર્ય રહેલા હોય એવા ભવ્ય જીવનેજ સત્તામાં રહેલી વસ્તુ પ્રગટ થાય છે. માટે ભવ્ય જીવને સત્તામાં જ્ઞાન સમકિત ચારિત્ર કેવળ જ્ઞાનને કેવળ દર્શન અને તેને પર્ય સત્તામાં છે તે પ્રગટ થાય છે. નવા ક્યાંથી આવતા નથી.
પ્રશ્ન ૬૪ મું–શિષ્ય-ત્રીજો પક્ષ લખે છે કે-શ્રી જીવાભિગમે
एएसिणं भंते आभिणि बोहिय णाणीणं, सुयणाणी उहीणाणी, मण पज्जवणाणी, केवलणाणी, मइ अणाणी, सुयअणाणी, विभंग गाणीणं, कयरे कयरे अप्पा वा बहु यावा तुल्लावा विसेसाही यावा ? गोयमा सव्व थोवा जीवा मण पज्जवणाणी, उहिणाणी असंखेन्जगुणा, आभिणि बोहिय गाणी, सुयणाणी एए दोवि तुल्ला विसेसाहिया विप्नंग अणाणी असंखेजगुणा, केवल णाणी अणंत गुणा मइ अणाणी सुय अणाणीय दोवि तुल्ला अणंतगुणा.
એ અલ્પ બહત્વ મધ્યે કેવળજ્ઞાનીથી મતિ શ્રુત અજ્ઞાની અનંત ગુણ કહ્યા. તે માટે સર્વ જીવની પાસે કેવળ જ્ઞાન સત્તા નથી. જે સર્વ જીવ પાસે કેવળ સત્તામાં હોય તે કેવલીથી અજ્ઞાની અનંત ગુણ કેમ કહે ? તે માટે સર્વ જીવને સત્તાએ કેવળ જ્ઞાન નથી. ભવ્ય જીવ કેવળ જ્ઞાનને યેગ્ય છે અને અભવ્ય જીવ કેવળ જ્ઞાન પામવાને અગ્ય એમ જાણવું–આ પ્રમાણે ત્રીજો પક્ષ લખે છે તેનું કેમ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org