________________
૩૧૧
જ્ઞાનના આવરણના ઉપશમથી ચારે જ્ઞાન નેખાં નોખાં ઉત્પન્ન થવાનું કહ્યું છે. અને કેવળ જ્ઞાનને માટે કેવળ જ્ઞાનાવરણીયને ક્ષય થયે કેવળ જ્ઞાન ઉપજે એમ કહ્યું છે. તથા જ્ઞાતાછમાં મેઘ કુમારને પણ તદાવરણીય કર્મના ક્ષપશમે જતિ સ્મરણ જ્ઞાન ઉપર્યું કહ્યું છે. તે પણ મતિ જ્ઞાનના
યોપશમ ભાવે છે. એમ કેટલાક સૂત્રના ન્યાયથી જાતિ સ્મરણ જ્ઞાન ક્ષપશમ ભાવે છે પણ ઉપશમ ભાવ સંભવતું નથી.
પ્રશ્ન ૬૧ મું-શિષ્ય-તે પછી નમિ રાજષિના અધિકાર મંડાતાં જ કહ્યું છે કે-૩વસંત મોદળજો, સાજણ ગાડું. ૧મહનીય કર્મને ઉપશાંત થયે પૂર્વની જાતિ સાંભરી. અહિંયા તે ઉપશમ ભાવે જાતિ સ્મરણ જ્ઞાન ખુલ્લું જણાય છે. અને આપ પશમ ભાવે કહે છે તે આ બે પદ વિષે શું સમજવું ?
ઉત્તર–અહિંયા મેહનીય કર્મને ઉપશાંત કહ્યો તે વેદ આશ્રી કહ્યો હેય એમ જણાય છે. એટલે એક હજાર રાણીઓને ઉપરથી મેહ ભાવ ઉતરી જવાથી વેદને ઉપશમ થયે અને તદાવરણી કર્મ એટલે જાતિ સ્મરણને આવરણ કરનારું કમ મતિ જ્ઞાનાવરણીય તેને ક્ષયોપશમ થવાથી જ જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયું ક્ષયે પશમ ભાવે દષ્ટિ ૩ ત્રણ અને જ્ઞાન ૪ ચાર કહ્યાં છે. તે સમકિત અને જ્ઞાન (કેવળ વરજી) સર્વ ક્ષયપરામ ભાવે છે. માટે નમિરાજ ઋષિને મેહનીયને ઉપશાંત જે કહ્યું તે વેદ આશ્રી સંભવે છે. દાખલા તરીકે-અનુત્તર વિમાનના દેવતા ઉપશમ ભાવી છે, પશમ ભાવી છે. અને ક્ષાયક ભાવી પણ છે છતાં ઉપશાંત હી કહ્યા છે. તે વેદ આશ્રી કહેલ છે. તેમ નમીરાજ ઋષીને માટે પણ જાણી લેવું
પ્રશ્ન દર મું–શિષ્ય-ત્રીજો પક્ષ કહે છે કે-સમકિત જીવને નવું હાય સત્તાએ સર્વ જીવને સમક્તિ નથી. તેનું કેમ?
ઉત્તર–ત્રીજો પક્ષ એમ તે લખે છે કે-સાત પ્રકૃતિને ઉપશમ થાય ત્યારે ઉપશમ સમક્તિ પામે, ને સાત પ્રકૃતિને પશમ થાય ત્યારે ક્ષપશમ સમકિત પામે, અને એ સાતે પ્રકૃતિને લાયક ભાવ (ક્ષય) થાય ત્યારે ક્ષાયક સમકિત પામે. તે ક્ષય ઉપશમ કે ક્ષયપશમ તે સમકિતને લે કે સમકિતને આવરણ કરનાર મિહનીયની પ્રકૃતિને લેવો? જો આવરણ કરનારી પ્રકૃતિને લઈશું તે તે પ્રકૃતિએ કોને આવરણ કર્યું ? જે સમકિતને આવરણ કરનારી તે પ્રકૃતિ ઠરશે તે સમકિત જીવને સત્તામાં છે એમ ઠરશે. સમકિતને અનાદિ કાળનું આવરણ હતું તેથી તે પ્રકાશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org