________________
૨૧
પ્રશ્ન ૪૩ મું—શિષ્યશ્રી ઠાણાંગ સૂત્રના બીજે ઠાણે એ પ્રકારના ધર્મ કહ્યો છે. એક સૂત્ર ધમ, અને બીજે ચારિત્ર ધ. સૂત્ર ધર્મને માટે ઉત્તરાધ્યયનના નવમા અધ્યયનમાં ૧૬ કળા કહી તેમ ચારિત્ર ધર્મને માટે સૂત્રમાં કાંઇ કહ્યુ છે ? હોય તે કૃપા કરી જણાવશે ?
ઉત્તર-—જેમ સૂત્ર આપ્યાત ધર્મની ઉત્તરાધ્યયનમાં સોળ કળા કહી તેમ શ્રી જ્ઞાતાજી સૂત્રના દશમા અધ્યયનમાં યુતિ ધર્મ સાધુ ધ એટલે આરિત્ર ધર્મીને ખીજના ચંદ્રમાથી પૂર્નમના ચંદ્રમા સુધીની ચડતી કળાની પેઠે કહેલ છે. એટલે પૂનેમને ચંદ્ર સોળે કળાએ પૂર્ણ હાય છે. બીજના ચદ્રની પેઠે ચારિત્રની કળા શાસ્ત્રકારે પ્રગટ થતી કહી, તે ચારિત્રના પરિણામની ધારાએ ચડતી કળાએ છેવટના ચારિત્રના ગુણનુ ફળ જે માક્ષ પ્રાપ્ત થતાં સુધીમાં સેાળે કળા પ્રગટ થવા જણાવે છે.
પ્રશ્ન ૪૪ મું-ચારિત્રની સેાળ કળાનુ' સ્વરૂપ શી રીતે છે તે જણાવશે ? ઉત્તર—તે વિષે કિંગ ખર મતના ગ્રંથમાં એક સર્વેચે છે. તેમાં મેળે કળાનુ સ્વરૂપ આવી જાય છે, તે નીચે પ્રમાણે છે.
સવૈયા એકત્રીસા.
मिथ्यागंठ भेद भयो अंधकार नासि गयौ, सम्यक् प्रकाश लय ग्यांनकला भासी हैं; अनुव्रत भाव धरे महाव्रत अंगी करे, श्रेणिara afs के प्रकृति विनासी हैं; मोहको पसारो डारि घांतिया सुकर्म टारि, लोकालोकको निहारि भयो सुख रासी हैं; सर्व विनास कर्म भयो महादेव पर्म, ict भविताहिनित लोक अग्रवासी हैं. १
મિથ્યાત્વ વિધ્વંસન ચતુર્થાંશીમાં કહ્યું છે કે —જ્યારે સમક્તિ સહિત ચારિત્રની કળા પ્રગટ થવાની હોય ત્યારે પ્રથમ અનંતાનુબ`ધીની ચાકડી સહિત મિથ્યાત્વના ગઠી ભેદ થાય. અને જ્યારે ગડી ભેદ થાય ત્યારે મિથ્યાત્વ રૂપ અંધકારના નાશ થાય. જ્યારે મિથ્યાત્વ રૂપ અંધકાર ખસે ત્યારે સમકિતના પ્રકાશ અને જ્ઞાનની કળા પ્રગટ, એવા જીવને પછી જેમ જેમ ચારિત્રાવરણીયની મેહનીય કર્મીની પ્રકૃતિએ ખસતી જાય તેમ તેમ ચારિત્રના ગુણુ રૂપ કળાએ ખીલતી જાય, એટલે પ્રથમ સમકિતની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org