________________
૨૮૩
મનુષ્ય સરખા કહી શકાય. તેથી સર્વ મનુષ્ય શહેનશાહ બની જાય ખરા? શહેનશાહ અને બીજા મનુષ્યની પુણ્યરૂપ ઋદ્ધિમાં અનતે તફાવત છે. ક્યાં ચક્રવર્તિની અદ્ધિ ને શક્તિ, ને ક્યાં, એક ડીબડું લઈને માગી ખાનારની અદ્ધિ અને શક્તિ.
સિદ્ધ અને નિગેદના જીવ સરખા છે અને બન્નેની અનંતી શક્તિ પણ સરખી છે. તે તે નિગદનાં દુઃખ શા માટે સહન કરે છે ?
પ્રશ્ન ૨૯મું–ત્યારે કોઈ એમ કહે કે-નિગેદના જીવની અનંત શકિત તે છે પણ કમેં કરીને આવરેલી છે તેથી તેની શકિત દબાઈ ગઈ છે. કહ્યું છે કે –
કર્મ સંગ જીવ મુંઢ હૈ, પોવે નાના રૂપ;
કર્મ રૂપ મળ કે શુધ્ધ, ચિંતન સિદ્ધ સ્વરૂપ. ૧
તે જ્યારે પ્રકાશમાં આવશે ત્યારે તે જીવ પણ સિદ્ધની શકિતને પ્રાપ્ત થશે. તેમ સર્વ જીવને માટે સત્તામાં શક્તિ અનંતી છે અને તે પ્રગટ થયે પ્રકાશમાં આવશે ત્યારે તે પણ સિદ્ધ સમાન થશે. માટે સર્વ જીવ સત્તાએ સરખા છે.
ઉત્તર–આ શબ્દ બધા ભવ્ય જીવને માટે છે. અને તમામ ઉપદેશ પણ ભવ્ય જીવને લઈને જ છે. ભવ્ય જીવન માટે સિદ્ધની શકિતના તમામ બેલ લાગુ થવા સંભવ છે. અને દરેક શાસ્ત્રકારો પણ આત્માને પરમાત્માની ઉપમા આપે છે--સિદ્ધ સમાન ગણે છે તે ભવ્ય જીવની પાસે સિદ્ધ પદ પ્રાપ્ત કરવાની શક્તિ સત્તામાં રહેલી છે તેને લઈનેજ સિદ્ધ અને આત્માની સરખામણી થાય છે. એક દિગબર અને ગ્રંથ હસ્ત લિખિત છે તેમાં સૌયા છપ્પ દોહરા વગેરે ઘણી બાબતે કિમતી લખેલા છે. તેમાં ભવ્ય જીવને ઉદ્દેશીનેજ સિદ્ધની શકિતના તમામ ગુણે લખ્યા છે તેની વાનકી રૂપે થોડું લખાણ નીચે આપવામાં આવે છે. સાંભળે–
છપય છંદ. જિન ધર્મ વિનુ જીવ, તેહિ શિવ પંથ ન સૂઝે; જિન ધર્મ વિનુ જીવ, આપ પર ક નહિ બુઝે; જૈન ધર્મ વિનુ જીવ, મર્મ નિજ કે નહિ પાવે; જૈન ધર્મ વિનુ જીવ, કર્મ ગતિ દિષ્ટ ન આવે; જૈન ધર્મ વિનુ જીવ તેહિ, કેવલ પદ તિહું નહીં; અજ હી સંભાલિ ચિર કાલ, હું અચિદાનંદ ચેતા કહી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org