________________
૨૮૨
ભવ્યમાં ચૌદે ગુણઠાણ કહ્યાં છે, અને અભવ્યમાં એક પહેલુંજ ગુણઠાણું કહ્યું તે અનાદિ અનંત મિથ્યાત્વને લઈને એટલે ત્રણ કાળમાં પહેલું ગુણઠાણું છૂટેજ નહિ.
પ્રશ્ન ૨૬ મું–ભવ્ય અભવ્યમાં ચરીમ અચરીમ વિષે કેવી રીતે છે?
ઉત્તર–પન્નવણું પદ વજે–ચરીમ અચરીમ વિષે અર્થકારે કહ્યું છે કે–ચરમ તે ભવ્ય જીત–ને અચરમ તે સિદ્ધના જીવ અને ચભવ્ય જીવ બને લેવા. અને ત્રણ ભેદ કરીએ તે ભવ્ય જીવ ચરીમ –અભવ્ય જીવ અચરીમ-અને સિદ્ધના જીવને ચરીમને અચરીમ. તેને અલ્પાબહત્વ કરીએ તે અચરમ સર્વથી થોડા અભવ્ય આથી ૧ તેથી નોચરીમ ને અચરીમ અનંતગુણા સિદ્ધના જીવ ર તેથી ચરમ અનંતગુણ ભવ્ય જીવ આશ્રી ૩.
પ્રશ્ન ર૭ મું–ચમિ અચીમને અર્થ શું ?
ઉત્તર–ચરીમ એટલે જેને છેડે આવે છે, અને અચરીમ એટલે જેને છેડો ન આવે તે. એટલે ભવ્ય જીવને ચરીમ કહ્યા તે મુકિત ગયા અટલે તેને છેડે આવી ગયે, ભવ્યપણું મટી ગયું. અને અભવ્યને છેડે નથી માટે અચરિમ, અને સિદ્ધમાં નથી ભવ્યપણું કે નથી અભવ્યપણું માટે નેચરીમને અચરીમ કહ્યા છે. અને અભવ્યને છેડે નથી તેમ સિદ્ધને પણ છેડે નથી માટે બન્નેને અચરમ પણ કહ્યા છે.
પ્રશ્ન ૨૮ મું–કેઈ કહે કે-ભવ્ય, અભવ્ય અને સિદ્ધમાં તફાવત તે હેય પણ તમામ જીવની શકિત અનંતી છે–સિદ્ધ અને સંસારી તમામ જીવ અનંત શકિતને પણ છે. માટે તમામ જીવ પાસે અનંતી શક્તિ છે. તેનું કેમ ?
ઉત્તર—એ તે એક ઓધિક વાક્ય છે કેઈ કહે કે અમારા ગામમાં બધા ઋદ્ધિપાત્ર છે તે શું તે ગામમાં દારિદ્રી નહિજ હોય ? શાસ્ત્રમાં દ્વારકાને સેનાને ગઢ ને રત્નના કાંગરાએ વખાણી લક્ષ્મીએ ભરપૂર કહી છે તે ત્યાં શું ભિખારી –માગણ નહિ હોય? દ્વારકા ને દેવલેક ભૂયા કહે પણ દેવલેક તે નહિ, એ વાત સત્ય છે. શાસ્ત્રમાં ઘણા અપેક્ષાવાચી શબ્દો રહેલા છે. એમ લેક ભાષાએ સર્વ જીવ સર્વ આત્મા સરખા છે અને સર્વની પાસે અનંત શક્તિ છે. તે કેઈ અપેક્ષાવાચી વાક્ય છે. કોઈ એમ કહે કે-હું શહેનશાહ છુંહું મનુષ્ય છું અને તે પણ મનુષ્ય છે. એમ મનુષ્યની અપેક્ષાએ સરખા કહી શકાય તે એક નહિ પણ તમામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org