________________
પ્રશ્ન ૭ મું-કર્મ કર્તા જ્યારે આત્મા છે તે આત્મા આત્માને વેરી થયે એમ કહી શકાય કે કેમ?
ઉત્તર–તેમ કહેવાને કોઈ વાંધો નથી. કેમકે કષાયઆત્મા, જોગઆત્મા (અશુભગઆત્મા) અને અજ્ઞાનઆત્મા તે આત્માને વેરીજ છે સંસારમાં પરિકામણ કરાવનાર, નરક નિદાદિકનાં દુઃખના આપનારા આત્મકાર્યને વિનાશ કરનારા છુપા શત્રુ તે એજ છે. શ્રી સૂપગડાંગજી સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે વોહં ર મા જ તવ માથે મેં રહેલ્થ મથ વોરા કોધ, માન, માયા ને લેભ આ ચારે કષાય આત્મા છે તે દ્રવ્ય આત્માની સાથે મળી જઈને મૂળ આત્માને સ્વભાવ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ તેને છુપી રીતે કે પ્રગટ રીતે પણ નાશ કરે છે, એટલે નિર્મળ આત્માને દોષિત બનાવે છે. આઠે કર્મને ઉત્પન્ન કરનાર આ ચાર કષાયરૂપી ચંડાળ ચેકડી છે.
પ્રશ્ન ૮મું–કર્મને ઉત્પન્ન કરનારાં કર્મના બીજ તે રાગ અને દ્વેષ એ બેજ કહ્યાં છે તે કેમ?
ઉત્તર–રાગ દેષ કહો કે કષાય કહો તે એકજ છે. કષાયના ચાર ભેદ જે કોધ, માન, માયા ને લેભ તેમાં બે પ્રકૃતિ રાગની છે ને બે પ્રકૃતિ દ્વેષની છે. ક્રોધ અને મનને શ્રેષમાં, માયા તથા લેભને રાગમાં સમાવેશ થાય છે. રાગદ્વેષ એ બેજ કર્મનાં બીજ છે અને દ્રવ્ય તથા ભાવે આત્માને હાની કરનારાં છે.
પ્રશ્ન ૯મું–કોધાદિ ચારે બેલ દ્રવ્ય અને ભાવે હાની કેવી રીતે કરે છે તે જણાવશે?
ઉત્તર-સાંભળે દશવૈકાલિક સૂત્રના ૮મા અધ્યયનમાં ગાથા ૩૮ મી कोहो पीई पणासेइ माणो विणय नासणो; माया मिताणि नासेइ, लोभो सन्च विणासणो ३८.
અર્થ – કંધ જે છે તે દ્રવ્ય ને ભાવે પ્રીતિને નાશ કરે છે દ્રવ્યથી સંબંધીઓ સાથે અને ભાવથી ધર્મ સાથે પ્રીતિ થવા દે નહિ ને હોય તે નાશ કરે. માન જે છે તે પણ દ્રવ્ય અને ભાવે વિનયને નાશ કરે છે. દ્રવ્ય માતા પિતા અને વડીલેને વિનય થવા ન દે, અને ભાવથી ગુર્નાદિકને વિનય થવા ન દે. માયાથી દ્રવ્ય અને ભાવે મિત્રભાવને નાશ થાય છે. દ્રવ્યે સંસાર વ્યવહારનાં કામ સંબંધી મિત્રભાવ થવા ન દે અને ભાવે સર્વ પ્રાણીઓમાં આત્મવત્ બુદ્ધિરૂપ મૈત્રી ભાવના થવી જોઈએ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org