________________
૨૪૨
એક દેશી પુરાવા ઉપર અથવા એકાંતવાદ ઉપર દૃષ્ટિ રાખવાની નથી. પણ અનેકાંત એવા સૂત્ર વચન અને તેનાં રહસ્ય ઉપર આધાર રાખે તે સહેલાઇથી તમામ બાબત સમજવામાં આવી જાય.
હવે જે પ્રશ્ન મૂકવામાં આવ્યું છે કે-સ જીના જ્ઞાનાદિકના અનતા અનંતા પવ છે એમ શ્રી ભગવતીજી સૂત્રમાં જણાવે છે. તે તે વાત ભગવતીજી સૂત્રમાં છે ખરી પણ સર્વ જીવ માટે નથી; પણ એક જીવ માટે કહેલ છે.
પ્રશ્ન ૩૧ મુ——તે વિષે શ્રી ભગવતીજી સૂત્રમાં શી રીતે કહ્યુ છે તે મૂળપાઠથી જષ્ણુાવશે ?
ઉત્તર-શ્રી ભગવતીજી સૂત્રનાં શતક આજે ઉદ્દેશે ૧૯ ખધકજીના અધિકારે, ખધકજી પ્રત્યે ભગવત મહાવીરે જીવના ચાર ભેદ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવના જણાવતાં વડાં તેનીને દ્રવ્ય થકી એક જીવ, ક્ષેત્ર થકી અસ`ખ્યાત પ્રદેશમય અસંખ્યાત પ્રદેશ અવગાહન, કાળ થકી સ કાળ, અને ભાવ થકી નીચે પ્રમાણે મૂળ પાઠ
भावणं जीवे अनंता नाणपज्जवा, अनंता दंसणपज्जवा, अनंता चरितपज्जवा, अनंता गुरुयलहुयपज्जवा, अर्णता अगुरुयल हुयपज्जवा । नत्थि पुण ને અંતે,
ભાજીવાળા છાપેલ ભગવતીજી પાને ૧૫૭-૧૫૮ મે ટીકામાં કહ્યુ છે કે
नापज्जवंति || ज्ञानपर्याया ज्ञानविशेषा बुद्धिकृता वा विभागपरिच्छेदा अनन्तागुरुलघुपर्याया औदारिकादि शरिराण्याश्रित्य इतरेतु कार्म्मणादि द्रव्याणि जीवस्वरूपंचाश्रित्येति ॥
ભાષા-ભાવથી, જીવને અનંતા જ્ઞાનના પર્યાય, અનંતા દર્શનના પર્યાય; અનતા ચારિત્રના પર્યાય, અને'તા ગુરૂ લઘુ પર્યાય ઔદ્વારિકાદિ શરીર આશ્રયીને, અનંતા અગુરૂ લઘુ પર્યાય તે અનંતા કાર્પણ દ્રવ્ય અથવા જીવ સ્વરૂપ આશ્રીને નહિ વળી તેને અંત એતાવતા તેડુના અંત છે નહિ. ॥
અહિંયાં તે સમુચ્ચાય જીવ આશ્રી એકજ જીવની પાસે ઉપર કહ્યા પ્રમાણે પર્યાય કહેલ છે. તા લોકમાં ભવ્ય જીવની રાશી વધારે છે. અનંતા ભવ્ય જીવે એક અભવ્ય જીવ ઘઉંમાં કાંકરાની માફક કઇ ગણનામાં આવે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org