________________
૨૧૨
દંસણ વાવણગાને એટલે મહાવીરના દર્શનથી પડેલાને અધર્મ પક્ષમાં ગણ્યા છે. તેનું ચારિત્ર ભલે ચેપ્યું હોય પણ પ્રવચનના વિરાધિક થવાથી મિથ્યા ભાવને પડી વર્જ્યો એટલે અમૃત જે દૂધપાક પુરીના ભેજનમાં રતીભર ઝેર ભળે તે ભેજન પણ ઝેરરૂપજ થાય તેમ ચોખા ચારિત્રમાં મિથ્યાત્વ ભળવાથી ચારિત્ર પણ મિથ્યાત્વ થયું તે ચારિત્ર આરાધિકમાં ગણાય નહિ તેના મતના ચારિત્રના આરાધિકપણાને લઈને નવગ્રીવેયક સુધી જાય, એમ નિત્સવને માટે કહ્યું છે છતાં જમાલ કિલમિષી થયે તે પણ ઉપરના ન્યાયે ચારિત્રને વિરાધિક કહેવાય.
પ્રશ્ન ૮૪ મું–પ્રવચન નિદ્ભવ અને નિંદક નિદ્ભવમાં કનિષ્ટ કેણ કહેવાય?
ઉત્તર–કનિષ્ટ તે બન્ને ગણાય પણ નિંદક નિદ્ધવને આત્મા વિશેષ મલનપણાને પામેલે હવે જોઈએ પ્રવચર નિદ્ભવ તે માત્ર સૂત્ર વચનને જ ઉથાપ હોય; પરંતુ નિંદક નિદ્ભવ પ્રવચનને ઉથાપવા સાથ પ્રવચન અને તેના પરૂપક કેવળી, ધર્માચાર્ય, ચતુર્વિધ સંઘ (સાંભળનાર) અને સાધુ એ સર્વથી માયા ભાવે વરતી કપટ સહિત અવર્ણવાદ બેલે, નિંદા કરે, પિતાની બડાઈ કરે, હું કહું છું હું પરૂપું છું તે ખરૂં છે. સૂત્રવચન ખોટા છે વગેરે સૂત્ર વચન અને તેને પરૂપક તથા તેને સાંભળનાર વગેરેની નિંદા કરે તેને ઉતરાધ્યયન તથા ભગવતીજી સૂત્રમાં કિલમિષપણાની ભાવનાને ભાવતે કહ્યો છે.
પ્રવચન નિëવની ગતિ નવગ્રીવેયક સુધીની કહી છે અને નિંદ્રક નિવની ગતિ કનિષ્ઠ માકનિષ્ટ કિલમિષપણની કહી છે અને ભગવતીજીમાં અને સંસાર પરિભ્રમણ કરે કહ્યું છે. દુહ–આચારે અધિક કહ્યો, નિંદક નિવ જાણ;
પંચમ અંગે ભાખીએ, છે પહલે ગુણ હાણ ૧ આને પરમાર્થ એ છે કે સાધુ સાધવી આદિની નિંદા અવહેલનું અપયશ બેલવાથી ગુર્વાદિથી ઉદ્ધત બની મિથ્યા ભાવે વર્તવાથી એટલે ગુરૂનું વચન તથા સૂત્ર વચન ઉથાપવાથી નિવપણું અને ગુર્નાદિકની નિંદા કરવાથી કિલમિષપણું પ્રશ્ન થાય છે.
પ્રશ્ન ૮૫ મું-માયા સહિત નિંદાનું સ્વરૂપ શું ? તે સૂત્ર પાઠથી જણાવશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org