________________
૨૧૧
ઉત્તર–એ વિષે કે સૂત્રમાં જોવામાં આવતું નથી પણ ઉપાસક દશાંગ વગેરે સૂત્રોમાં જ્યાં જ્યાં શ્રાવકેએ અગ્યાર પડિમા આદરી છે ત્યાં તે પિતાનાજ ગામમાં રહીને છેવટે સંથારો કરીને પડિમા પુરી કરી છે. પિતાનું ગામ મુકી બીજે સ્થળે જવાને અધિકાર જોવામાં આવતું નથી.
પ્રશ્ન ૭૭ મું–પડિમાધારી શ્રાવક અગ્યાર પડિમા આદરી સાધુ માફક ઉત્કૃષ્ટ અગ્યાર માસ વિચરી પાછે સંસારમાં આવી, ગૃહસ્થાશ્રમ ભેગવે કે નહિ ?
ઉત્તર–તે વાતને સિદ્ધાંતમાં કાંઈ ખુલાસે જણાતું નથી. પણ આવશ્યક નિર્યુંકતીમાં કહ્યું છે કે કેટલાક તે અંતર્મુહૂર્ત પછી કેટલાક એક દિવસ પછી અને કેટલાક કાવત્ અગ્યાર માસ પછી (પડિમા પુરી કરીને યા પરિમામાં રહીને) કાંતે લેખણ કરીને સંથારે કરે યા દીક્ષા લે પણ ઘરમાં ન આવે; કેમકે ઘરમાં આવે તે લેકમાં જોન માર્ગની લઘુતા થાય અને પિતાની નિંદ્યા થાય અને લેકે કહે કે હવે કરણ કરતા થાકી ગયા તેથી ભ્રષ્ટ થઈને ઘરમાં આવી બેઠા. તેટલા વાસ્તે ગૃહમાં ન આવે એમ કહ્યું છે.
તેમજ ઉપાશકાદિ સૂત્રોમાં જ્યાં શ્રાવકને અધિકાર ચાલ્યો છે ત્યાં પડિમા આદરી અને પડિમાને અંતે સંથારો કર્યો છે.
પ્રશ્ન ૭૮ મું—દસાત સ્કંધ સૂત્રમાં શ્રાવકને પડિમ અંગીકાર કરવાનો કાળ જગન્ય, ૧-૨-૩ દિવસને કહ્યો છે તેનું શું કારણ?
ઉત્તર–એનું કારણ એમ જણાય છે કે- શ્રાવકને આયુષ્યની હદ નજીકમાં આવી જાય તે એક દિવસ બે દિવસ યા ત્રણ દિવસની પિડિમા આદરી, સંથારે કરી પિતાના આત્માનું સુધારે એ હેતુ માટે જગન્યા ૧-૨-૩ દિવસને કાળ મુક્યો હોય એમ જણાય છે.
પ્રશ્ન ૭૯ મું—સાધુ જેમ પાંચ મહાવ્રત અંગીકાર કરતા પ્રાણાતિ પાતાદિ પાંચે બોલને નવે કેટિયે પચ્ચખાણ કરે છે તેમ શ્રાવક સ થારે કરે ત્યારે પણ પ્રાણાતિ પાતાદિ પાંચે બોલને સર્વથા નવે કોટિએ પચ્ચખાણ કરે છે તેને સાધુ નહિ કેહતાં સૂત્રમાં શ્રાવક કેમ કહ્યા?
- ઉત્તર–સાધુપણું અને શ્રાવકપણું મોહની કર્મની પ્રકૃતિના ક્ષે પશમ ઉપર છે. અગ્યાર પ્રકૃતિઓના ક્ષેપશમથી શ્રાવકપણું અને પંદર પ્રકૃતિના પશમથી સાધુપણું કહ્યું છે. માટે શ્રાવકને સંથારામાં પચ્ચખાણ તે સર્વથા કહ્યા પણ પ્રવૃતિઓને ક્ષયપશમ તે અગ્યારાજ હોય, તેથી છેલા સમય સુધી શ્રાવકને ગૃહસ્થજ કહીને સૂત્રમાં બતાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org