________________
૨૦૪
અર્થ –જે નિત્ય પિતાના ગુરૂકુળને વિષે વસે છે, જે સૂત્ર પડનાદિમાં યોગ્યવાન ઉત્સાહી અને ઉપધાનવાન ઉત્કંઠીત છે, જેના વાણી અને કૃત્ય પ્રિય થઈ પડે એવાં છે, એ સુવિનીત શિષ્ય શિક્ષાને ગ્ય (આ સેવન શિક્ષા અને ગ્રહણ શિક્ષાને યોગ્ય અથવા વિદ્યા આપવાને લાયક) ગણાય છે ૧૪
ઉપરના ગુણવાળો વિનીત શિષ્ય, ગુરૂની પાસેથી જ્ઞાન મેળવી બહસ્ત્રી બને છે. માટે ૧૫ મી ગાથાથી ૩૦ મી ગાથા સુધીમાં કહ્યું, છે કે આવા ગુણવાળો હોય તે બહસૂત્રી કહેવાય છે, અને ૩૧ મી ગાથામાં પણ કહ્યું છે કે-“હુચરણ કુમા” જેઓ સિદ્ધાંતના જ્ઞાનમાં પૂરા છે. એવા બહુશ્રુત સાધુ સર્વ કર્મને ક્ષય કરીને ઉત્તમ ગતિ (મોક્ષ)ને વિષે જાય છે.
પ્રશ્ન મું—શિક્ષાને અર્થ આ સેવન શિક્ષા અને ગ્રહણ શિક્ષા કર્યો તેમાં શું સમજવું ?
ઉત્તર—આ સેવન શિક્ષા તે પાંચ સુમતિ ને ત્રણ ગુપ્તિ તેનું સેવન કરવું. એટલે આઠ પ્રવચન માતાની સેવા કરવી યા સેવન કરવી તે આ સેવન શિક્ષા.
અને ગ્રહણ શિક્ષા તે પાંચ મહાવ્રત અંગીકાર કરવા. પાંચ મહાવતને ગ્રહવા તે ગ્રહણ શિક્ષા
ગાથા ૩ થી ૧૪ મીમાં શિક્ષાને અર્થ આ પ્રમાણે સમજો.
એ પ્રમાણે બહસૂત્રીને માટે ઉત્તરાધ્યયનના અગ્યારમાં અધ્યયનથી જાણી લેવું. ઈત્યર્થ:
પ્રશ્ન દ૬ મું–સંપૂર્ણ સૂત્રનું જ્ઞાન પ્રાપ્ત થવાને કાળ સૂત્રમાં કેટલે કહ્યો છે. ?
ઉત્તર–વ્યવહાર સૂત્રના ૧૦ મા અધ્યયનમાં કહ્યું છે કે – बीस वास परियागस्स समणे निग्गंथे कप्पइ सच सुयाणुवाई ॥६॥
વિશ વર્ષની પ્રવર્તાવાળા નિગ્રંથને સર્વ સૂત્રને અનુવાદ શીખવે કપે. એટલે બહુસૂત્રી થવાને કાળ ૨૦ વર્ષને કહ્યો, અર્થાત્ વશ વર્ષથી પર્યાયવાળે સર્વ સૂત્રને પારગામી થયે થકે ઓગણત્રીસ વર્ષની ઉમરે ગુરૂની આજ્ઞાએ જિનકલ્પીપણું અંગીકાર કરી શકે.
- આને પરમાર્થ એ છે કે–ઉત્તરાધ્યયનના ૧૧ મા અધ્યયનમાં કહેલા વિનીતના ગુણવાળે શિષ્ય ૨૦ વર્ષ સુધી ગુરૂકુલ વાસ રહી ગુરૂ ભક્તિ કરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org