________________
૧૯૪
જ્ઞાનીને પણ એકલા વિચારવાનો સંભવ છે, પણ ઘણું કરી તે પણ ત્રીજા ચોથા આરાના જન્મેલા પૂર્વોક્ત ગુણના ધણીને જ લાગુ છે.
પ્રશ્ન ૪૪ મું–પૂર્વે કહેલા આઠ ગુણ તથા પાંચ બેલ તથા પ્રત્યેક બુદ્ધાદ્ધિ વિનાના પંચમ કાળમાં કોઈ એકલ વિહારીપણે વિચરી શકે કે કેમ?
ઉત્તર–સૂત્રમાં તે કહ્યું છે કે-કાંતિ આઠ ગુણને ધણી હોય તે એકલે વિચરી શકે અથવા આડ અવગુણને ધણી હોય તે એળે વિચરે એટલે કાંતે આઠ ગુણ સવળા કે કાંતે આઠ ગુણ અવળા હોય તે એકલા વિહારી થઈને ફરે.
પ્રશ્ન ૪૫ મું—એ વિષે સૂત્રમાં મૂળ પાઠ કઈ કહ્યું છે ?
ઉત્તર–સૂત્ર વિરૂદ્ધ એકલ વિહારીના દૂષણે આચારાંગ સૂત્રના પાંચમાં અધ્યયનને પહેલે ઉદેશે કહ્યા છે તે મૂળ પાઠ –
इहमेगेसिंएग चरिया भवति से बहु कोहे, बहुमाणे, बहुमाए, बहुलोभे, बहुरए, बहुनेड, बहुसढे, बहुसंकप्पे, आसवसक्की पलिओच्छन्ने उद्विय वायं पवयमाणे मामेकेइ अदक्खु अन्नाण पमाय दोसेणं सततं मूढे धम्मंणाभि નાગતિ (ર૭રૂ )
અર્થ વળી આ મનુષ્ય લોકમાં કેટલાએક એકલા થઈ ફરે છે, તેઓ બહુ ક્રોધી ૧, બહુ માની ર, બહ માયાવી ૩, બહુ લેબી , બહુ પાપી પ, બહુ ઢેગી ૬, બહુ ધૂર્ત ૭, બહુ દુષ્ટાધ્યવસાયી, હિંસક અને કુકર્મ ૮, હેવા છતાં હું ખૂબ ધર્મ માટે ઉજમાલ બન્યો છું” એ બકવાદ કરતાં થકા અને “રખે કે મને જાણી જાય ?” એવી બીકથી એકલા થઈને ફરતા થકા અજ્ઞાન અને પ્રમાદથી નિરંતર મૂઢ બની ધર્મને કંઈ પણ સમજતા નથી. (ભાષાંતર પાને ૪૮ મે-કલમ ૭૩ મી.) દુહોચાર કષાઈ લેલપી જ્ઞાન નહિં ગર્વીષ્ટ;
આપ ઇદી ગુરૂ દ્રોહી, એ આઠ ગુણ અનિષ્ટ. ૧ આ પચમ કાળમાં તે ઉપરોકત ગુણવાળા એકલા ફરનારા પ્રયઃ જોવામાં આવે છે.
પ્રા ૪૬ મું–આ પંચમ કાળમાં એકલા ફરવાવાળા સાધુઓ કેવી કેવી પ્રકૃતિવાળા હોય છે ? અને તેને કેવા દે ઉત્પન્ન થાય છે ?
ઉત્તર–આ કાળમાં એકલા ફરવાવાળા આઠ અવગુણના ઘણી હોય અર્થાત્ ઉપરોકત કહેલી પ્રકૃતિવાળા હોય તે જ એકલા ફરે અને તેના માટે તેજ અધ્યયનના ચેથા ઉદેશે વિશેષે કરીને કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org