________________
ઉત્તર–શ્રી અનુગદ્વારજી સૂત્રમાં કહ્યું છે કે-ભગવંતે અર્થરૂપે જે ગણધરને સૂત્ર આપ્યું તે ભગવંતને “રામ” અને ગણધરને તે સૂત્ર ગરાજન, અને તેમના શિષ્યો તે સૂત્ર “રંપરાન.”તેમજ ભગવ તની પાસેથી અર્થરૂપે મળેલા સૂત્રને ગણધરે ગદ્યપદ્યમાં ગુંથણા કરી તે સૂત્ર ગણધરને “અત્ત ગમ” તેમના શિષ્યને “અનંતરાગમ, અને તેમના પદ શિષ્યને એટલે શિષ્યના શિષ્યોને “પરંપરાગમ.” કે જે સૂત્ર દેવદ્ધિ ક્ષમા શ્રમણે લખાણમાં લીધાં અને અત્યારે પ્રવર્તે છે, તે જ પરંપરા આગમ છે, કે જેમાં સૂત્ર આગમ, અર્થ આગમ અને તદુભયા આગમને સમાવેશ થાય છે.
પ્રશ્ન ૬૩ મું–આ ત્રણ પ્રકારનાં આગમને સમાવેશ સુત્રમાં કેવી રીતે લાગુ થાય છે ?
ઉત્તર–ગણઘરે ગળપદ્યમાં રચ્યું તે “સુત્રાગમ” તેમાં ભગવંતના અર્થરૂપે અદ્ધ માગધી ભાષામાં પ્રરૂપેલા ભાવને સૂચવ્યા તે “અર્થાગમ,” અને અર્થ ગર્ભિત સૂત્ર જે દ્વાદશાંગી વાણી પ્રમુખ તે “દુભયાગમ " વિચારો કે ભગવંતે અર્થરૂપે પ્રરૂપેલું તે જંબુસ્વામીને “પરંપરાગમ” થયું અને સુધર્મ ગણધરે સૂત્રરૂપે વાંચણ આપી તે જંબુસ્વામીને “અનંતરાગમ” થયું. જે તે સૂત્રની અંદર ભગવંતની અર્થરૂપ વાણી ન હેત તે તેને “પરંપરાગમ કયાંથી કહેવાત? અર્થાત્ નજ કહેવાત. પરંતુ તે સૂત્રમાં ભગવંતના પ્રરૂપેલા અર્થ રહ્યા છે જ, તેજ જંબુસ્વામીને “પરં– પરાગમ” કરશે અને બત્રીશ પ્રકારની અસઝાય ટાળી સઝાય કરવાવાળાને સત્તાગમે, અથાગમે, તદુભયા ગમે.” એ ત્રણે આગમની આશામના ટતશે.
પ્રશ્ન ૬૪ મું–અહિંયાં કેઇ એમ કહે કે આ સૂત્રમાં ભગવંતના પ્રરૂપેલ અર્થ નથી તેનું કેમ?
ઉત્તર—તે પછી તેને એક સુત્ર આગમજ રહ્યું, માટે તેને પ્રતિકમણમાં “સત્તાગમે, અત્યાગમે, તદુભયોગમે.” એ કહેવું નકામું છે એટલું જ નહિ પણ તેનાથી એવી તા વ્યાખ્યા થાશેજ નહિ કે સૂત્રમાં તીર્થકર મહારાજ આમ કહી ગયા છે. જે સૂત્રમાં તીર્થકરની વાણી નથી, તે એ પ્રમાણે કહેવાથી જૂઠ લાગે એમ ઠરે, માટે તીર્થકરની વાણીના તથા સૂત્રના શ્રદ્ધાળુ તથા આસ્તિકને આ વાત કરી રૂચવી નથી કે સૂત્રની અંદર ભગવંતની વાણી નથી અથવા ત્રણ પ્રકારનાં આગમ ન માનવા, અર્થાત્ સૂત્રમાં એ તમામ વાત મોજુદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org