________________
૧૪૩
મેાટા તિરસ્કાર સાથે તેને ગચ્છ મ્હાર મૂકયા હતા, તેનું કારણ બીજું કાંઇ નહિ પણ એજ જણાય છે કે સૂત્રની ભાષા પ્રાકૃત નહિ હોવા છતાં પ્રાકૃત ભાષામાં સૂત્ર છે એમ માનવાથી પહેલો દ્વેષ એ, અને બીજો દોષ એ કેવ્યાકરણના પારગામી, ચાર વેદના જાણુ એવા સુધમ ગણધરનાં રચેલાં સૂત્રને પ્રચલિત કરી સંસ્કૃતમાં બનાવવા એવું વ્યા કરણ જ્ઞાનનું અભિમાન અને સૂત્રનુ–અર્ધમાગધી ભાષાનુ અપમાન કરવાથી તથા ગણધર મહારાજની આશાતના કરવાના હેતુથી તેને ગચ્છ મ્હાર મૂકયાં હતા.
પ્રશ્ન ૪ શું—શિષ્ય-તે પછી સૂત્રની ભાષા ખરી કઇ સમજવી ? ઉત્તર-ગુરૂ-ઘણા સુત્રના ન્યાય શ્વેતાં અર્ધમાગધી ભાષા સમજાય છે. પ્રશ્ન ૫ મું—તો પછી મોટા મોટા વિદ્વાન સ`સ્કૃત ભાષાના પારગામી સૂત્રની ભાષાને પ્રાકૃત ભાષામાં કહે છે તેનું શું કારણ હશે ?
ઉત્તર—— કોઇ કોઇ વ્યાકરણના ભણેલાનાં મગજમાં એમ ઠસાય છે કે સર્વોત્તમ સંસ્કૃત ભાષા છે, અને બીજે નંબરે પ્રાકૃત ભાષા છે. એટલે સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી માગધી, માગધીમાંથી અર્ધ માગધી ભાષા નીકળી છે, એટલે માગધી તથા અધ માગધી ભાષાને ઉતરતી ગણી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને માન્ય ગણી સૂત્રની ભાષા પકૃત કહે છે.
પ્રશ્ન ૬ ઠ્ઠું — શિષ્ય-કેટલાક એટલે સુધી કહે છે કે કોઇપણ સૂત્રમાં મુનિને માગધી ભાષા ઉત્સગ માગે એલવી ચાલી નથી. તે ઉપરથી સૂત્રની ભાષાને એવા રૂપમાં ખેલાવે છે કે “મા, ગઢી”—એટલે સૂત્રની વાણી માતા તુલ્ય માનનારા સૂત્રની ભાષાને કોઇ માગધી ભાષા કહે તે ભાષાને ગાળ રૂપમાં ખેલાવે મા, ગદ્ધી કહે તેનું કેમ ?
ઉત્તર—હે ભાઈ ? આવી ભાષા કઇ ડાહ્યો માણસ તે મેલે નહિ, પરંતુ કઇ વ્યાકરણના મદે-અભિમાને એલે તે તે ભાષા તેનેજ ખ ધન કર્તા છે. કારણકે માગધીની માતા પ્રાકૃત અને પ્રાકૃતની માતા સ`સ્કૃત છે એવી માન્યતાવાળા તે પેાતાની માનેલી પ્રાકૃત અને સાંસ્કૃતને કેવી માનશે ? તે વિચાર પહેલો કરવું જોઇએ.
જે અલકાર જેને દેવામાં આવે છે તે અલ'કાર તેની માતાને તથા તેની દીકરીને લાગુ પડે છે. માગધી ભાષાને મા-ગદ્ધી કહીએ તે માગધીની માતા પ્રાકૃત, પ્રાકૃતની માતા સંસ્કૃત, અને માગધીની દીકરી અર્ધમાગધી તે તમામને કદી ગાળના શબ્દ લાગુ થાય તે તેને કેટલા પ્રકારની આશાતના લાગે તે પણ વિચારવુ' જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org