________________
૧૩૭
આમ છતાં કઈ વ્યાકરણાદિકને એકાંતપક્ષે આગ્રહ કરે તે તેને નીચેના પ્રશ્નો પૂછી સૂત્રનાં આધારે જવાબ માગ.
પ્રશ્નો— પ્રશ્ન ૧ લું–સિદ્ધાંતમાં આર્ય ભાષા કોને કહી છે?
પ્રશ્ન ૨ –એક પણ આર્ય ધર્મ સાંભળીને જીવ મેક્ષના અભિલાષી થાય એમ શ્રી ભગવતીજી વગેરે સૂત્રમાં કહેલ છે, તે આર્ય ધર્મનાં શાસ્ત્ર કયાં ?
પ્રશ્ન ૩ જું–જે શાસ્ત્રમાં માંસાહાર, યુદ્ધાદિ કરવામાં ધર્મ યજ્ઞાદિ અર્થે પશુ વધાદિકમાં ધર્મ માનનારા તથા પશુઓને યજ્ઞને અર્થે–તથા મનુષ્યના રાકને અર્થે ઈશ્વરે પેદા કર્યા છે. એવા લખાણવાળા શાસ્ત્રો તેને તમે કેવાં શાસ્ત્ર માનશે? અને તે શાસ્ત્રની ભાષાને કઈ ભાષા માનશે ?
પ્રશ્ન : શું–આર્ય ધર્મના પ્રરૂપનાર કોણ ? અને આર્ય ભાષાના બેલનાર કેણું ?
પ્રશ્ન ૫ મું-દીક્ષા લીધા પછી ૧૧ અંગના ભણનારનાં નામ સિદ્ધાંતમાં ચાલ્યાં છે તેવી રીતે વ્યાકરણાદિ ભણનારનાં નામ ખુલ્લી રીતે કયાં સૂત્રમાં ચાલ્યા છે ?
પ્રશ્ન ૬ ઠું-વ્યાકરણ ભણવું એમ ખુલ્લું કયા સૂત્રમાં કહ્યું છે અને વ્યાકરણ શાસ્ત્ર કોનું રચેલું સૂત્રમાં કહ્યું છે ?
પ્રશ્ન છ મું–અંગ ઉપાંગાદિક સૂત્રને ભણવે કરી સમકિતની પ્રાપ્તિ થાય. એમ સૂત્ર રૂચીથી સમક્તિ પામે એમ કહ્યું છે. તેમ વ્યાકરણાદિ ભણવાની રૂચીથી શું પ્રાપ્ત થાય ? સૂત્રના આધારથી કહેવું.
પ્રશ્ન ૮ મું-સૂત્રમાં કહેલી દશ રૂચીમાં વ્યાકરણ ભણવું કઈ રૂચીમાં છે ?
પ્રશ્ન ૯ મું–આઠ પ્રવચનના ભણનારને સૂત્રમાં આરાધક કહ્યા છે તેમ વ્યાકરણાદિ શાસ્ત્રને ભણનારને આરાધક ક્યા સૂત્રમાં કહ્યા છે ?
પ્રશ્ન ૧૦ મું–આઠ પ્રવચનમાં દ્વાદશાંગીને સમાવેશ થાય છે. એમ સૂત્રમાં કહ્યું છે, તેમ વ્યાકરણાદિમાં કેટલા સૂત્રને સમાવેશ થાય છે?
પ્રશ્ન ૧૧ મું-એક વ્યાકરણ ભણે અને પ્રવચન આરાધે નહિ. અને એક પ્રવચન આરાધે અને વ્યાકરણ ભણે નહિ. એ બન્નેમાં જીજ્ઞાસા કોણે પાળી કહેવાય ?
પ્રશ્ન ૧૨ મું-સંસ્કૃત પ્રાકૃતાદિ ભાષાનું જ્ઞાન પાપ થકી તથા દુઃખ થકી રક્ષણ કરતું નથી એમ શ્રી ઉત્તરાધ્યયનછ સૂત્રની ટકામાં કહ્યું છે, અને
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org