________________
૧૧૭
જ્ઞાન તે પુષ્ટી કરતા અન્ય શાસ્ત્રોથી તેનું સીંચન કરી તે વૃક્ષને મજબુત બનાવનારને તેના ફળ કેવાં ચાખવાં પડે છે તે અનુભવ થયેલાને જોયું હશે.
અન્ય તીથીને પરિચય કરવાથી સમકિતને મલીન કરે છે એમ જ્યારે જન સિદ્ધાંત કબુલ કરે છે ત્યારે તેનાં બનાવેલાં શાસ્ત્ર સમકિતને પછિ ત કેમ થશે ? અર્થાત્ નહિ થાય. માટે જૈન શાસ્ત્રમાં શું કહ્યું છે તમે વિચાર કરો.
પ્રશ્ન ૩૪ મું–જૈન શાસ્ત્રમાં શું કહ્યું છે તે જણાવે ?
ઉત્તર–સાંભળે-ઉત્તરાધ્યયનના પહેલા અધ્યયનની ૮ મી ગાથાનાં પહેલાં બે પદ-તેમાં ચેકબું કહ્યું છે કે-ગગુનિ પિવિવિઝા, નિકાળ ૩ My –અર્થ યુક્ત સૂત્ર શીખવાં, એટલે જેને વિષે ભગવંતના પ્રરૂપેલાં અર્થ રહ્યાં છે એવા સૂત્ર ( દ્વાદશાંગી પ્રમુખ ) શીખવાં. અને તે સિવાયના નિરર્થક-ભગવંતના ભાખ્યા અર્થ વિનાના વ્યાકરણદિ) તમામ શાસ્ત્ર વર્જવા.
ભગવંતે તે ઉપર કહ્યા પ્રમાણે ભણવાની, શીખવાની આજ્ઞા આપી છે. હાલના બ્રાહ્મણીયા શાસ્ત્રમાં તથા ઇંગ્લીશ જ્ઞાનમાં ભગવંતના પ્રરૂપેલા અર્થને સમાવેશ થઈ શકતું નથી. તે વાય તે ફક્ત સિદ્ધાંતમાંજ છે, અને સિદ્ધાંતમાં કહેવા વાકયેનું જ્ઞાન સિદ્ધાંતથીજ પ્રતિપાદન થાય છે. છતાં અન્ય શાસ્ત્રો ભણવા કે વાંચવાની આવશ્યકતા હોય તે પ્રથમ જૈન સિધ્ધાંતનું પુષ્કળ જ્ઞાન મેળવી લીધા પછી તેમ કરવાને અટકાયત હોવા સંભવ નથી. એમ જૈન શાસ્ત્રના કેટલાક ન્યાય ઉપરથી જણાઈ આવે છે.
પ્રશ્ન ૪૪ મું–શિષ્ય-ભાષાના સંબંધમાં કેટલાક પ્રશ્નવ્યાકરણ તથા પન્નવણા સૂત્રને દાખલો આપે છે તે તેમા શી હકીકત છે તે જણાવશો ?
ઉત્તર–પ્રશ્નવ્યાકરણ, પન્નવણાજી તથા આચારાંગ એ ત્રણે સૂત્રમાં મુનિને ભાષા કેવી રીતે બોલવી, કઈ ભાષા બોલવી ને કઈ ભાષા ન બોલવી વગેરે બહુ સમજુતિથી જ્ઞાની પુરૂષોએ પ્રકાશ કરેલો છે. તેમાં પ્રશ્નવ્યાકરણમાં વધારે વિસ્તારથી જણાવ્યું છે પણ તેમાં અનેક ભેદ અને રહો રહેલા છે તે જાણ્યા વિના એકાંત વાદે અભિપ્રાય આપી દેવો તે કરતાં વિચાર મુક્ત સૂત્ર ન્યાયથી અભિપ્રાય આપે તે વધારે મેગ્ય ગણાય.
પ્રશ્ન ૪પ મું–પ્રશ્નવ્યાકરણજી સૂત્રમાં ભાષા સંબંધી રહેલા ભેદ અને તેમાં રહેલા રહસ્થનું સ્વરૂપ જણાવશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org