SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ * ,, ઉત્તર—એક પૉંડિત સહેલગાહ કરવાને નાવની અંદર બેસી સમુદ્રમાં મધ્ય દરીએ ફરવાને માટે નીકળ્યે, હોડીમાં બેઠેલા પંડિત હાડીના ખેડનાર નાવડીયાને પૂછ્યું કે યાર ? કાંઇ વ્યાકરણ કે તર્કશાસ્ત્ર ભણ્યા છે ? નાવડીએ કહ્યુ નાજી ’” ત્યારે પંડિતે કહ્યું “તારી પા ઉમર અલેખે ગઇ” ફરી પડિતજી બોલ્યા “ ભાઈ ? કાવ્ય કોષ કે ન્યાયશાસ્ત્ર જાણેા છે ? ” નાવડીએ કહ્યું “ નાજી ’” ત્યારે પ’ડિતજી બોલ્યા, “ તારી અધ ઉમર બરબાદ ગઇ” આમ વાર્તાલાપ કરતા દરિયાની અંદર તેાફાન થવાનું ચિહ્ન નાવડીયાના જોવામાં આવ્યુ. ને જણાયું કે હમણાંજ ભયંકર તફાન થશે. તેમ જાણી પંડિતજીને પૂછ્યું, “ પંડિતજી ? કાંઇ સમુદ્રમાં તરવા ઢખવાનું જાણે છે ? પંડિતજી કહે “નાજી” ફરી પૂછ્યું કે પંડિતજી ? સમુદ્રમાં હમણાંજ ફાન જાગશે માટે બચવાનું શાસ્ત્ર જાણા છે ? પંડિતજી ગભરાતા ગભરાતા બોલ્યા કે ના, ભાઈ ાફાન શાનુ ? નાવડીયા કહે “પંડિતજી ? મારી તે અર્ધી ઉમર બરબાદ ગઇ, પણ આપની તે આખી ઉમર બરબાદ ગઇ એમ માની લ્યા, જુએ, આ સમુદ્રની અંદરનુ તફાન હમણાંજ આ હેાડીને ઉછાળીને ઉંધી નાખી દેશે. આપણે બન્ને સમુદ્રના તળીયાને સ્વાધીન થઇશું. પંડિતજી ? તમારા ઇષ્ટદેવને સાંભારો ! આમ ખેલતાંજ તોફાન નજીક આવ્યું અને હોડીને એકદમ ઉછાળી ઉધી પાડી કે પંડિતજી અને નાવડીયા સમુદ્રને સ્વાધીન થયા. નાવડી તરીને કાંડે પહેાંચ્યો અને ૫'ડિતજી સમુદ્રની સહેલગાહ કરવા સમુદ્રમાં ગયા. આના પરમાથ એ છે કે સંસાર સમુદ્ર તરવાનું જ્ઞાન જાણ્યા વિના અર્થાત્ સ્વસમય જાણ્યા વિના-વ્યાકરણ, તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, કે કાવ્ય કોષમાં જીદગી ગુમાવવી તે નિરર્થક નીવડે છે. અર્થાત્ પરસમય સ’સાર સમુદ્રથી તારી શકતા નથી. પ્રશ્ન કર વૈયાકરણીય——નદીજી સૂત્રમાં-કહ્યું છે કે—સમ્યદ્રષ્ટિ મિથ્યા શ્રુત વાગે ભડ઼ે તે સમવ્રુત કહેવાય. બ્રાહ્મણીયા બ્યાંકરણાદિ શાસ્ત્ર વાંચવા ભણવા તે જૈન મુનિને સમષ્ઠત છે. ઉત્તર——-સૈદ્ધાંતિક તે વાત ખરી છે પણ તે કયારે કે-પથમ સમ– શ્રુત એટલે સિદ્ધાંતનું જ્ઞાન મેળવ્યા પછી અથા ત્ જૈનશાસ્ત્રનું જ્ઞાન નિવડ કર્યા પછી ગમે તે શાસ્ત્રના અભ્યાસ કરે તેને માટે એ વાકય છે. પરંતુ જૈનના શાસ્ત્રની તે ગંધ પણ ન હોય તે પહેલાંજ સંધિ ” ભણવા મડી પડે એટલે દીક્ષા લીધી કે તરતજ શિષ્યને પંડિત બનાવવા માટે ગુરૂ વ્યાકરણાદિ જ્ઞાનનેા અભ્યાસ કરાવવા મ`ડી પડે અને કેટલીક ઉમરના ભાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy